અનુવાદ : હે વાગધિદેવતે! લોકોના ચિત્તમાં જે અંધકાર (અજ્ઞાન) સ્થિત
છે તે સૂર્ય અને ચન્દ્રનો વિષય નથી અર્થાત્ તેને ન તો સૂર્ય નષ્ટ કરી શકે છે અને
ન ચન્દ્ર પણ. પરંતુ હે દેવી! તેને (અજ્ઞાન અંધકારને) તું નષ્ટ કરે છે. તેથી તને
‘ઉત્તમ જ્યોતિ’ અર્થાત્ સૂર્ય – ચન્દ્રથી પણ શ્રેષ્ઠ દીપ્તિ ધારણ કરનાર કહેવામાં આવે
છે. ૨૦.
(वंशस्थ)
जिनेश्वरस्वच्छसरः सरोजिनी त्वमङ्गपूर्वादिसरोजराजिता ।
गणेशहंसव्रजसेविता सदा करोषि केषां न मुदं परामिह ।।२१।।
અનુવાદ : હે સરસ્વતી! તમે જિનેન્દ્રરૂપ સરોવરની કમલિની થઈને
અંગપૂર્વાદિરૂપ કમળોથી શોભાયમાન અને નિરંતર ગણધરરૂપ હંસોના સમૂહની સેવા
પામતી થકી અહીં ક્યા જીવોને ઉત્કૃષ્ટ હર્ષ નથી આપતી? અર્થાત્ સર્વ જીવોને
આનંદિત કરો છો. ૨૧.
(वंशस्थ)
परात्मतत्त्वप्रतिपत्तिपूर्वकं परं पदं यत्र सति प्रसिद्धयति ।
कियत्ततस्ते स्फु रतः प्रभावतो नृपत्वसौभाग्यवराङ्गनादिकम् ।।२२।।
અનુવાદ : હે દેવી! જ્યાં તારા પ્રભાવથી આત્મા અને પર (શરીરાદિ)નું
જ્ઞાન થઈ જવાથી પ્રાણીને ઉત્કૃષ્ટ પદ (મોક્ષ) સિદ્ધ થઈ જાય છે ત્યાં તે તારા
દેદીપ્યમાન પ્રભાવ આગળ રાજાપણું, સૌભાગ્ય અને સુંદર સ્ત્રી આદિ શી વસ્તુ છે?
અર્થાત્ કાંઈ પણ નથી.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જિનવાણીની ઉપાસનાથી જીવને હિત અને અહિતનો
વિવેક ઉત્પન્ન થાય છે અને એથી તેને સર્વોત્કૃષ્ટ મોક્ષપદ પણ પ્રાપ્ત થઈ જાય છે. આવી અવસ્થામાં
તેની ઉપાસનાથી રાજ્યપદ આદિ પ્રાપ્ત થવામાં ભલા શી કઠિનાઈ હોય? કાંઈ પણ નહિ. ૨૨.
(वंशस्थ)
त्वदङ्ध्रिपद्मद्बयभक्तिभाविते तृतीयमुन्मीलति बोधलोचनम् ।
गिरामधीशे सह केवलेन यत् समाश्रितं स्पर्धमिवेक्षते ऽखिलम् ।।२३।।
અનુવાદ : હે વચનોની અધીશ્વરી! જે તારા બન્ને ચરણોરૂપ કમળોની
અધિકાર – ૧૫ઃ શ્રુતદેવતા સ્તુતિ ]૩૧૩