(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर बुहम्मि दोसोज्झियम्मि वीरम्मि ।
कस्स किर रमइ दिट्ठी जडम्मि दोसायरे खत्थे ।।२१।।
અનુવાદ : હે જિનેન્દ્ર! જ્ઞાની, દોષરહિત અને વીર એવા આપને જોઈ લીધા
પછી કોની દ્રષ્ટિ ચન્દ્રમા તરફ રમે? અર્થાત્ આપનું દર્શન કરીને પછી કોઈને ય
ચન્દ્રમાના દર્શનની ઇચ્છા રહેતી નથી. કારણ કે તેનું સ્વરૂપ આપનાથી વિપરીત છે –
આપ જ્ઞાની છો, પરંતુ તે જડ (મૂર્ખ, શીતળ) છે. આપ દોષોજ્ઝિત અર્થાત્, અજ્ઞાનાદિ
દોષોથી રહિત છો. પરંતુ તે દોષાકર (દોષોની ખાણ, રાત્રિ કરનાર) છે તથા આપ
વીર અર્થાત્ કર્મશત્રુઓને જીતનાર સુભટ છો પરંતુ તે ખસ્થ (આકાશમાં સ્થિત)
અર્થાત્ ભયભીત થઈને આકાશમાં છુપાઈને રહેનાર છે. ૨૧.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर चिंतामणिकामधेणुकप्पतरु ।
खज्जोय व्व पहाए मज्झ मणे णिप्पहा जाया ।।२२।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મારા મનમાં ચિંતામણી, કામધેનુ
અને કલ્પવૃક્ષ પણ એવી રીતે કાન્તિહીન (ફીક્કા) થઈ ગયા છે જેમ પ્રભાત થઈ
જતાં આગિયા કાન્તિહીન થઈ જાય છે. ૨૨.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर रहसरसो मह मणम्मि जो जाओ ।
आणंदंसुमिसा सो तत्तो णीहरइ बहिरंतो ।।२३।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મારા મનમાં જે હર્ષરૂપ જળ
ઉત્પન્ન થયું છે તે જાણે હર્ષના કારણે ઉત્પન્ન થયેલ આંસુઓના બહાને અંદરની
બહાર જ નીકળી રહ્યું છે. ૨૩.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर कल्लाणपरंपरा पुरो पुरिसे ।
संचरइ अणाहूया वि ससहरे किरणमाल व्व ।।२४।।
૩૦૨[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ