ભક્તિથી પરિપૂર્ણ છે તેને પૂર્ણ શ્રુતજ્ઞાનરૂપ તે ત્રીજું નેત્ર પ્રગટ થાય છે કે જે જાણે
કેવળજ્ઞાન સાથે સ્પર્ધા પામીને જ તેના વિષયભૂત સમસ્ત વિશ્વને દેખે છે.
વિશેષાર્થ : અભિપ્રાય એ છે કે જિનવાણીની આરાધનાથી દ્વાદશાંગરૂપ પૂર્ણ શ્રુતનું જ્ઞાન
પ્રાપ્ત થાય છે જે વિષયની અપેક્ષાએ કેવળજ્ઞાનની સમાન જ છે. વિશેષતા બન્નેમાં કેવલ એ જ
છે કે જ્યાં શ્રુતજ્ઞાન તે બધા પદાર્થોને પરોક્ષ (અવિશદ) સ્વરૂપે જાણે છે. ત્યાં કેવળજ્ઞાન તેમને
પ્રત્યક્ષ (વિશદ) સ્વરૂપે જાણે છે. આ જ વાતને લક્ષ્યમાં રાખીને એમ કહેવામાં આવ્યું છે કે તે
શ્રુતજ્ઞાનરૂપ ત્રીજું નેત્ર જાણે કેવળજ્ઞાન સાથે સ્પર્ધા જ કરે છે. ૨૩.
(वंशस्थ)
त्वमेव तीर्थं शुचिबोधवारिमत् समस्तलोकत्रयशुद्धिकारणम् ।
त्वमेव चानन्दसमुद्रवर्धने मृगाङ्कमूर्तिः परमार्थदर्शिनाम् ।।२४।।
અનુવાદ : હે દેવી! નિર્મળ જ્ઞાનરૂપજળથી પરિપૂર્ણ તમે જ તે તીર્થ છો કે જે
ત્રણે લોકના સમસ્ત પ્રાણીઓને શુદ્ધ કરે છે. તથા તત્ત્વના યથાર્થસ્વરૂપને દેખનાર જીવોના
આનન્દરૂપ સમુદ્રને વધારવામાં ચન્દ્રમાની મૂર્તિ ધારણ કરનાર પણ તમે જ છો. ૨૪.
(वंशस्थ)
त्वयादिबोधः खलु संस्कृतो व्रजेत् परेषु बोधेष्वखिलेसु हेतुताम् ।
त्वमक्षि पुंसामतिदूरदर्शने त्वमेव संसारतरोः कुठारिका ।।२५।।
અનુવાદ : હે વાણી! તમારા દ્વારા સંસ્કાર પામેલ પ્રથમજ્ઞાન (મતિજ્ઞાન)
અથવા અક્ષરબોધ બીજા સમસ્ત (શ્રુતજ્ઞાનાદિ) જ્ઞાનોમાં કારણ બને છે. હે દેવી!
તમે મનુષ્યોને દૂર ક્ષેત્રે રહેલી વસ્તુઓ દેખાડવામાં નેત્ર સમાન બનીને તેમનું સંસારરૂપ
વૃક્ષ કાપવા માટે કુહાડીનું કામ કરો છો. ૨૫.
(वंशस्थ)
यथाविधानं त्वमनुस्मृता सती गुरूपदेशो ऽयमवर्णभेदतः ।
न ताः श्रियस्ते न गुणा न तत्पदं यच्छसि प्राणभृते न यच्छुभे ।।२६।।
અનુવાદ : હે શુભે! જે પ્રાણી તારૂં વિધિપૂર્વક સ્મરણ કરે છે – અધ્યયન કરે
છે – તેને એવી કોઈ લક્ષ્મી નથી, એવા કોઈ ગુણ નથી તથા એવું કોઈ પદ નથી,
જેને તું વર્ણભેદ વિના – બ્રાહ્મણત્વ આદિની અપેક્ષા ન કરતાં – ન આપતી હો. આ ગુરુનો
૩૧૪[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ