ઉપર, બે ગુણવાળાનો અને ચાર ગુણવાળાનો *સમબંધ થાય છે તથા ત્રણ ગુણવાળાનો
અને પાંચ ગુણવાળાનો *વિષમબંધ થાય છે,આ ઉત્કૃષ્ટ પરમાણુ છે. ગળતાં અર્થાત્
છૂટાં પડતાં પુદ્ગલદ્રવ્યોના અંતમાંઅવસાનમાં (અંતિમ દશામાં) સ્થિત તે કાર્યપરમાણુ છે
(અર્થાત્ સ્કંધો ખંડિત થતાં થતાં જે નાનામાં નાનો અવિભાગ ભાગ રહે તે કાર્યપરમાણુ
છે). (આમ) અણુઓના (પરમાણુઓના) ચાર ભેદ છેઃ કાર્ય, કારણ, જઘન્ય ને ઉત્કૃષ્ટ.
તે પરમાણુદ્રવ્ય સ્વરૂપમાં સ્થિત હોવાથી તેને વિભાવનો અભાવ છે, માટે (તેને) પરમ
સ્વભાવ છે.
એ જ રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૬૫ મી અને
૧૬૬મી ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ — ] પરમાણુ-પરિણામો, સ્નિગ્ધ હો કે રૂક્ષ હો, બેકી અંશવાળા હો કે
એકી અંશવાળા હો, જો સમાન કરતાં બે અધિક અંશવાળા હોય તો બંધાય છે; જઘન્ય
અંશવાળો બંધાતો નથી.
સ્નિગ્ધપણે બે અંશવાળો પરમાણુ ચાર અંશવાળા સ્નિગ્ધ (અથવા રૂક્ષ) પરમાણુ સાથે
બંધ અનુભવે છે; અથવા રૂક્ષપણે ત્રણ અંશવાળો પરમાણુ પાંચ અંશવાળા સાથે જોડાયો
થકો બંધાય છે.’’
स्निग्धरूक्षगुणानामनन्तत्वस्योपरि द्वाभ्याम् चतुर्भिः समबन्धः त्रिभिः पञ्चभिर्विषमबन्धः ।
अयमुत्कृष्टपरमाणुः । गलतां पुद्गलद्रव्याणाम् अन्तोऽवसानस्तस्मिन् स्थितो यः स
कार्यपरमाणुः । अणवश्चतुर्भेदाः कार्यकारणजघन्योत्कृष्टभेदैः । तस्य परमाणुद्रव्यस्य
स्वरूपस्थितत्वात् विभावाभावात् परमस्वभाव इति ।
तथा चोक्तं प्रवचनसारे —
‘‘णिद्धा वा लुक्खा वा अणुपरिणामा समा व विसमा वा ।
समदो दुराधिगा जदि बज्झंति हि आदिपरिहीणा ।।
णिद्धत्तणेण दुगुणो चदुगुणणिद्धेण बंधमणुभवदि ।
लुक्खेण वा तिगुणिदो अणु बज्झदि पंचगुणजुत्तो ।।’’
*સમબંધ એટલે બેકી ગુણવાળા પરમાણુઓનો બંધ અને વિષમબંધ એટલે એકી ગુણવાળા
પરમાણુઓનો બંધ. અહીં (ટીકામાં) સમબંધનું અને વિષમબંધનું એકેક ઉદાહરણ આપ્યું છે તે
પ્રમાણે બધાય સમબંધો અને વિષમબંધો સમજી લેવા.
૫૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-