અવાજમય બની ગઈ. આકાશ સેનાથી ઘેરાઈ ગયું. રાવણે ઊંચી નજર કરીને જોયું અને
મોટો ઠાઠમાઠ દેખીને માતાને પૂછયું કે એ કોણ છે અને પોતાના મદથી જગતને તૃણ
સમાન ગણતો, આવડી મોટી સેના સાથે ક્યાં જાય છે? ત્યારે માતાએ કહ્યું, “તારી
માસીનો પુત્ર છે, તેણે બધી વિદ્યા સિદ્ધ કરી છે, મહા લક્ષ્મીવાન છે, શત્રુઓને ભય
પમાડતો પૃથ્વી ઉપર ધૂમે છે, અત્યંત તેજસ્વી છે જાણે બીજો સૂર્ય જ છે, રાજા ઈન્દ્રનો
લોકપાલ છે. ઇન્દ્રે તારા દાદાના ભાઈ માલીને યુદ્ધમાં હરાવ્યા હતા અને તમારા કુળમાં
ચાલી આવતી જે લંકાપુરી, ત્યાંથી તારા દાદાને હાંકી કાઢીને એને રાખ્યો છે તે લંકામાં
થાણું સ્થાપીને રહે છે. આ લંકા માટે તારા પિતા નિરંતર અનેક મનોરથ કરે છે,
રાતદિવસ તેમને ચેન પડતું નથી અને એ ચિંતામાં હું પણ સૂકાઈ ગઈ છું. બેટા!
સ્થાનભ્રષ્ટ થવા કરતાં મરણ સારું. એવો દિવસ ક્યારે આવશે. જ્યારે તું આપણા કુળની
ભૂમિ પ્રાપ્ત કરે અને તારી લક્ષ્મી અમે જોઈએ, તારી વિભૂતિ જોઈને તારા પિતાનું અને
મારું મન આનંદ પામે, એવો દિવસ ક્યારે આવશે? જ્યારે તારા આ બેય ભાઈઓને
વિભૂતિ સહિત તારી સાથે આ પૃથ્વી ઉપર પ્રતાપસહિત અમે જોઈશું, ત્યારે કંટક નહિ
રહે.” માતાના દીન વચન સાંભળીને અને તેને આંસુ સારતી જોઈને વિભીષણે ક્રોધથી
કહ્યું કે, હે માતા! ક્યાં આ રંક વૈશ્રવણ વિદ્યાધર, જે દેવ થાય તો પણ અમારી નજરમાં
ગણતરીમાં આવતો નથી. તમે એના આટલા પ્રભાવનું વર્ણન કર્યું તે શા માટે? તમે
યોદ્ધાઓને જન્મ આપનારી માતા છો, મહાધીર છો અને જિનમાર્ગમાં પ્રવીણ છો. આ
સંસારની ક્ષણભંગુર માયા તમારાથી છાની નથી, તો પછી શા માટે આવાં દીન વચનો
કાયર સ્ત્રીઓની જેમ તમે બોલો છો? શું તમને રાવણની ખબર નથી?
મહાશ્રીવત્સલક્ષણથી મંડિત, અદ્ભુત પરાક્રમનો ધારક, અત્યંત બળવાન ચેષ્ટા જેની છે, તે
ભસ્મથી જેમ અગ્નિ દબાયેલ રહે એમ મૌન ધારણ કરીને બેઠો છે. એ સમસ્ત શત્રુઓને
ભસ્મ કરવાને સમર્થ છે. તમારા ખ્યાલમાં હજી એ આવ્યું નથી. આ રાવણ પોતાની
ચાલથી ચિત્તને પણ જીતે છે અને હાથની ચપટીથી પર્વતોનો ચૂરો કરી નાખે છે, એના
બન્ને હાથ ત્રિભુવનરૂપ મહેલના સ્થંભ છે અને પ્રતાપનો રાજમાર્ગ છે. શું તમને એની
ખબર નથી? આ પ્રમાણે વિભીષણે રાવણના ગુણોનું વર્ણન ર્ક્યું. ત્યારે રાવણ માતાને
કહેવા લાગ્યોઃ હે માતા! ગર્વનાં વચન બોલવા યોગ્ય નથી, પરંતુ તમારો સંદેહ ટાળવા માટે હું
સત્ય કહું છું તે તમે સાંભળો. જો આ બધા વિદ્યાધરો અનેક પ્રકારની વિદ્યાથી છકેલા બન્ને
શ્રેણીના ભેગા થઈને મારી સાથે યુદ્ધ કરે તો પણ હું બધાને એક જ હાથથી જીતી લઉં.
અમારે પણ તે કરવી યોગ્ય છે. આમ કહીને બન્ને ભાઈઓ સહિત માતાપિતાને નમસ્કાર
કરી, નવકાર