કે તેના પ્રસાદથી જેવી રીતે દ્રષ્ટિયુક્ત મનુષ્ય પદાર્થનું જ્ઞાન પ્રાપ્ત કરે છે તેવી જ રીતે દ્રષ્ટિહીન
(અંધ) મનુષ્ય પણ તેના દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરે છે. ત્યાં સુધી કે સરસ્વતીની ઉત્કર્ષતાથી
કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને જીવ સમસ્ત વિશ્વને પણ દેખવામાં સમર્થ બની જાય છે કે જે દીપક
દ્વારા સંભવ નથી. ૫.
રહ્યા છે. છતાં પણ એ ક્ષણ વાર માટે અતિશય અનભ્યસ્ત જેવો (પરિચય ન હોય
તેવો) જ પ્રતિભાસે છે.
સંકુચિત થવાથી થોડા જ મનુષ્ય તેના ઉપરથી આવી જઈ શકે છે, એક સાથે અનેક માણસો નહિ.
પરંતુ સરસ્વતીનો માર્ગ આકાશ સમાન નિર્મળ અને વિશાળ છે. જેમ આકાશ માર્ગે જો કે અનેક
વિબુધ (દેવો) અને પક્ષી આદિ એકી સાથે પ્રતિદિન નિર્બાધપણે ગમનાગમન કરે છે, તો પણ તે
તૂટ-ફૂટથી રહિત હોવાને કારણે વિકૃત થતો નથી, અને તેથી એવું લાગે છે કે જાણે અહીંથી કોઈનો
સંચાર જ થયો નથી. એવી જ રીતે સરસ્વતીનો પણ માર્ગ એટલો વિશાળ છે કે તેના ઉપરથી
અનેક વિદ્વાનો કેટલે ય દૂર કેમ ન જાય છતાં પણ તેનો ન તો અંત આવે છે અને ન તેમાં કોઈ
પ્રકારનો વિકાર પણ થઈ જાય છે. તેથી તે સદાય અક્ષુણ્ણ બની રહે છે. ૬.
પણ શીઘ્ર પ્રાપ્ત થઈ જાય છે કે જેને મહાત્મા મુનિજનો તીવ્ર તપશ્ચરણ દ્વારા દેખી
શકે છે. ૭.