૧૫. શ્રુતદેવતા સ્તુતિ
[१५. श्रुतदेवतास्तुति ]
(वंशस्थ)
जयत्यशेषामरमौलिलालितं सरस्वति त्वत्पदपङ्कजद्वयम् ।
हृदि स्थितं यज्जनजाडयनाशनं रजोविमुक्तं श्रयतीत्यपूर्वताम् ।।१।।
અનુવાદ : હે સરસ્વતી! જે તારાં બન્ને ચરણ-કમળ હૃદયમાં સ્થિત થઈને
લોકોની જડતા (અજ્ઞાન) નષ્ટ કરનાર તથા રજ (પાપરૂપ ધૂળ) રહિત થતાં થકાં
તે જડ અને ધૂળવાળા કમળની અપેક્ષાએ અપૂર્વતા (વિશેષતા) પામે છે તે તારાં બન્ને
ચરણકમળ સર્વ દેવોના મુકુટોથી સ્પર્શિત થયા થકા જયવંત હો. ૧.
(वंशस्थ)
अपेक्षते यन्न दिनं न यामिनीं न चान्तरं नैव बहिश्च भारति ।
न तापकृज्जाडयकरं न तन्महः स्तुवे भवत्याः सकलप्रकाशकम् ।।२।।
અનુવાદ : હે સરસ્વતી! જે તારૂં તેજ ન દિવસની અપેક્ષા રાખે છે કે ન
રાત્રિની ય અપેક્ષા રાખે છે, ન અભ્યંતરની અપેક્ષા રાખે છે અને ન બાહ્યની પણ
અપેક્ષા રાખે છે, તથા ન સંતાપ કરે છે ન જડતા પણ કરે છે; તે સમસ્ત પદાર્થોને
પ્રકાશિત કરનાર તારા તેજની હું સ્તુતિ કરૂં છું.
વિશેષાર્થ :ó અભિપ્રાય એ છે કે સરસ્વતીનું તેજ સૂર્ય અને ચન્દ્રના તેજની અપેક્ષાએ
અધિક શ્રેષ્ઠ છે. એનું કારણ એ છે કે સૂર્યનું તેજ જ્યાં દિવસની અપેક્ષા રાખે છે ત્યાં ચન્દ્રમાનું
તેજ રાત્રિની અપેક્ષા રાખે છે, એવી જ રીતે સૂર્યનું તેજ જો સંતાપ કરે છે તો ચન્દ્રનું તેજ જડતા
(શીતળતા) કરે છે. એ સિવાય આ બન્નેય તેજ કેવળ બાહ્ય અર્થને અને તેને પણ અલ્પ માત્રામાં
જ પ્રકાશિત કરે છે, નહિ કે અંતઃ તત્ત્વને. પરંતુ સરસ્વતીનું તેજ દિવસ અને રાત્રિની અપેક્ષા ન
કરતાં સર્વદા વસ્તુઓને પ્રકાશિત કરે છે. તે ન તો સૂર્યપ્રકાશ સમાન મનુષ્યને સંતપ્ત કરે છે અને
૩૦૬