Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 12-14 (15. Shrutdevata Stuti).

< Previous Page   Next Page >


Page 310 of 378
PDF/HTML Page 336 of 404

 

background image
(वंशस्थ)
विधाय मातः प्रथमं त्वदाश्रयं श्रयन्ति तन्मोक्षपदं महर्षयः
प्रदीपमाश्रित्य गृहे तमस्तते यदीप्सितं वस्तु लभेत मानवः ।।१२।।
અનુવાદ : હે માતા! મહામુનિ જ્યારે પહેલાં તારૂં અવલંબન લે છે ત્યારે
જ તે મોક્ષપદનો આશ્રય લે છે. બરાબર છેમનુષ્ય અંધકારથી વ્યાપ્ત ઘરમાં દીપકનો
આશ્રય લઈને જ ઇચ્છિત વસ્તુ પ્રાપ્ત કરે છે. ૧૨.
(वंशस्थ)
त्वयि प्रभूतानि पदानि देहिनां पदं तदेकं तदपि पयच्छसि
समस्तशुक्लापि सुवर्णविग्रहा त्वमत्र मातः कृतचित्रचेष्टिता ।।१३।।
અનુવાદ : હે માતા! તમારા વિષયમાં પ્રાણીઓનાં અનેક પદ છે, અર્થાત્ પ્રાણી
અનેક પદો દ્વારા તમારી સ્તુતિ કરે છે, તો પણ તમે તેમને તે એક જ પદ (મોક્ષ) આપો
છો. તમે સમ્પૂર્ણ રીતે શ્વેત હોવા છતાં પણ ઉત્તમ વર્ણમય (અકારાદિ અક્ષર સ્વરૂપ)
શરીરવાળા છો. હે દેવી! તમારી આ પ્રવૃત્તિ અહીં આશ્ચર્ય ઉત્પન્ન કરે છે.
વિશેષાર્થ : સરસ્વતી પાસે મનુષ્યનાં અનેક પદ છે, પરંતુ તે તેમને એક જ પદ
આપે છે; આ રીતે જો કે અહીં શબ્દથી વિરોધ લાગે છે, પરંતુ યથાર્થપણે વિરોધ નથી. કારણ
એ કે અહીં ‘પદ’ શબ્દના બે અર્થ છે.
શબ્દ અને સ્થાન. તેથી અહીં એ ભાવ નીકળે છે કે
મનુષ્ય અનેક શબ્દો દ્વારા જે સરસ્વતીની સ્તુતિ કરે છે તેથી તે તેમને અદ્વિતીય મોક્ષપદનું પ્રદાન
કરે છે. એવી જ રીતે સરસ્વતી પૂર્ણપણે ધવલ (શ્વેત) છે તે સુવર્ણ જેવા શરીરવાળી કેવી રીતે
હોઈ શકે? એ પણ જો કે વિરોધ લાગે છે, પરંતુ વાસ્તવમાં વિરોધ અહીં કાંઈ પણ નથી.
કારણ એ કે શુક્લ શબ્દથી અભિપ્રાય અહીં નિર્મળનો અને વર્ણ શબ્દથી અભિપ્રાય અકારાદિ
અક્ષરોનો છે. તેથી જ એનો ભાવ એ થયો કે અકારાદિ ઉત્તમ વર્ણોરૂપ શરીરવાળી તે સરસ્વતી
પૂર્ણપણે નિર્મળ છે. ૧૩.
(वंशस्थ)
समुद्रघोषाकृतिरर्हति प्रभौ यदा त्वमुत्कर्षमुपागता भृशम्
अशेषभाषात्मतया त्वया तदा कृतं न केषां हृदि मातरद्भुतम् ।।१४।।
અનુવાદ : હે માતા! જ્યારે તમે અર્હંત્ ભગવાનના વિષયમાં સમુદ્રના શબ્દ
સમાન આકાર ધારણ કરીને અતિશય ઉત્કર્ષ પામો છો ત્યારે સમસ્ત ભાષાઓમાં
૩૧૦[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ