‘‘[ગાથાર્થઃ] લોકાકાશના એક એક પ્રદેશે જે એક એક કાલાણુ રત્નોના રાશિની માફક ખરેખર સ્થિત છે, તે કાલાણુઓ અસંખ્ય દ્રવ્યો છે.’’
વળી માર્ગપ્રકાશમાં પણ (શ્લોક દ્વારા) કહ્યું છે કેઃ
‘‘[શ્લોકાર્થઃ] કાળના અભાવમાં, પદાર્થોનું પરિણમન ન હોય; અને પરિણમન ન હોય તો, દ્રવ્ય પણ ન હોય તથા પર્યાય પણ ન હોય; એ રીતે સર્વના અભાવનો (શૂન્યનો) પ્રસંગ આવે.’’
વળી (૩૨મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ બે શ્લોક કહે છે)ઃ
[શ્લોકાર્થઃ] કુંભારના ચક્રની માફક (અર્થાત્ જેમ ઘડો થવામાં કુંભારનો ચાકડો નિમિત્ત છે તેમ), આ પરમાર્થકાળ (પાંચ અસ્તિકાયોની) વર્તનાનું નિમિત્ત છે. એના વિના, પાંચ અસ્તિકાયોને વર્તના (પરિણમન) હોઈ શકે નહિ. ૪૮.
[શ્લોકાર્થઃ] સિદ્ધાંતપદ્ધતિથી (શાસ્ત્રપરંપરાથી) સિદ્ધ એવાં જીવરાશિ, પુદ્ગલ-