Padmanandi Panchvinshati (Gujarati). Prakashakiy Nivedan (Pratham Avrutti Prasange).

< Previous Page   Next Page >


PDF/HTML Page 5 of 404

 

background image
‘પદ્મનંદિપંચવિંશતિ’ના પ્રકાશન પ્રસંગે
પ્રકાશકીય નિવેદન
આ ‘પદ્મનંદિપંચવિંશતિ’ (ગુજરાતી ભાષાંતર સહિત) પ્રકાશિત કરતાં અતિ હર્ષ થાય
છે. આ ગ્રંથની રચના વિક્રમની ૧૧મી સદીમાં થઈ હોય તેમ સંભવે છે. અનેક જૂની પ્રતોના
આધારે પ્રો૦ એ. એન. ઉપાધ્યે અને પ્રો૦ હીરાલાલ જૈને આ ગ્રન્થનું સંપાદન કરેલ અને તેનો
હિંદી ભાષામાં અનુવાદ પં. બાલચંદ્ર સિદ્ધાન્તશાસ્ત્રીએ કરેલ, જે ‘જીવરાજ ગ્રંથમાલા’માં પ્રકાશિત
થયેલ તેના ઉપરથી આ ગુજરાતી ભાષાંતર બ્ર૦ વ્રજલાલ ગિરધરલાલ શાહે (વઢવાણ શહેર)
કરી આપેલ છે. બ્રહ્મચારી ભાઈ શ્રી વજુભાઈએ આ ઉપરાંત બીજાં અનેક શાસ્ત્રોનાં ભાષાંતર
નિસ્પૃહપણે કરેલ છે. તે બદલ તેઓ ધન્યવાદને પાત્ર છે.
આ શાસ્ત્રના શ્લોકનાં, ઉદ્ધરણ અનેક દિગંબર શાસ્ત્રોમાં જોવામાં આવે છે, તેથી એમ
ફલિત થાય છે કે તેમના પછી થયેલ દિગંબર સંતોએ આ શાસ્ત્રને આધારભૂત ગણ્યું છે.
વર્તમાનમાં પણ આ શાસ્ત્રના અનેક શ્લોકો વિદ્વદ્વર્ગમાં અતિશય પ્રચલિત છે.
પ્રસ્તુત શાસ્ત્ર પદ્મનંદિસ્વામી વિરચિત છવ્વીસ લઘુ ગ્રંથોનો સંગ્રહ છે. પ્રત્યેક ગ્રંથમાં
વિષયને અનુસરીને નૈતિક અને ધાર્મિક રીતે વિષયનું માર્મિક પ્રતિપાદન કરવામાં આવ્યું છે. જેનો
રસાસ્વાદ સ્વાધ્યાયપૂર્વક કરવા વાચકવર્ગને ભલામણ છે. પ્રતિપાદનની શૈલી ઘણી જ સરળ અને
રુચિકર છે. બે સ્તુતિ (૧૩-૧૪) પ્રાકૃત ભાષામાં રચેલી છે. બાકીની તમામ રચના સંસ્કૃત
શ્લોકોમાં છે. કુલ ૯૩૯ પદોનો સંગ્રહ આ ગ્રંથમાં છે.
આ ગ્રન્થ, શ્રી જીવરાજ ગ્રંથમાલા પ્રકાશિત હિંદી અનુવાદ પરથી, ગુજરાતી મુમુક્ષુ
સમાજને માતૃભાષામાં સમજી શકાય તે હેતુથી, પ્રકાશિત કરવામાં આવેલ છે, તેથી ઉક્ત
ગ્રંથમાલાના અધિકારીવર્ગનો તથા હિંદી અનુવાદકનો આભાર માનવામાં આવે છે. ગુજરાતી
ભાષાંતર સહિત આ શાસ્ત્ર પ્રથમવાર આ પહેલાં શ્રી વીતરાગ સત્સાહિત્ય પ્રસારક ટ્રસ્ટ,
ભાવનગરથી પ્રકાશિત થયેલ છે.
પરમપૂજ્ય ગુરુદેવશ્રી કાનજીસ્વામીના તથા તદ્ભક્ત પ્રશમમૂર્તિ પૂજ્ય બહેનશ્રી ચંપાબેનના
ધર્મોપકારપ્રતાપે મુમુક્ષુ સમાજમાં અધ્યાત્મતત્ત્વની રુચિનો પ્રસાર ઘણો થયેલ છે. મુમુક્ષુઓની
રુચિના પોષણ અર્થે આ ટ્રસ્ટ દ્વારા અધ્યાત્મપ્રધાન શાસ્ત્રોનાં પ્રકાશનનું કાર્ય અવિરતપણે પ્રવર્તી
રહ્યું છે. તે અંતર્ગત શ્રી ‘પદ્મનંદિ
પંચવિંશતિ’ ગુજરાતી ભાષાંતરની આ આવૃત્તિ પ્રસિદ્ધ થઈ રહી
છે. વર્તમાનમાં જે કાંઈ પભાવના, અને અનેક જીવોની આધ્યાત્મિક વિષયમાં રુચિ થઈ છે તે
પૂજ્ય ગુરુદેવ અને પૂજ્ય ભગવતી માતા (બહેનશ્રી ચંપાબેન)ના ધર્મોપકારને જ આભારી છે.
[ ૩ ]