હવે અજીવ અધિકાર કહેવામાં આવે છે.
પરમાણુ તેમ જ સ્કંધ એ બે ભેદ પુદ્ગલદ્રવ્યના;
છ વિકલ્પ છે સ્કંધો તણા ને ભેદ બે પરમાણુના. ૨૦.
અન્વયાર્થઃ[अणुस्कंधविकल्पेन तु] પરમાણુ અને સ્કંધ એવા બે ભેદથી [पुद्गल-
द्रव्यं] પુદ્ગલદ્રવ્ય [द्विविकल्पम् भवति] બે ભેદવાળું છે; [स्कंधाः] સ્કંધો [खलु] ખરેખર
[षट्प्रकाराः] છ પ્રકારના છે [परमाणुः च एव द्विविकल्पः] અને પરમાણુના બે ભેદ છે.
ટીકાઃઆ, પુદ્ગલદ્રવ્યના ભેદોનું કથન છે.
પ્રથમ તો પુદ્ગલદ્રવ્યના બે ભેદ છેઃ સ્વભાવપુદ્ગલ અને વિભાવપુદ્ગલ. તેમાં,
પરમાણુ તે સ્વભાવપુદ્ગલ છે અને સ્કંધ તે વિભાવપુદ્ગલ છે. સ્વભાવપુદ્ગલ કાર્યપરમાણુ
અને કારણપરમાણુ એમ બે પ્રકારે છે. સ્કંધોના છ પ્રકાર છેઃ (૧) પૃથ્વી, (૨) જળ, (૩)
— ૨ —
અજીવ અધિકાર
अथेदानीमजीवाधिकार उच्यते ।
अणुखंधवियप्पेण दु पोग्गलदव्वं हवेइ दुवियप्पं ।
खंधा हु छप्पयारा परमाणू चेव दुवियप्पो ।।२०।।
अणुस्कन्धविकल्पेन तु पुद्गलद्रव्यं भवति द्विविकल्पम् ।
स्कन्धाः खलु षट्प्रकाराः परमाणुश्चैव द्विविकल्पः ।।२०।।
पुद्गलद्रव्यविकल्पोपन्यासोऽयम् ।
पुद्गलद्रव्यं तावद् विकल्पद्वयसनाथम्, स्वभावपुद्गलो विभावपुद्गलश्चेति । तत्र
स्वभावपुद्गलः परमाणुः, विभावपुद्गलः स्कन्धः । कार्यपरमाणुः कारणपरमाणुरिति
૪૮