અંતમાં આ પવિત્ર શાસ્ત્ર – ‘‘જેને આત્મજ્ઞ સત્પુરુષ શ્રી રાજચંદ્રજીએ ‘વનશાસ્ત્ર’ કહ્યું છે’’ — નો
સ્વાધ્યાય કરી મુમુક્ષુ જીવ આત્મકલ્યાણ પામે એ જ ભાવના.
દશલક્ષણપર્યુષણપર્વ
વિ. સં. ૨૦૫૫
પ્રકાશકીય નિવેદન
( દ્વિતીય આવૃત્તિ પ્રસંગે)
આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ખપી જવાથી તેની દ્વિતીય આવૃત્તિ ફરી છપાવવામાં આવેલ
છે. આગળની આવૃત્તિમાં જે મુદ્રણ-અશુદ્ધિઓ હતી તે સુધારીને આ આવૃત્તિ મુદ્રિત કરવામાં આવી
છે. આ ગ્રંથના પઠન-પાઠનથી મુમુક્ષુજીવ આત્મલક્ષી તત્ત્વજ્ઞાન પ્રાપ્ત કરી આત્માર્થને વિશેષ પુષ્ટ
કરે એ જ ભાવના.
વિ. સં. ૨૦૬૪
કારતક સુદ એકમ
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ- (સૌરાષ્ટ્ર)
સાહિત્યપ્રકાશનસમિતિ
શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટ્રસ્ટ
સોનગઢ- (સૌરાષ્ટ્ર)
[ ૪ ]