Niyamsar (Gujarati).

< Previous Page   Next Page >


Page 66 of 380
PDF/HTML Page 95 of 409

 

background image
અન્વયાર્થઃ[संप्रति] હવે, [जीवात्] જીવથી [पुद्गलतः च अपि] તેમ જ પુદ્ગલથી
પણ [अनंतगुणाः] અનંતગુણા [समयाः] સમયો છે; [च] અને [लोकाकाशे संति] જે
(કાલાણુઓ) લોકાકાશમાં છે, [सः] તે [परमार्थः कालः भवेत्] પરમાર્થ કાળ છે.
ટીકાઃઆ, મુખ્ય કાળના સ્વરૂપનું કથન છે.
જીવરાશિથી અને પુદ્ગલરાશિથી અનંતગુણા છે. કોણ? સમયો. કાલાણુઓ
લોકાકાશના પ્રદેશોમાં પૃથક્ પૃથક્ રહેલા છે, તે કાળ પરમાર્થ છે.
એવી રીતે (શ્રીમદ્ભગવત્કુંદકુંદાચાર્યદેવપ્રણીત) શ્રી પ્રવચનસારમાં (૧૩૮મી ગાથા
દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[ગાથાર્થઃ] કાળ તો અપ્રદેશી છે. પ્રદેશમાત્ર પુદ્ગલ-પરમાણુ આકાશદ્રવ્યના
પ્રદેશને મંદ ગતિથી ઓળંગતો હોય ત્યારે તે વર્તે છે અર્થાત્ નિમિત્તભૂતપણે પરિણમે
છે.’’
આમાં (આ પ્રવચનસારની ગાથામાં) પણ ‘સમય’ શબ્દથી મુખ્યકાલાણુનું સ્વરૂપ
કહ્યું છે.
વળી અન્યત્ર (આચાર્યવર શ્રીનેમિચંદ્રસિદ્ધાંતિદેવવિરચિત બૃહદ્દ્રવ્યસંગ્રહમાં ૨૨મી
ગાથા દ્વારા) કહ્યું છે કેઃ
जीवात् पुद्गलतोऽनंतगुणाश्चापि संप्रति समयाः
लोकाकाशे संति च परमार्थः स भवेत्कालः ।।३२।।
मुख्यकालस्वरूपाख्यानमेतत
जीवराशेः पुद्गलराशेः सकाशादनन्तगुणाः के ते ? समयाः कालाणवः लोका-
काशप्रदेशेषु पृथक् पृथक् तिष्ठन्ति, स कालः परमार्थ इति
तथा चोक्तं प्रवचनसारे
‘‘समओ दु अप्पदेसो पदेसमेत्तस्स दव्वजादस्स
वदिवददो सो वट्टदि पदेसमागासदव्वस्स ।।’’
अस्यापि समयशब्देन मुख्यकालाणुस्वरूपमुक्त म्
अन्यच्च
૬૬ ]
નિયમસાર
[ ભગવાનશ્રીકુંદકુંદ-