Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 3-5 (15. Shrutdevata Stuti).

< Previous Page   Next Page >


Page 307 of 378
PDF/HTML Page 333 of 404

 

background image
ન ચન્દ્રપ્રકાશ સમાન જડતા ય કરે છે, પરંતુ તે લોકોનો સંતાપ નષ્ટ કરીને તેમની જડતા (અજ્ઞાન)
પણ દૂર કરે છે. એ સિવાય તે જેવી રીતે બાહ્ય પદાર્થોને પ્રકાશિત કરે છે તેવી જ રીતે અંતઃતત્ત્વને
પણ પ્રગટ કરે છે. તેથી તે સરસ્વતીનું તેજ સૂર્ય અને ચન્દ્રના તેજની અપેક્ષાએ અધિક શ્રેષ્ઠ હોવાના
કારણે સ્તુતિ કરવા યોગ્ય છે. ૨.
(वंशस्थ)
तव स्तवे यत्कविरस्मि सांप्रतं भवत्प्रसादादपि लब्धपाटवः
सवित्रि गङ्गासरिते ऽर्घदायको भवामि तत्तज्जलपूरिताञ्जलिः ।।।।
અનુવાદ : હે સરસ્વતી માતા! તારા જ પ્રસાદથી નિપુણતા પ્રાપ્ત કરીને જે
હું આ વખતે તારી સ્તુતિના વિષયમાં કવિ થયો છું અર્થાત્ કવિતા કરવાને ઉદ્યત
થયો છું તે આ પ્રમાણે છે કે જેમ જાણે હું ગંગા નદીનું પાણી ખોબામાં ભરીને
તેનાથી તે જ ગંગા નદીને અર્ઘ્ય આપવા માટે જ ઉદ્યત થયો હોઉં. ૩.
(वंशस्थ)
श्रुतादिकेवल्यपि तावकीं श्रियं स्तुवन्नशक्तो ऽहमिति प्रपद्यते
जयेति वर्णद्वयमेव मादृशा वदन्ति यद्देवि तदेव साहसम् ।।।।
અનુવાદ : હે દેવી! જ્યારે તારી લક્ષ્મીની સ્તુતિ કરતાં શ્રુતકેવળીઓ પણ
એ સ્વીકાર કરે છે કે ‘અમે સ્તુતિ કરવામાં અસમર્થ છીએ’ તો પછી મારા જેવો
અલ્પજ્ઞ મનુષ્ય જે તારા વિષયમાં ‘જય’ અર્થાત્ ‘તું જયવંત હો’ એવા બે જ અક્ષર
કહે છે તેને પણ સાહસ જ સમજવું જોઈએ. ૪.
(वंशस्थ)
त्वमत्र लोकत्रयसद्मनि स्थिता प्रदीपिका बोधमयी सरस्वती
तदन्तरस्थाखिलवस्तुसंचयं जनाः प्रपश्यन्ति सदृष्टयो ऽप्यतः ।।।।
અનુવાદ : હે સરસ્વતી! તમે ત્રણ લોકરૂપ ભવનમાં સ્થિત તે જ્ઞાનમય દીપક
છો કે જેના દ્વારા દ્રષ્ટિહીન (અંધ) મનુષ્યોની સાથે દ્રષ્ટિયુક્ત (દેખતા) મનુષ્ય પણ
ઉક્ત ત્રણે લોકરૂપ ભવનમાં સ્થિત સમસ્ત વસ્તુઓના સમૂહને દેખે છે.
વિશેષાર્થ : અહીં સરસ્વતીને દીપકની ઉપમા આપીને તેનાથી પણ કાંઈક વિશેષતા
પ્રગટ કરવામાં આવી છે. તે આ રીતેદીપક દ્વારા કેવળ સદ્રષ્ટિ (આંખોવાળા) પ્રાણીઓને જ
અધિકાર૧૫ઃ શ્રુતદેવતા સ્તુતિ ]૩૦૭