(वंशस्थ)
भवत्कला यत्र न वाणि मानुषे न वेत्ति शास्त्रं स चिरं पठन्नपि ।
मनागपि प्रीतियुतेन चक्षुषा यमीक्षसे कैर्न गुणैः स भूष्यते ।।८।।
અનુવાદ : હે વાણી! જે મનુષ્યમાં આપની કળા નથી તે ચિરકાળ સુધી
વાંચવા છતાં પણ શાસ્ત્ર જાણી શકતો નથી અને તમે જેની તરફ પ્રીતિયુક્ત નેત્રથી
જરાક પણ દેખો છો તે ક્યા ક્યા ગુણોથી વિભૂષિત નથી થતા? અર્થાત્ તે અનેક
ગુણોથી સુશોભિત થઈ જાય છે. ૮.
(वंशस्थ)
स सर्ववित्पश्यति वेत्ति चाखिलं न वा भवत्या रहितो ऽपि बुध्यते ।
तदत्र तस्यापि जगत्त्रयप्रभोस्त्वमेव देवि प्रतिपत्तिकारणम् ।।९।।
અનુવાદ : હે દેવી! જે સર્વજ્ઞ સમસ્ત પદાર્થોને દેખે અને જાણે છે તે પણ
તમારા વિના રહીને નથી દેખતા – જાણતા. તેથી ત્રણે લોકના અધિપતિ તે સર્વજ્ઞને
પણ જ્ઞાનનું કારણ તમે જ છો. ૯.
(वंशस्थ)
चिरादतिक्लेशशतैर्भवाम्बुधौ परिभ्रमन् भूरि नरत्वमश्नुते ।
तनूभृदेतत्पुरुषार्थसाधनं त्वया विना देवि पुनः प्रणश्यति ।।१०।।
અનુવાદ : હે દેવી! દીર્ઘકાળથી સંસારરૂપ સમુદ્રમાં પરિભ્રમણ કરતાં પ્રાણી
સેંકડો મહાન કષ્ટો સહન કરીને પુરુષાર્થ (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ)ના સાધનરૂપ
જે મનુષ્યપર્યાય પ્રાપ્ત કરે છે તે પણ તારા વિના નષ્ટ થઈ જાય છે. ૧૦.
(वंशस्थ)
कदाचिदम्ब त्वदनुग्रहं विना श्रुते ह्यधीते ऽपि न तत्त्वनिश्चयः ।
ततः कुतः पुंसि भवद्विवेकिता त्वया विमुक्तस्य तु जन्म निष्फलम् ।।११।।
અનુવાદ : હે માતા! જો કદાચ મનુષ્ય તારા અનુગ્રહ વિના શાસ્ત્રનું અધ્યયન
પણ કરે તો પણ તેને તત્ત્વનો નિશ્ચય થઈ શકતો નથી. તો આવી અવસ્થામાં ભલા
તેને વિવેક બુદ્ધિ ક્યાંથી થઈ શકે? અર્થાત્ થઈ શકતી નથી. હે દેવી! તારા વિના
તો પ્રાણીનો જન્મ નિષ્ફળ થાય છે. ૧૧.
અધિકાર – ૧૫ઃ શ્રુતદેવતા સ્તુતિ ]૩૦૯