પરિણમીને તમે ક્યા જીવોના હૃદયમાં આશ્ચર્ય નથી કરતા? અર્થાત્ સર્વે જીવોને
આશ્ચર્યચકિત કરો છો.
વિશેષાર્થ : જિનેન્દ્ર ભગવાનની જે સમુદ્રના શબ્દ સમાન ગંભીર દિવ્યધ્વનિ ખરે
છે એ જ વાસ્તવમાં સરસ્વતીની સર્વોત્કૃષ્ટતા છે. એને જ ગણધરદેવ બાર અંગોમાં ગૂંથે
છે, તેમાં આ અતિશય વિશેષ છે કે જેનાથી તે સમુદ્રના શબ્દ સમાન અક્ષરમય ન હોવા
છતાં પણ શ્રોતાજનોનેે પોતપોતાની ભાષા સ્વરૂપે પ્રતીત થાય છે અને તેથી તેને સર્વભાષાત્મક
કહેવામાં આવે છે. ૧૪.
(वंशस्थ)
सचक्षुरप्येष जनस्त्वया विना यदन्ध एवेति विभाव्यते बुधैः ।
तदस्य लोयत्रितयस्य लोचनं सरस्वति त्वं परमार्थदर्शने ।।१५।।
અનુવાદ : હે સરસ્વતી! આ મનુષ્ય તમારા વિના આંખો સહિત હોવા છતાં
પણ વિદ્વાનો દ્વારા અંધ (અજ્ઞાની) જ ગણાય છે. તેથી ત્રણે લોકના પ્રાણીઓને યથાર્થ
તત્ત્વનું દર્શન (જ્ઞાન) કરાવવામાં તમે અનુપમ નેત્ર સમાન છો. ૧૫.
(वंशस्थ)
गिरा नरप्राणितमेति सारतां कवित्ववक्तृत्वगुणेन सा च गीः ।
इदं द्वयं दुर्लभमेव ते पुनः प्रसादलेशादपि जायते नृणाम् ।।१६।।
અનુવાદ : જેમ વાણી દ્વારા મનુષ્યોનું જીવન શ્રેષ્ઠત્વ પામે છે તેવી જ રીતે
તે વાણી પણ કવિત્વ અને વક્તૃત્વ ગુણો દ્વારા શ્રેષ્ઠતા પામે છે. આ બન્ને (કવિત્વ
અને વકતૃત્વ) જો કે દુર્લભ જ છે, તો પણ હે દેવી! તારી થોડીક પ્રસન્નતાથી ય
તે બન્ને ગુણ મનુષ્યોને પ્રાપ્ત થઈ જાય છે. ૧૬.
(वंशस्थ)
नृणां भवत्संनिधिसंस्कृतं श्रवो विहाय नान्यद्धितमक्षयं च तत् ।
भवेद्विवेकार्थमिद परं पुनर्विमूढतार्थं विषयं स्वमर्पयत् ।।१७।।
અનુવાદ : હે સરસ્વતી! તમારી સમીપતાથી સંસ્કાર પામેલા શ્રવણ (કાન)
સિવાય મનુષ્યોનું બીજું કોઈ અવિનશ્વર હિત નથી. તમારી સમીપતાથી સંસ્કાર
પામેલ આ શ્રવણ વિવેકનું કારણ થાય છે અને પોતાને વિષય તરફ પ્રવૃત્તિ
કરાવનારા બીજું શ્રવણ અવિવેકનું કારણ થાય છે.
અધિકાર – ૧૫ઃ શ્રુતદેવતા સ્તુતિ ]૩૧૧