અર્થઃ– જો હું સીતાનો ત્યાગ ન કરું તો આ પૃથ્વી પર મારા જેવો બીજો કોઈ
કૃપણ નહિ હોય. અહીં કૃપણ શબ્દ ખાસ વિચારવા જેવો છે. જે દાન કરતો નથી તે કુંજસ
કહેવાય છે તેને માટે સંસારમાં કૃપણ શબ્દનો વ્યવહાર થાય છે. દાનના લક્ષણમાં કહ્યું છે-
अनुग्रहार्थ स्वस्यातिसर्गो दानम्। (તત્ત્વાર્થસૂત્ર અધ્યાય ૭, ૩૮)
અર્થઃ- જે બીજાના અનુગ્રહ માટે પોતાની વસ્તુનો ત્યાગ કરવામાં આવે છે તેને
દાન કહે છે. લોકોમાં ફેલાયેલ કલંક (નિંદા) દૂર કરવા માટે પોતાના પ્રાણથી પણ પ્યારી
વસ્તુ (સીતા) નો જો હું પરિત્યાગ કરી શકતો નથી તો મારા કરતાં મોટો બીજો કૃપણ
કયો હોય? રામની માનસિક દશાનું યથાર્થ ચિત્રણ છે!
અંતે ગં્રથકાર પોતે લખે છે કે-
स्नेहापवादभयसंगतमानसस्य व्यामिश्रतीव्ररसवेगवशीकृतस्य।
रामस्य गाढ परितापसमा कुलस्य कालस्तदा निरुपमः स बभूव कृच्छः।।
અર્થઃ– એક તરફ જેનું ચિત્ત ગાઢ સ્નેહથી વશીકૃત છે અને બીજી તરફ
લોકાપવાદથી જેમનું હૃદય વ્યાકુળ છે એવાં સ્નેહ અને અપવાદથી વ્યાપ્ત ચિત્તવાળા રામ
તે વખતે અત્યંત કષ્ટમાં હતા જેની ઉપમા બીજે મળી શકતી નથી. આ સ્થિતિમાં સીતાનો
પરિત્યાગ રામને માટે ખરેખર મહાન ત્યાગનો આદર્શ ઉપસ્થિત કરે છે. આ એક એવી
ઘટના છે કે જેનાથી રામ સાચા રામ બન્યા અને યુગાન્તર સુધી ટકતો તેમના યશ આજે
પણ દિગંદમાં વ્યાપેલો છે. જો તેમના જીવનમાં આ પ્રસંગ ઉભો થયો ન હોત તો લોકો
રામરાજ્યનું સ્મરણ પણ આ રીતે ન કરેત.
સીતાનો આદર્શ
સીતાના પરિત્યાગથી રામનું નામ જ અમર થયું નથી પણ સીતા ય અમર થઈ
ગઈ. એ જ કારણે લોકો ‘સીતારામ’ કહેતાં રામથી ય પહેલાં સીતાનું નામ લે છે. જો
રામની કથામાંથી સીતાની કથા દૂર કરવામાં આવે તો આખીયે કથા નિષ્પ્રાણ બની જાય
છે. સીતાના પ્રત્યેક કાર્યે ભારતના જ નહીં પણ સમસ્ત સંસારની સ્ત્રીઓ સામે અનેક
મહાન આદર્શ ઉપસ્થિત કર્યા છે. પતિની વિપત્તિઓના સમયમાં સદા સાથે રહેવું, દુર્જનોની
વચ્ચે આવી પડતાં પોતાના પતિવ્રતનું રક્ષણ કરવું, રામ દ્વારા ત્યજાવા છતાં પણ રામ
પ્રત્યે જરાય અન્યથાભાવ મનમાં ન લાવયો એ કેટલો મોટો આદર્શ છે? જ્યારે રામના
સેનાપતિ સીતાને ભયંકર વનમાં છોડીને જવા લાગે છે ત્યારે સીતા સેનાપતિને કહે છે -
सेनापते त्वया वाच्यो रामो मद्वचनादिदम्। यथा मत्यागजः कार्यो न विषादस्त्वया प्रभो।।
અર્થ‘– હે સેનાપતિ! તું રામને કહે જે કે તે મારા ત્યાગનો કોઈ વિષાદ ન કરે.
ત્યાર પછી પણ સીતા રામને સંદેશો આપે છેઃ-
अवलम्ब्य परं धैर्यं महापुरुष सर्वथा । सदा रक्ष प्रजां सम्यक् पितेव न्यायवत्सलः।।
અર્થઃ– હે મહાપુરુષ! મારા વિયોગથી દુઃખી ન થતાં પરમ ધૈર્યનું અવલંબન કરીને
સદા ન્યાયવત્સલ બનીને પિતા સમાન પ્રજાની સારી રીતે રક્ષા કરજો.
(૪)