‘‘[ગાથાર્થઃ] પૃથ્વી, જળ, છાયા, ચાર ઇન્દ્રિયોના વિષયભૂત, કર્મને યોગ્ય અને
કર્માતીતએમ પુદ્ગલો (સ્કંધો) છ પ્રકારનાં છે.’’
વળી માર્ગપ્રકાશમાં (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] સ્થૂલસ્થૂલ, પછી સ્થૂલ, ત્યારપછી સ્થૂલસૂક્ષ્મ, પછી સૂક્ષ્મસ્થૂલ, પછી
સૂક્ષ્મ અને ત્યારપછી સૂક્ષ્મસૂક્ષ્મ (આમ સ્કંધો છ પ્રકારના છે).’’
એવી રીતે (આચાર્યદેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ
નામની ટીકામાં ૪૪મા શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
[શ્લોકાર્થઃ] આ અનાદિ કાળના મોટા અવિવેકના નાટકમાં અથવા નાચમાં
વર્ણાદિમાન્ પુદ્ગલ જ નાચે છે, અન્ય કોઈ નહિ; (અભેદ જ્ઞાનમાં પુદ્ગલ જ અનેક પ્રકારનું
દેખાય છે, જીવ તો અનેક પ્રકારનો છે નહિ;) અને આ જીવ તો રાગાદિક પુદ્ગલવિકારોથી
વિલક્ષણ, શુદ્ધ ચૈતન્યધાતુમય મૂર્તિ છે.’’
વળી (આ ગાથાઓની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ
વિવિધ પ્રકારનાં પુદ્ગલોમાં રતિ નહિ કરતાં ચૈતન્યચમત્કારમાત્ર આત્મામાં રતિ કરવાનું
શ્લોક દ્વારા કહે છે)ઃ
‘‘पुढवी जलं च छाया चउरिंदियविसयकम्मपाओग्गा ।
क म्मातीदा एवं छब्भेया पोग्गला होंति ।।’’
उक्तं च मार्गप्रकाशे —
(अनुष्टुभ्)
‘‘स्थूलस्थूलास्ततः स्थूलाः स्थूलसूक्ष्मास्ततः परे ।
सूक्ष्मस्थूलास्ततः सूक्ष्माः सूक्ष्मसूक्ष्मास्ततः परे ।’’
तथा चोक्तं श्रीमदमृतचन्द्रसूरिभिः —
(वसंततिलका)
‘‘अस्मिन्ननादिनि महत्यविवेकनाटये
वर्णादिमान् नटति पुद्गल एव नान्यः ।
रागादिपुद्गलविकारविरुद्धशुद्ध-
चैतन्यधातुमयमूर्तिरयं च जीवः ।।’’
तथा हि —
૫૨ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-