કંટકોથી ભરેલું છે અને વિષરૂપી અગ્નિકણ તેમાંથી નીકળે છે. આ આપના પૌત્રો ચોર છે.
પોતાના પૌત્ર, પ્રપૌત્રોને દંડ દેવા જો તમે સમર્થ ન હો તો મને સોંપો, જેથી હું તેમને
સીધા કરીશ; અને જો એમ નહિ કરો તો સમસ્ત પુત્ર, પૌત્રાદિ, કુટુંબ સહિત બેડીઓથી
બંધાઈને મલિન સ્થાનમાં રહેલા તેમને જોશો, અને ત્યાં તેમને અનેક પ્રકારની પીડા થશે.
પાતાળલંકામાંથી મહામુશ્કેલીથી બહાર નીકળ્યા છો, હવે ફરી પાછા ત્યાં જ જવા ઇચ્છો
છો? દૂતના આવા કઠોર વચનરૂપી પવનથી હલી ઊઠયું છે મનરૂપી જળ જેનું એવો
રાવણરૂપી સમુદ્ર અત્યંત ખળભળી ઊઠયો. ક્રોધથી તેના શરીરમાં પરસેવો વળી ગયો
અને આંખોની રક્તતાથી આખું આકાશ લાલ થઈ ગયું. તે ક્રોધપૂર્ણ અવાજથી સર્વ
દિશાઓને બધિર કરતો અને હાથીઓનો મદ નિવારતો ગર્જના કરીને બોલ્યો, “કોણ છે
વૈશ્રવણ અને કોણ છે ઇન્દ્ર?” તે અમારા કુળની પરિપાટીથી ચાલી આવેલી લંકાને
દબાવીને બેઠા છે. જેમ કાગડો પોતાના મનમાં ડાહ્યો થઈને બેસે અને શિયાળ પોતાને
અષ્ટાપદ માની લે તેમ તે રંક પોતાને ઇન્દ્ર માની રહ્યો છે. તે નિર્લજ્જ છે, અધમ પુરુષ
છે, પોતાને સેવકો પાસે ઇન્દ્ર કહેવરાવવાથી શું તે ઇન્દ્ર થઈ ગયો? હે કુદૂત! અમારી
સમક્ષ તું આવાં કઠોર વચનો બોલતાં શું તું ડરતો નથી? એમ કહીને તેણે મ્યાનમાંથી
ખડ્ગ કાઢયું અને તે ખડગ્ના તેજથી આકાશ છવાઈ ગયું; જેમ નીલકમળોના વનથી
સરોવર વ્યાપ્ત થાય તેમ. તે વખતે વિભીષણે બહુ વિનયપૂર્વક વિનંતી કરી અને દૂતને
મારવા ન દીદ્યો. તેણે કહ્યું, મહારાજ! એ પારકો ચાકર છે, એનો અપરાધ શું? એને જેમ
કહેવામાં આવ્યું હોય તેમ એ કહે. એમાં પુરુષાર્થ નથી. તેણે પોતાનો દેહ આજીવિકા માટે
પોતાના પાળનારને વેચ્યો છે, તે તો પોપટ સમાન છે, જે બીજા બોલાવે તેમ તે બોલે.
આ દૂતના હૃદયમાં એના સ્વામી પિશાચરૂપ પ્રવેશ્યા છે, તેમના અનુસાર આ વચન બોલે
છે. જેમ બજવૈયો વાજિંત્ર વગાડે તેમ તે વાગે તેમ આનો દેહ પરાધીન છે, સ્વતંત્ર નથી,
તેથી હે કૃપાનિધે! પ્રસન્ન થાવ અને દુઃખી જીવો ઉપર દયા જ કરો. હે નિષ્કપટ
મહાધીર! રંકને મારવાથી લોકમાં ઘણી અપકીર્તિ થાય છે. આ ખડ્ગ આપના શત્રુઓના
શિર પર પડશે, દીન લોકોના વધ માટે તે નથી. જેમ ગરુડ તુચ્છ પક્ષીઓને મારતું નથી
તેમ આપ અનાથને ન મારો. આ પ્રમાણે વિભીષણના ઉત્તમ વચનરૂપી જળથી રાવણનો
ક્રોધાગ્નિ બુઝાઈ ગયો. વિભીષણ મહા સત્પુરુષ છે, ન્યાયના જાણકાર છે. તેણે રાવણના
પગે પડીને દૂતને બચાવ્યો અને સભાના લોકોએ દૂતને બહાર કાઢયો. ધિક્કાર છે સેવકનો
જન્મ, જે પરાધીનતાથી દુઃખ સહે છે!
તેણે સર્વ સેવકોના ચિત્તમાં વહેંચી આપ્યો. અર્થાત્ ત્યાં બેઠેલે બધા કુપિત થઈ ગયા.
તેમણે લડાઈનાં વાજાં વગાડયાં વૈશ્રવણ આખી સેના સાથે યુદ્ધને અર્થે બહાર નીકળ્યો.
આ વૈશ્રવણના વંશના