અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં કલ્યાણની પરંપરા (સમૂહ)
બોલાવ્યા વિના જ પુરુષની આગળ એવી રીતે ચાલે છે જેમ ચન્દ્રમાની આગળ તેના
કિરણોનો સમૂહ ચાલે છે. ૨૪.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर दिसवल्लीओ फलंति सव्वाओ ।
इट्ठं अहुल्लिया वि हु वरिसइ सुण्णं पि रयणेहिं ।।२५।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં સર્વ દિશાઓરૂપ વેલ ફૂલો વિના
પણ ઇષ્ટ ફળ આપે છે તથા ખાલી આકાશ પણ રત્નોની વર્ષા કરે છે. ૨૫.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर भव्वो भयवज्जिओ हवे णवरं ।
गयणिद्दं चिय जायइ जोण्हापसरे सरे कुमुयं ।।२६।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં ભવ્ય જીવ સહસા ભય અને
નિદ્રાથી એ રીતે રહિત (પ્રબુદ્ધ) થઈ જાય છે, જેમ ચાંદનીનો વિસ્તાર થતાં સરોવરમાં
કુમુદ (સફેદકમળ) નિદ્રારહિત (પ્રફુલ્લિત) થઈ જાય છે. ૨૬.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर हियएणं मह सुहं समुल्लसियं ।
सरिणाहेणिव सहसा उग्गमिए पुण्णिमाइंदे ।।२७।।
અનુવાદ : હે જિનેન્દ્ર! આપનું દર્શન થતાં મારૂં હૃદય સહસા એવી રીતે
સુખપૂર્વક હર્ષ પામ્યું છે જેમ પૂર્ણિમાના ચન્દ્રનો ઉદય થતાં સમુદ્ર આનંદ (વૃદ્ધિ) પામે
છે. ૨૭.
(आर्या )
दिट्ठे तुमम्मि जिणवर दोहिमि चक्खूहिं तह सुही अहिय ।
हियए जह सहसच्छोहोमि त्ति मणोरहो जाओ ।।२८।।
અનુવાદ : હે જિનેન્દ્ર! બે જ આંખો વડે આપના દર્શન થતાં હું એટલો
બધો સુખી થયો છું કે જેથી મારા હૃદયમાં એવો મનોરથ ઉત્પન્ન થયો છે કે હું
સહસ્રાક્ષ (હજાર નેત્રોવાળો) અર્થાત્ ઇન્દ્ર બનીશ. ૨૮.
અધિકાર – ૧૪ઃ જિનવર સ્તવન ]૩૦૩