Padmanandi Panchvinshati (Gujarati). Shlok: 111-112 (1. Dharmopadeshamrut).

< Previous Page   Next Page >


Page 56 of 378
PDF/HTML Page 82 of 404

 

background image
૫૬[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
અનુવાદ : જો કે ચૈતન્યસ્વરૂપ આત્મા અદ્રશ્ય છે છતાં પણ શાસ્ત્રના
બળથી થતા કાંઈક સ્વાનુભવથી પણ અહીં તેના સંબંધમાં કાંઈક નિરૂપણ કરીએ
છીએ. સમ્યગ્જ્ઞાનરૂપ નિધિને ધારણ કરનાર વિદ્વાનોએ આમાં કાંઈ છળ નહીં
સમજવું જોઈએ. કારણ કે સર્વ કર્મોના અધિપતિસ્વરૂપ મોહ, શક્તિશાળી
અંતરાયરૂપ શત્રુ તથા દર્શનાવરણ અને જ્ઞાનાવરણ આ ચાર ઘાતિ કર્મો વિદ્યમાન
હોય ત્યારે મારા જેવા અલ્પજ્ઞાનીઓને તેવી ઉત્કૃષ્ટ બુદ્ધિ ક્યાંથી હોઈ શકે? ૧૧૦.
(शार्दूलविक्रीडित)
विद्वन्मन्यतया सदस्यतितरामुद्दण्डवाग्डम्बराः
शृङ्गारादिरसैः प्रमोदजनकं व्याख्यानमातन्वते
ये ते च प्रतिसद्म सन्ति बहवो व्यामोहविस्तारिणो
येभ्यस्तत्परमात्मतत्त्वविषयं ज्ञानं तु ते दुर्लभाः
।।१११।।
અનુવાદ : વિદ્વતાના અભિમાનથી સભામાં અત્યંત ઉદ્દંડ વચનોનો આડંબર
કરનારા જે કવિઓ શૃંગારાદિ રસો દ્વારા બીજાઓને આનંદ ઉત્પન્ન કરનાર વ્યાખ્યાનનો
વિસ્તાર કરીને તેમને મુગ્ધ કરે છે તે કવિઓ તો અહીં ઘરે ઘરે અનેક છે. પણ જેમની
પાસેથી પરમાત્મતત્ત્વ સંબંધી જ્ઞાન પ્રાપ્ત થાય છે તે તો દુર્લભ જ છે. ૧૧૧.
(शार्दूलविक्रीडित)
आपद्धेतुषु रागरोषनिकृतिप्रायेषु दोषेष्वलं
मोहात्सर्वजनस्य चेतसि सदा सत्सु स्वभावादपि
तन्नाशाय च संविदे च फलवत्काव्यं कवेर्जायते
शृङ्गारादिरसं तु सर्वजगतो मोहाय दुःखाय च
।।११२।।
અનુવાદ : જે રાગ, ક્રોધ અને માયા આદિ દોષ અત્યંત દુઃખના કારણભૂત
છે તે તો મોહને વશ થયેલા સ્વભાવથી જ સર્વદા સર્વ જીવોના ચિત્તમાં નિવાસ
કરે છે. ઉક્ત દોષોનો નાશ કરવા તથા સમ્યગ્જ્ઞાન પ્રાપ્ત કરવાના ઉદ્દેશથી રચવામાં
આવેલું કવિનું કાવ્ય સફળ થાય છે. એનાથી વિપરીત શૃંગારાદિ રસપ્રધાન કાવ્ય
તો સર્વ જીવોને મોહ અને દુઃખ જ ઉત્પન્ન કરનાર થાય છે. ૧૧૨.