ઉપદેશ છે. અભિપ્રાય એ છે કે તું તારૂં સ્મરણ કરનારા (જિનવાણીના ભક્તો)ને
સમાનરૂપે અનેક પ્રકારની લક્ષ્મી, અનેક ગુણો અને ઉત્તમપદનું પ્રદાન કરે છે. ૨૬.
(वंशस्थ)
अनेकजन्मार्जितपापपर्वतो विवेकवज्रेण स येन भिद्यते ।
भवद्वपुःशास्त्रघनान्निरेति तत्सदथवाक्यामृतभारमेदुरात् ।।२७।।
અનુવાદ : હે ભારતી! જે વિવેકરૂપ વજ્રદ્વારા અનેક જન્મોમાં કમાયેલ તે
પાપરૂપ પર્વત ખંડિત કરાય છે તે વિવેકરૂપ વજ્ર સમીચીન અર્થ સંપન્ન વાક્યો રૂપ
અમૃતના ભારથી પરિપૂર્ણ એવા તારા શ્રુતમય શરીર મેઘ વડે પ્રગટે છે.
વિશેષાર્થ : અહીં વિવેકમાં વજ્રનો આરોપ કરીને એમ બતાવવામાં આવ્યું છે કે જેવી
રીતે વજ્ર દ્વારા મોટા મોટા પર્વત ખંડિત કરવામાં આવે છે તેવી જ રીતે વિવેકરૂપ વજ્ર દ્વારા
બળવાન્ કર્મરૂપ પર્વત નષ્ટ કરવામાં આવે છે. વજ્ર જેમ જળ ભરપૂર વાદળામાં ઉત્પન્ન થાય છે
તેવી જ રીતે આ વિવેક પણ સમીચીન અર્થના બોધક વાક્યરૂપ જળથી પરિપૂર્ણ એવા સરસ્વતીના
શરીરભૂત શાસ્ત્રરૂપ મેઘમાંથી ઉત્પન્ન થાય છે. તાત્પર્ય એ છે કે જિનવાણીના પરિશીલનથી તે
વિવેકબુદ્ધિ પ્રગટ થાય છે જેના પ્રભાવથી નવીન કર્મોનો સંવર અને પૂર્વસંચિત કર્મોની નિર્જરા થઈને
અવિનશ્વર સુખ પ્રાપ્ત થઈ જાય છે. ૨૭.
(वंशस्थ)
तमांसि तेजांसि विजित्य वाङ्मयं प्रकाशयद्यत्परमं महन्महः ।
न लुप्यते तैर्न च तैः प्रकाश्यते स्वतः प्रकाशात्मकमेव नन्दतु ।।२८।।
અનુવાદ : શબ્દમય શાસ્ત્ર (દ્રવ્યશ્રુત) અંધકાર અને તેજ (સૂર્ય – ચન્દ્રાદિની
પ્રભા) ને જીતી ને જે ઉત્કૃષ્ટ મહાન્ તેજ પ્રગટ કરે છે તે ન અંધકાર દ્વારા લુપ્ત
કરી શકાય છે અને ન અન્ય તેજ દ્વારા પ્રકાશિત પણ કરી શકાય છે. તે
સ્વસંવેદનસ્વરૂપ તેજ વૃદ્ધિ પામો.
વિશેષાર્થ : જિનવાણીના અભ્યાસથી અજ્ઞાનભાવ નષ્ટ થઈને કેવળજ્ઞાનરૂપ જે અપૂર્વ
જ્યોતિ પ્રગટ થાય છે તે સૂર્ય – ચન્દ્રાદિના પ્રકાશની અપેક્ષાએ ઉત્કૃષ્ટ છે. એનું કારણ એ છે કે
સૂર્ય – ચન્દ્રાદિનો પ્રકાશ નિયમિત (ક્રમશઃ દિવસ અને રાત્રિ) સમયમાં રહીને સીમિત પદાર્થોને જ
પ્રગટ કરે છે. પરંતુ તે કેવળજ્ઞાનરૂપ પ્રકાશ દિવસ અને રાત્રિની અપેક્ષા ન કરતાં – સર્વકાળે રહીને –
ત્રણે લોક અને ત્રણે કાળનાં સમસ્ત પદાર્થોને પ્રગટ કરે છે. આ કેવળજ્ઞાનરૂપ પ્રકાશને નષ્ટ કરવામાં
અંધકાર (કર્મ) સમર્થ નથી – તે સ્વ – પરપ્રકાશકસ્વરૂપે સદા સ્થિર રહે છે. ૨૮.
અધિકાર – ૧૫ઃ શ્રુતદેવતા સ્તુતિ ]૩૧૫
૩૦૩