૫૮[ પદ્મનન્દિ-પંચવિંશતિઃ
હાડકાના સમૂહથી સંયુક્ત છે. સ્તન માંસથી ઉન્નત છે. ઉદર પણ વિષ્ટા આદિના
તુચ્છ ઘડા સમાન છે જઘન મળ છોડવાના યંત્ર સમાન છે અને બન્ને પગ તે યંત્રના
આધારભૂત સ્તંભો સમાન છે; આવી તે સ્ત્રી શું મહાન પુરુષો માટે રાગનું કારણ
થઈ શકે? અર્થાત્ થઈ શકતી નથી. ૧૧૫.
(द्रुतविलम्बित)
परमधर्मनदाज्जनमीनकान् शशिमुखीबडिशेन समुद्धतान् ।
अतिसमुल्लसिते रतिमुर्मुरे पचति हा हतकः स्मरधीवरः ।।११६।।
અનુવાદ : હત્યારો કામદેવરૂપી માછીમાર ઉત્તમ ધર્મરૂપી નદીમાંથી
મનુષ્યોરૂપી માછલીઓને સ્ત્રી રૂપ કાંટા દ્વારા કાઢીને તેમને અત્યંત બળનારી
અનુરાગરૂપી અગ્નિમાં રાંધે છે, એ ઘણા ખેદની વાત છે.
વિશેષાર્થ : જેમ માછીમાર કાંટા દ્વારા નદીમાંથી માછલીઓ કાઢીને તેમને અગ્નિમાં
રાંધે છે તે જ પ્રમાણે કામદેવ (ભોગાભિલાષા) પણ મનુષ્યોને સ્ત્રીઓ દ્વારા ધર્મથી ભ્રષ્ટ કરીને તેમને
વિષયભોગોથી સંતપ્ત કરે છે. ૧૧૬.
(शार्दूलविक्रीडित)
येनेदं जगदापदम्बुधिगतं कुर्वीत मोहो हठात्
येनैते प्रतिजन्तु हन्तुमनसः क्रोधादयो दुर्जयाः ।
येन भ्रातरियं च संसृति सरित्संजायते दुस्तरा
तज्जानीहि समस्तदोषविषमं स्त्रीरूपमेतद्ध्रुवम् ।।११७।।
અનુવાદઃ — જે સ્ત્રીના સૌન્દર્યના પ્રભાવથી આ મોહ જગતના પ્રાણીઓને
બળપૂર્વક આપત્તિરૂપ સમુદ્રમાં પ્રવેશ કરાવે છે, જેના દ્વારા આ દુર્જય ક્રોધ આદિ
શત્રુ પ્રત્યેક પ્રાણીના ઘાતમાં તત્પર રહે છે તથા જેના દ્વારા આ સંસારરૂપી નદી
પાર કરવી અશક્ય બની જાય છે. હે ભાઈ! તું તે સ્ત્રીના સૌન્દર્યને નિશ્ચયથી
સમસ્ત દોષોવાળું હોવાને કારણે કષ્ટદાયક સમજ. ૧૧૭.
(शार्दूलविक्रीडित)
मोहव्याधभटेन संसृतिवने मुग्धैणबन्धापदे
पाशाः पङ्कजलोचनादिविषयाः सर्वत्र सज्जीकृताः ।