વળી કર્મવર્ગણયોગ્ય સ્કંધો સૂક્ષ્મ સ્કંધો જાણવા,
તેનાથી વિપરીત સ્કંધને અતિસૂક્ષ્મ સ્કંધો વર્ણવ્યા. ૨૪.
અન્વયાર્થઃ[अतिस्थूलस्थूलाः] અતિસ્થૂલસ્થૂલ, [स्थूलाः] સ્થૂલ, [स्थूलसूक्ष्माः च]
સ્થૂલસૂક્ષ્મ, [सूक्ष्मस्थूलाः च] સૂક્ષ્મસ્થૂલ, [सूक्ष्माः] સૂક્ષ્મ અને [अतिसूक्ष्माः] અતિસૂક્ષ્મ [इति]
એમ [धरादयः षड्भेदाः भवन्ति] પૃથ્વી વગેરે સ્કંધોના છ ભેદ છે.
[भूपर्वताद्याः] ભૂમિ, પર્વત વગેરે [अतिस्थूलस्थूलाः इति स्कंधाः] અતિસ્થૂલસ્થૂલ સ્કંધો
[भणिताः] કહેવામાં આવ્યા છે; [सर्पिर्जलतैलाद्याः] ઘી, જળ, તેલ વગેરે [स्थूलाः इति विज्ञेयाः]
સ્થૂલ સ્કંધો જાણવા.
[छायातपाद्याः] છાયા, આતપ (તડકો) વગેરે [स्थूलेतरस्कन्धाः इति] સ્થૂલસૂક્ષ્મ સ્કંધો
[विजानीहि] જાણ [च] અને [चतुरक्षविषयाः स्कन्धाः] ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધોને
[सूक्ष्मस्थूलाः इति] સૂક્ષ્મસ્થૂલ [भणिताः] કહેવામાં આવ્યા છે.
[पुनः] વળી [कर्मवर्गणस्य प्रायोग्याः] કર્મવર્ગણાને યોગ્ય [स्कन्धाः] સ્કંધો [सूक्ष्माः
भवन्ति] સૂક્ષ્મ છે; [तद्विपरीताः] તેમનાથી વિપરીત (અર્થાત્ કર્મવર્ગણાને અયોગ્ય) [स्कन्धाः]
સ્કંધો [अतिसूक्ष्माः इति] અતિસૂક્ષ્મ [प्ररूपयन्ति] કહેવામાં આવે છે.
सुहुमा हवंति खंधा पाओग्गा कम्मवग्गणस्स पुणो ।
तव्विवरीया खंधा अइसुहुमा इदि परूवेंति ।।२४।।
अतिस्थूलस्थूलाः स्थूलाः स्थूलसूक्ष्माश्च सूक्ष्मस्थूलाश्च ।
सूक्ष्मा अतिसूक्ष्मा इति धरादयो भवन्ति षड्भेदाः ।।२१।।
भूपर्वताद्या भणिता अतिस्थूलस्थूला इति स्कंधाः ।
स्थूला इति विज्ञेयाः सर्पिर्जलतैलाद्याः ।।२२।।
छायातपाद्याः स्थूलेतरस्कन्धा इति विजानीहि ।
सूक्ष्मस्थूला इति भणिताः स्कन्धाश्चतुरक्षविषयाश्च ।।२३।।
सूक्ष्मा भवन्ति स्कन्धाः प्रायोग्याः कर्मवर्गणस्य पुनः ।
तद्विपरीताः स्कन्धाः अतिसूक्ष्मा इति प्ररूपयन्ति ।।२४।।
૫૦ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-