રહ્યો હતો, રાણીના શરીરની સુગંધથી ભમરા ગુંજારવ કરતા હતા, રાણી મનમોહક
પોતાના પતિના ગુણોનું ચિંતવન અને પુત્રના જન્મની વાંછના કરતી પડી હતી. તેણે
રાત્રિના પાછલા પહોરે આશ્ચર્યકારક શુભ સ્વપ્નો જોયાં પ્રભાતે અનેક વાજા વાગ્યાં,
શંખધ્વનિ થયો, ચારણો બિરદાવલી ગાવા લાગ્યા. રાણી પથારીમાંથી ઊઠી, પ્રાતઃકર્મથી
નિવૃત્ત થઈ, મંગળ આભૂષણ પહેરી, સખીઓ સહિત પતિ પાસે આવી. રાણીને જોઈને
રાજા ઊભા થયા અને ખૂબ આદર આપ્યો. બન્ને એક સિંહાસન ઉપર બેઠા. રાણીએ હાથ
જોડી રાજાને વિનંતી કરી હે કે નાથ! આજે રાત્રિના ચોથા પહોરે મેં ત્રણ શુભ સ્વપ્ન
જોયાં. એક મહાબળવાન સિંહ ગર્જના કરતો અનેક ગજેન્દ્રોના કુંભસ્થળ વિદારતો, અત્યંત
તેજ ધારણ કરતો આકાશમાંથી પૃથ્વી ઉપર આવીને મારા મુખમાં થઈને કુક્ષિમાં દાખલ
થયો. બીજું સૂર્ય પોતાનાં કિરણોથી અંધકાર દૂર કરતો મારી ગોદમાં આવીને બેઠો. ત્રીજું
અખંડ છે મંડલ જેનું એવા ચંદ્ર કુમુદોને પ્રફુલ્લિત કરતો અને અંધકારને દૂર કરતો મેં
મારી સામે જોયો. મેં દેખેલ આ અદ્ભુત સ્વપ્નોનું ફળ શું છે? તમે બધું જાણો છો.
સ્ત્રીઓને પતિની આજ્ઞા પ્રમાણ હોય છે. આ વાત સાંભળી રાજાએ સ્વપ્નનું ફળ બતાવ્યું.
રાજા અષ્ટાંગ નિમિત્તના જાણનાર, જિનમાર્ગમાં પ્રવીણ છે. હે પ્રિયે! તને ત્રણ પુત્ર થશે.
તેમની કીર્તિ ત્રણ જગતમાં ફેલાશે. મહાપરાક્રમી, કુળની વૃદ્ધિ કરનારા, પૂર્વોપાર્જિત
પુણ્યથી દેવ સમાન મહાન સંપતિનાં ભોક્તા, પોતાની દીપ્તિ અને કીર્તિથી સૂર્યચંદ્રને
જીતનારા, સમુદ્રથી અધિક ગંભીર, પર્વતથી અધિક સ્થિર, સ્વર્ગના દૈવી સુખ ભોગવીને
મનુષ્યદેહ ધારણ કરશે. દેવોથી પણ અજિત, મનવાંછિત દાન દેનાર, કલ્પવૃક્ષ સમાન અને
ચક્રવર્તી સમાન ઋદ્ધિધારક, પોતાના રૂપથી સુંદર સ્ત્રીઓના મન હરનાર, અનેક શુભ
લક્ષણોથી મંડિત, ઉત્તુંગ વક્ષસ્થળવાળા, જેનું નામ સાંભળતાં જ મહાબળવાન વેરી ભય
પામે એવા ત્રણમાં પ્રથમ પુત્ર આઠમા પ્રતિવાસુદેવ થશે. ત્રણે ભાઈ મહાસાહસી,
શત્રુઓના મુખરૂપ કમળોનો સંકોચ દૂર કરવાને ચંદ્ર સમાન એવા યોદ્ધા થશે કે યુદ્ધનું
નામ સાંભળતાં જ તેમને હર્ષથી રોમાંચ થશે, મોટોભાઈ કાંઈક ભયંકર થશે. જે વસ્તુની
હઠ પકડશે તેને છોડશે નહિ. તેને ઇન્દ્ર પણ સમજાવી નહિ શકે. પતિનું આવું વચન
સાંભળીને રાણી પરમ હર્ષ પામી, વિનયથી સ્વામીને કહેવા લાગી. હે નાથ! આપણે બન્ને
જિનમાર્ગરૂપ અમૃતનો સ્વાદ લેનારા, કોમળ ચિત્તવાળા છીએ તો આપણો પુત્ર ક્રુર કર્મ
કરનાર કેમ થાય? આપણા પુત્રો તો જિનવચનમાં તત્પર, કોમળ પરિણામવાળા થવા
જોઈએ. અમૃતની વેલ ઉપર વિષનાં પુષ્પ કેમ ઊગે? ત્યારે રાજાએ કહ્યું કે હે સુંદર
મુખવાળી! તું મારી વાત સાંભળ. આ જીવ પોતપોતાનાં કર્મ પ્રમાણે શરીર ધારણ કરે છે
તેથી કર્મ જ મૂળ કારણ છે, આપણે મૂળ કારણ નથી, આપણે નિમિત્ત કારણ છીએ. તારો
મોટો પુત્ર જિનધર્મી તો થશે પણ કાંઈક ક્રુર પરિણામી થશે અને તેના બન્ને નાના
ભાઈઓ મહાધીર, જિનમાર્ગમાં પ્રવીણ, ગુણગ્રામથી પૂર્ણ, ભલી ચેષ્ટા કરનાર, શીલના
સાગર થશે. સંસારભ્રમણનો જેમને ભય છે, ધર્મમાં