Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 681

 

background image
દશાનું, લંકાના ઉપવનમાં અને દેશનિકાલ કર્યા પછી વનમાં છોડી દેવાયેલ તથા અગ્નિકુંડની પરીક્ષામાં
ઉત્તીર્ણ થયા પછીની સીતાનું વર્ણન તો અલૌકિક ચમત્કારપૂર્ણ છે. તેને વાંચતાં એકવાર આંખોમાંથી
આંસુઓની ધારા વહેવા લાગે છે અને જ્યારે આપણે લક્ષ્મણ દિવંગત થયા પછી રામની દશા જોઈએ
છીએ, તેમના અકૃત્રિમ અને લોકોત્તર ભાતૃપ્રેમ વિષે વાંચીએ છીએ તો તે સમયનું વર્ણન કરવું
આપણા માટે અસંભવ બની જાય છે. સંક્ષેપમાં કહેવામાં આવે તો આ પદ્મપુરાણમાં આપણને બધા
રસોનો સમાવેશ યથાસ્થાને થયેલો જણાશે પરંતુ તેમાં મુખ્યતા કરુણ અને શાન્ત રસની જ છે.
મૂળગ્રંથનું પ્રમાણ લગભગ ૧૮૦૦૦ શ્લોક છે અને તે શ્રી માણિકચન્દ્ર દિ. જૈનગ્રંથમાળા
મુંબઈથી ત્રણ ભાગમાં છપાઈ ગયો છે. સ્વાધ્યાય પ્રેમીઓને મારો આગ્રહ છે કે તેઓ એકવાર
મૂળગ્રંથની સ્વાધ્યાય અવશ્ય કરે.
રામનું વ્યક્તિત્વ
જોકે પદ્મચરિત અથવા પદ્મપુરાણનું નામ હોવાથી આમાં મુખ્યપણે શ્રીરામનું ચરિત્ર
કહેવાયું છે પણ તેમની જીવનસહચરી હોવાને લીધે આખાય રામચરિત્રમાં સીતા બધે વ્યાપ્ત છે.
સીતાના પિતાને મદદ કરવાને લીધે જ રામ સૌ પ્રથમ સિંહપુત્ર અથવા વીરબાળરૂપે લોકો સમક્ષ
આવ્યા. સીતાના સ્વયંવર દ્વારા રામના પરાક્રમનો યશ બધે ફેલાયો, રાવણ પર વિજય મેળવવાને
લીધે તે જગતપ્રસિદ્ધ મહાપુરુષના રૂપે પ્રસિદ્ધ થયા. ત્યાર પછી લોકનિંદાના કારણે સીતાનો
પરિત્યાગ કરવાથી તો તેઓ એટલા બધા પ્રકાશમાં આવ્યા કે આજ હજારો વર્ષો પછી પણ લોકો
રામરાજ્યને યાદ કરે છે. જ્યારે લોકાપવાદની ચર્ચા રામની સમક્ષ આવી ત્યારે તેઓ વિચારે છે કેઃ-
अपश्यन् क्षणमात्रं यां भवामि विरहाकुलः। अनुरक्तां त्यजाम्येतां दयितामधुना कथम् ।।
चक्षुर्मानसयोर्वासं कृत्या याडवस्थिता मम। गुणधानीमदोषां तां कथं मुंचामिजानकीम्।।
અર્થઃ- જે સીતાને ક્ષણમાત્ર પણ જોયા વિના હું વિરહથી આકુળવ્યાકુળ થઈ જાઉં છું તે
અનુરક્ત પ્રાણપ્યારી સીતાનો કેવી રીતે ત્યાગ કરું? જે મારા નયનોમાં અને મનમાં સદા
અવસ્થિત છે, ગુણોની રાજધાની છે. સર્વથા નિર્દોષ છે, તે પ્રાણપ્યારી જાનકીને હું કેવી રીતે
તજું? એક તરફ સામે લોકાપવાદ ઉભો છે અને બીજી તરફ નિર્દોષ પ્રાણપ્રિયાનો દુઃસહ વિયોગ.
કેટલી વિકટ સ્થિતિ છે? અત્યંત મૂંઝવણમાં પડેલા રામ થોડા સમય માટે કિંકર્તવ્યવિમૂઢ થઈ જાય
છે. તે સમયની માનસિક દશાનું ચિત્રણ કરતાં ગ્રંથકાર છેઃ -
इतो जनपरीवादश्चेतः स्नेह सुदुस्त्यजः। आहोडस्मि भय – रागाभ्यां प्रक्षिप्तो
गहनान्तरे।।
श्रेष्ठा सर्व प्रकारेण दिवौकोयोषितामपि। कथं त्यजामि तां साध्वी प्रीत्या
यातामिवैकताम्।।
અર્થાતઃ- એક તરફ જનાપવાદ અને બીજી તરફ દુસ્ત્યજ સ્નેહ. અહો! હું બન્નેની દુવિધામાં
પડેલો ગહન વન વચ્ચે ફેંકાઈ ગયો છું. જે સીતા દેવાંગનાઓથી પણ સર્વ પ્રકારે શ્રેષ્ઠ છે, સતી સાધ્વી
છે, મારા પ્રાણ સાથે એકત્વ પામેલી છે, તે સીતાને હું કેવી રીતે તજું? વળી રામ વિચારે છે -
एतां यदि न मुंचामि साक्षाद् दुः कीर्तिमुद्गताम। कृपणो मत्समो मह्यां वदैतस्यां न
विद्यते।।
(૩)