હતું. ચરમશરીરી મહાન પુરુષોને લોકો જૂઠું કલંક લગાડે છે તે મહાપાપનો બંધ કરે છે.
આમ કરવું યોગ્ય નથી.
પરણી હતી. પોતાની સુંદર રાણી સાથે અત્યંત કૌતૂહલ કરતો, અનેક ચેષ્ટા કરતો. તે
રતિકેલિ કરતાં તૃપ્ત થતો નહિ. પોતે દેવસમાન સુંદર અને રાણી લક્ષ્મીથી પણ અધિક
સુંદર. લક્ષ્મી તો કમલની નિવાસીની અને રાણી પદ્મરાગમણિના મહેલની નિવાસિની હતી.
તે પોતાના નાનાને ત્યાં મોટો થયો. તે સિંહના બાળકની પેઠે સાહસરૂપ ઉન્મત્ત ક્રીડા
કરતો. રાવણે પુત્ર સહિત મંદોદરીને પોતાની પાસે બોલાવી અને આજ્ઞા પ્રમાણે તે આવી
ગઈ. મંદોદરીનાં માતાપિતાને તેના વિયોગનું અત્યંત દુઃખ થયું. રાવણ પુત્રનું મુખ જોઈને
ખૂબ રાજી થયો. સુપુત્ર સમાન બીજું કોઈ પ્રેમનું સ્થાન નથી. ફરીથી મંદોદરીને ગર્ભ રહ્યો
એટલે માતાપિતાને ઘેર ફરીથી તે ગઈ અને તેણે મેધનાદને જન્મ આપ્યો. પાછી તે પતિ
પાસે આવી અને ભોગના સાગરમાં મગ્ન થઈ. મંદોદરીએ પોતાનાં ગુણોથી પતિનું ચિત્ત
વશ કરી લીધું છે. તેના બન્ને પુત્રો ઇન્દ્રજિત અને મેઘનાદ સજ્જનોને આનંદ આપતાં
સુંદર ચારિત્રના ધારક તરુણ અવસ્થાને પામ્યા. તેઓ વિસ્તીર્ણ નેત્રવાળા વૃષભ સમાન
પૃથ્વીનો ભાર ચલાવનાર હતા.
લઈ આવતો. વૈશ્રવણ ઇન્દ્રના જોરથી અત્યંત ગર્વિત હતો એટલે વૈશ્રવણનો દૂત
દ્વારપાલને મળીને સભામાં આવ્યો અને સુમાલીને કહેવા લાગ્યો કે હે મહારાજ! રાજા
વૈશ્રવણે જે સંદેશો મોકલ્યો છે તે તમે ધ્યાન દઈને સાંભળો. વૈશ્રવણે એમ કહ્યું છે કે
આપ પંડિત છો, કુલીન છો, લોકરીતિના જાણકાર છો, વડીલ છો, અકાર્યથી ભયભીત
છો, બીજાઓને સારો માર્ગ દેખાડો છો એવા આપની સામે આ બાળક ચપળતા કરે તો
શું આપ આપના પૌત્રને મના ન કરી શકો. તિર્યંચ અને મનુષ્યમાં એ જ તફાવત છે કે
મનુષ્ય તો યોગ્ય અયોગ્યને જાણે છે અને તિર્યંચ જાણતા નથી. વિવેકની એ જ રીત છે
કે કરવા યોગ્ય કાર્ય કરવું અને ન કરવા યોગ્ય કાર્ય ન કરવું. જે દ્રઢ મનવાળા છે તે પૂર્વ
વૃત્તાંત ભૂલ્યા નથી અને વીજળી સમાન ક્ષણભંગુર વિભૂતિ હોવા છતાં પણ ગર્વ કરતા
નથી. અગાઉ શું રાજા માલીના મૃત્યુથી આપના કુળની કુશળતા રહી છે? હવે કુળના મૂળ
નાશનો ઉપાય કરો છો એમાં કયું ડહાપણ રહેલું છે? જગતમાં એવું કોઈ નથી કે જે
પોતાના કુળના મૂળ નાશને આદરે. આપ શું ઇન્દ્રનો પ્રતાપ ભૂલી ગયા કે જેથી આવું
અનુચિત કામ કરો છો? ઇન્દ્રે સમસ્ત વેરીઓનો નાશ કર્યો છે, સમુદ્ર સમાન અથાગ તેનું બળ