[શ્લોકાર્થઃ] આ રીતે વિવિધ ભેદોવાળું પુદ્ગલ જોવામાં આવતાં, હે ભવ્યશાર્દૂલ!
(ભવ્યોત્તમ!) તું તેમાં રતિભાવ ન કર. ચૈતન્યચમત્કારમાત્રમાં (અર્થાત્ ચૈતન્યચમત્કારમાત્ર
આત્મામાં) તું અતુલ રતિ કર કે જેથી તું પરમશ્રીરૂપી કામિનીનો વલ્લભ થઈશ. ૩૮.
જે હેતુ ધાતુચતુષ્કનો તે કારણાણુ જાણવો;
સ્કંધો તણા અવસાનને વળી કાર્યપરમાણુ કહ્યો. ૨૫.
અન્વયાર્થઃ[पुनः] વળી [यः] જે [धातुचतुष्कस्य] (પૃથ્વી, પાણી, તેજ ને વાયુ
એ) ચાર ધાતુઓનો [हेतुः] હેતુ છે, [सः] તે [कारणम् इति ज्ञेयः] કારણપરમાણુ જાણવો;
[स्कन्धानाम्] સ્કંધોના [अवसानः] અવસાનને (છૂટા પડેલા અવિભાગી અંતિમ અંશને)
[कार्यपरमाणुः] કાર્યપરમાણુ [ज्ञातव्यः] જાણવો.
ટીકાઃઆ, કારણપરમાણુદ્રવ્ય અને કાર્યપરમાણુદ્રવ્યના સ્વરૂપનું કથન છે.
પૃથ્વી, જળ, તેજ ને વાયુ એ ચાર ધાતુઓ છે; તેમનો જે હેતુ છે તે
કારણપરમાણુ છે. તે જ (પરમાણુ), એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતા હોતાં, સમ કે વિષમ
બંધને અયોગ્ય એવો જઘન્ય પરમાણુ છેએમ અર્થ છે. એક ગુણ સ્નિગ્ધતા કે રૂક્ષતાની
(मालिनी)
इति विविधविकल्पे पुद्गले द्रश्यमाने
न च कुरु रतिभावं भव्यशार्दूल तस्मिन् ।
कुरु रतिमतुलां त्वं चिच्चमत्कारमात्रे
भवसि हि परमश्रीकामिनीकामरूपः ।।३८।।
धाउचउक्कस्स पुणो जं हेऊ कारणं ति तं णेयो ।
खंधाणं अवसाणं णादव्वो कज्जपरमाणू ।।२५।।
धातुचतुष्कस्य पुनः यो हेतुः कारणमिति स ज्ञेयः ।
स्कन्धानामवसानो ज्ञातव्यः कार्यपरमाणुः ।।२५।।
कारणकार्यपरमाणुद्रव्यस्वरूपाख्यानमेतत् ।
पृथिव्यप्तेजोवायवो धातवश्चत्वारः; तेषां यो हेतुः स कारणपरमाणुः । स एव
जघन्यपरमाणुः स्निग्धरूक्षगुणानामानन्त्याभावात् समविषमबंधयोरयोग्य इत्यर्थः ।
કહાનજૈનશાસ્ત્રમાળા ]
અજીવ અધિકાર
[ ૫૩