Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 64 of 380
PDF/HTML Page 93 of 409

 

background image
ટીકાઃઆ, વ્યવહારકાળના સ્વરૂપનું અને તેના વિવિધ ભેદોનું કથન છે.
એક આકાશપ્રદેશે જે પરમાણુ રહેલો હોય તેને બીજો પરમાણુ મંદ ગતિથી ઓળંગે
તેટલો કાળ તે સમયરૂપ વ્યવહારકાળ છે. એવા અસંખ્ય સમયોનો નિમેષ થાય છે, અથવા
આંખ વિંચાય તેટલો કાળ તે નિમેષ છે. આઠ નિમેષની કાષ્ઠા થાય છે. સોળ કાષ્ઠાની કળા,
બત્રીશ કળાની ઘડી, સાઠ ઘડીનું અહોરાત્ર, ત્રીશ અહોરાત્રનો માસ, બે માસની ૠતુ, ત્રણ
ૠતુનું અયન અને બે અયનનું વર્ષ થાય છે. આમ આવલિ આદિ વ્યવહારકાળનો ક્રમ છે.
આ પ્રમાણે વ્યવહારકાળ સમય અને આવલિના ભેદથી બે પ્રકારે છે અથવા અતીત, અનાગત
અને વર્તમાનના ભેદથી ત્રણ પ્રકારે છે.
આ (નીચે પ્રમાણે), અતીત કાળનો વિસ્તાર કહેવામાં આવે છેઃ અતીત સિદ્ધોને
સિદ્ધપર્યાયના પ્રાદુર્ભાવસમયથી પહેલાં વીતેલો જે આવલિ આદિ વ્યવહારકાળ તે, તેમને
સંસાર-અવસ્થામાં જેટલાં સંસ્થાનો વીતી ગયાં તેમના જેટલો હોવાથી અનંત છે. (અનાગત
સિદ્ધોને મુક્તિ થતાં સુધીનો) અનાગત કાળ પણ અનાગત સિદ્ધોનાં જે મુક્તિપર્યંત અનાગત
व्यवहारकालस्वरूपविविधविकल्पकथनमिदम्
एकस्मिन्नभःप्रदेशे यः परमाणुस्तिष्ठति तमन्यः परमाणुर्मन्दचलनाल्लंघयति स
समयो व्यवहारकालः ताद्रशैरसंख्यातसमयैः निमिषः, अथवा नयनपुटघटनायत्तो
निमेषः निमेषाष्टकैः काष्ठा षोडशभिः काष्ठाभिः कला द्वात्रिंशत्कलाभिर्घटिका
षष्टिनालिकमहोरात्रम् त्रिंशदहोरात्रैर्मासः द्वाभ्याम् मासाभ्याम् ऋतुः ऋतु-
भिस्त्रिभिरयनम् अयनद्वयेन संवत्सरः इत्यावल्यादिव्यवहारकालक्रमः इत्थं समया-
वलिभेदेन द्विधा भवति, अतीतानागतवर्तमानभेदात् त्रिधा वा अतीतकालप्रपंचो-
ऽयमुच्यतेअतीतसिद्धानां सिद्धपर्यायप्रादुर्भावसमयात् पुरागतो ह्यावल्यादिव्यवहारकालः स
कालस्यैषां संसारावस्थायां यानि संस्थानानि गतानि तैः सद्रशत्वादनन्तः
अनागतकालोऽप्यनागतसिद्धानामनागतशरीराणि यानि तैः सद्रश इत्यामुक्ते : मुक्ते :
૧. પ્રાદુર્ભાવ = પ્રગટ થવું તે; ઉત્પન્ન થવું તે.
૨. સિદ્ધભગવાનને અનંત શરીરો વીતી ગયાં; તે શરીરો કરતાં સંખ્યાતગુણી આવલિઓ વીતી ગઈ.
માટે અતીત શરીરો પણ અનંત છે અને અતીત કાળ પણ અનંત છે. અતીત શરીરો કરતાં અતીત
આવલિઓ સંખ્યાતગુણી હોવા છતાં બન્ને અનંત હોવાથી બન્નેને અનંતપણાની અપેક્ષાએ સરખાં
કહ્યાં છે.
૬૪ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-