હશે કે જ્યાં પદ્મપુરાણની એક બે હસ્તલિખિત પ્રતો ન હોય.
પદ્મપુરાણની હિન્દી વચનિકા પં. દૌલતરામજીએ વિક્રમ સં. ૧૮૨૩ માં કરી છે. તે
જયપુરમાં રહેતા. તેમની જાતિ ખંડેલવાલ અને ગોત્ર કાશલીવાલ હતું. જયપુરમાં તેમના એક
પરમમિત્ર શ્રી રાયમલ્લજી રહેતા હતા. તેમના અત્યંત સ્નેહ અને પ્રેરણાથી પં. દૌલતરામજીએ
આ ભાષા ટીકા બનાવી છે. તે પોતે પોતાના શબ્દોમાં લખે છે -
રાયમલ્લ સાધર્મી એક, જાકે ઘટમેં સ્વ-પરવિવેક,
દયાવન્ત ગુણવન્ત સુજાન, પર-ઉપકારી પરમ નિધાન.
દૌલતરામ સુતાકો મિત્ર, તાસોં ભાષ્યો વચન પવિત્ર;
પદ્મપુરાણ મહાશુભ ગ્રંથ, તામેં લોગ શિખરકો પંથ.
ભાષારૂપ હોય જો યેહ, બહુજન વાંચ કરૈં અતિ નેહ;
તાકે વચન હિયમેં ધાર, ભાષા કીની મતિ-અનુસાર.
હિન્દી પદ્મપુરાણની ભાષા
હિન્દી પદ્મપુરાણની ભાષા ઢૂંઢારી અથવા રાજસ્થાની છે. આજથી ૧૦૦ વર્ષ પહેલાં જેટલા પ્રસિદ્ધ
દિગંબર જૈન વિદ્વાનો થયા છે તે ઘણું કરીને જયપુર અથવા તેની આસપાસ જ થયા છે અને
તેમણે પોતાને ત્યાં જનસામાન્યમાં પ્રચલિત રાજસ્થાની ભાષામાં જ પોતાના મૌલિક કે અનુવાદિત
ગ્રંથો રચ્યા છે. છતાં પણ આ ઢૂંઢારી ભાષા એટલી શ્રુતિ-મધુર અને જનપ્રિય થઈ છે કે
ભારતવર્ષના વિભિન્ન પ્રાંતોના નિવાસી બધા દિગંબર જૈન તેને સારી રીતે સમજી શકે છે.
પ્રસ્તુત સંસ્કરણ
આ હિન્દી ભાષા વચનિકાના કેટલાક સંસ્કરણો અગાઉ પ્રકાશિત થઈ ચૂકયા છે. પણ
આજે તેની પ્રાપ્તિ અસંભવ જેવી બની ગઈ છે. એ વાતનું ધ્યાન રાખીને શ્રી ૧૦પ ક્ષુલ્લક
ચિદાનંદજી મહારાજની પ્રેરણાનુસાર સસ્તી ગ્રંથમાળાના સંચાલકોએ તેને પ્રકાશિત કરવાનો
નિર્ણય કર્યો.
કેટલાક લોકોની ઈચ્છા હતી કે ભાષાને આજની હિન્દી રૂપમાં પરિવર્તિત કરવી પણ
એમ બની શક્યું નહિ. એના બે કારણ હતા-એક તો એ કે પ્રાચીન લોકોને ઉક્ત ઢુંઢારી
ભાષાજ સાંભળવી ગમતી હતી, બીજું કારણ એ કે તેનું વર્તમાન રૂપમાં પરિવર્તન ઘણો સમય
માગતું હતું. મને સારી રીતે યાદ છે કે મારા પૂજ્ય ગુરુ સ્વ. પં. ઘનશ્યામદાસજી ન્યાયતીર્થે ૩પ
વર્ષ પહેલાં શ્રી સ્વ. પં. ઉદયલાલજી કાશલીવાલની પ્રેરણાથી વિશુદ્ધ હિન્દીમાં પદ્મપુરાણનો
અનુવાદ કર્યો હતો અને પ્રકાશન માટે તેને પં. ઉદયલાલજી પાસે મુંબઈ મોકલ્યો હતો. તે બન્ને
વિદ્વાનોના અકાળ અવસાનથી તે અનુવાદ ક્યાં પડયો પડયો પોતાનું દુઃખી જીવન વીતાવી રહ્યો
છે તેની કાંઈ ખબર પડી નથી. જો સ્વ. પં. ઉદયલાલજીના ઉતરાધિકારીઓ પાસે તે અનુવાદ
સુરક્ષિત હોય તો તે સસ્તી ગ્રંથમાળાને આપવાની કૃપા કરે કે જેથી આગામી સંસ્કરણમાં તે
પ્રકાશિત કરાવી શકાય.
પ્રસ્તુત સંસ્કરણ ભારતીય જૈન સિદ્ધાંત પ્રકાશિની સંસ્થા કલકત્તાથી મુદ્રિત પદ્મપુરાણની
કોપી પરથી છાપવામાં આવેલ છે. પણ તેમાં દિ. જૈન મન્દિર ધર્મપુરી, દિલ્હી શાસ્ત્રભંડારની હસ્ત
(૮)