Niyamsar (Gujarati). Shlok: 37 Gatha: 21-23.

< Previous Page   Next Page >


Page 49 of 380
PDF/HTML Page 78 of 409

 

background image
છાયા, (૪) (ચક્ષુ સિવાયની) ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો, (૫) કર્મયોગ્ય સ્કંધો અને
(૬) કર્મને અયોગ્ય સ્કંધો
આવા છ ભેદ છે. સ્કંધોના ભેદ હવે કહેવામાં આવતાં સૂત્રોમાં
(હવેની ચાર ગાથાઓમાં) વિસ્તારથી કહેવાશે.
[હવે ૨૦મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ
શ્લોક કહે છેઃ ]
[શ્લોકાર્થઃ] (પુદ્ગલપદાર્થ) ગલન દ્વારા (અર્થાત્ ભિન્ન પડવાથી) ‘પરમાણુ’
કહેવાય છે અને પૂરણ દ્વારા (અર્થાત્ સંયુક્ત થવાથી) ‘સ્કંધ’ નામને પામે છે. આ પદાર્થ
વિના લોકયાત્રા હોઈ શકે નહિ. ૩૭.
અતિથૂલથૂલ, થૂલ, થૂલસૂક્ષમ, સૂક્ષ્મથૂલ, વળી સૂક્ષ્મ ને
અતિસૂક્ષ્મએમ ધરાદિ પુદ્ગલસ્કંધના છ વિકલ્પ છે. ૨૧.
ભૂપર્વતાદિક સ્કંધને અતિથૂલથૂલ જિને કહ્યા,
ઘી-તેલ-જળ ઇત્યાદિને વળી થૂલ સ્કંધો જાણવા; ૨૨.
આતપ અને છાયાદિને થૂલસૂક્ષ્મ સ્કંધો જાણજે,
ચતુરિંદ્રિયના જે વિષય તેને સૂક્ષ્મથૂલ કહ્યા જિને; ૨૩.
स्वभावपुद्गलो द्विधा भवति स्कंधाः षट्प्रकाराः स्युः, पृथ्वीजलच्छायाचतुरक्षविषयकर्म-
प्रायोग्याप्रायोग्यभेदाः तेषां भेदो वक्ष्यमाणसूत्रेषूच्यते विस्तरेणेति
(अनुष्टुभ्)
गलनादणुरित्युक्त : पूरणात्स्कन्धनामभाक्
विनानेन पदार्थेन लोकयात्रा न वर्तते ।।३७।।
अइथूलथूल थूलं थूलसुहुमं च सुहुमथूलं च
सुहुमं अइसुहुमं इदि धरादियं होदि छब्भेयं ।।२१।।
भूपव्वदमादीया भणिदा अइथूलथूलमिदि खंधा
थूला इदि विण्णेया सप्पीजलतेल्लमादीया ।।२२।।
छायातवमादीया थूलेदरखंधमिदि वियाणाहि
सुहुमथूलेदि भणिया खंधा चउरक्खविसया य ।।२३।।
અજીવ અધિકાર[ ૪૯