હિંસાદિક પાપોનો એકદેશ ત્યાગ તે શ્રાવકનું વ્રત છે. શ્રાવકનાં વ્રતોમાં પૂજા, દાન મુખ્ય
કહ્યાં છે. પૂજાનું નામ યજ્ઞ છે. “
કાર્યોમાં હોમ કરવો. જોકે આ પણ આરંભવાળી શ્રાવકની રીત છે. નારદનાં આવાં વચન
સાંભળીને પાપી પર્વત બોલ્યો, ‘અજ એટલે બકરું. તેની હિંસાનું નામ યજ્ઞ છે. આથી
અત્યંત ગુસ્સે થઈને નારદે કહ્યું કે હે પર્વત! આમ ન બોલ. આવાં વચનથી તું
મહાભયંકર વેદનાવાળા નરકમાં પડીશ. દયા જ ધર્મ છે, હિંસા પાપ છે. ત્યારે પર્વતે કહ્યું
કે મારો અને તારો ન્યાય વસુરાજા પાસે થશે. જે જૂઠો હશે તેની જીભ કાપી લેવામાં
આવશે. આમ કહીને પર્વત માતા પાસે ગયો. તેણે નારદ અને પોતાની વચ્ચે જે વિવાદ
થયો હતો તે બધો વૃત્તાંત માતાને કહ્યો ત્યારે માતાએ કહ્યું કે તું જૂઠો છો. તારા પિતાને
કહેતા અમે ઘણીવાર સાંભળ્યા છે કે અજ એટલે વાવતાં ન ઊગે એવી જૂની ડાંગર અને
જૂના જવ. અજ એટલે બકરું નહિ. શું પ્રાણીનો ક્યાંય હોમ કરાય છે? તું પરદેશ જઈને
માંસભક્ષણનો લોલુપી થયો છો તેથી માનના ઉદયથી જૂઠું બોલે છે, તે તને દુઃખનું કારણ
થશે. હે પુત્ર! ચોક્કસ તારી જીભ કાપવામાં આવશે. હું પુણ્યહીન, અભાગણી પુત્ર અને
પતિરહિત થઈને શું કરીશ? પુત્રને આમ કહીને તે પાપી વિચારવા લાગી કે રાજા વાસુ
પાસે અમારી ગુરુદક્ષિણા બાકી છે. વ્યાકુળ બનેલી તે વસુ પાસે આવી. રાજાએ
સ્વસ્તિમતિને જોઈને બહુ વિનય કર્યો. તેને સુખાસન પર બેસાડી, હાથ જોડી પૂછવા
લાગ્યો કે હે માતા! તમે આજ દુઃખી દેખાવ છો. તમે મને આજ્ઞા કરો તે હું કરું. ત્યારે
સ્વસ્તિમતિએ કહ્યું કે હે પુત્ર! હું ખૂબ દુઃખી છું. જે સ્ત્રી પતિ વિનાની હોય તેને સુખ
શેનું હોય? સંસારમાં પુત્ર બે પ્રકારના છે, એક પેટનો જણ્યો અને બીજો શાસ્ત્ર
ભણાવેલો. આમાં ભણાવેલો પુત્ર વિશેષ છે. એક સમળ છે, બીજો નિર્મળ છે. મારા
સ્વામીનો તું શિષ્ય છો, તું પુત્રથી પણ અધિક છો, તારી લક્ષ્મી જોઈને હું ધૈર્ય રાખું છું.
તે કહ્યું હતું કે માતા દક્ષિણા લ્યો અને મેં કહ્યું હતું કે સમય આવ્યે હું લઈશ. તે વચન તું
યાદ કર. જે રાજા પૃથ્વીના પાલનમાં ઉદ્યમી છે તે સત્ય જ કહે છે અને જે ઋષિ
જીવદયાના પાલનમાં સ્થિત છે તે પણ સત્ય જ કહે છે. તું સત્યથી પ્રસિદ્ધ છો, મને
દક્ષિણા આપ. જ્યારે સ્વસ્તિમતિએ આમ કહ્યું ત્યારે રાજાએ વિનયથી કહ્યું કે હે માતા!
તમારી આજ્ઞાથી હું નહિ કરવા યોગ્ય કામ પણ કરીશ માટે તમારા મનમાં જે હોય તે
કહો. તે વખતે પાપી બ્રાહ્મણીએ નારદ અને પર્વતના વિવાદનો સર્વ વૃત્તાંત કહ્યો અને
એમ પણ કહ્યું કે મારો પુત્ર સાવ જૂઠો છે, પણ તેના જૂઠને તમે સત્ય કરો. મારા કારણે,
તેનો માનભંગ ન થાય તેમ કરો. રાજાને તે વાત અયોગ્ય લાગવા છતાં અને દુર્ગતિનું
કારણ હોવા છતાં તેને માન્ય રાખી. બીજે દિવસે સવારમાં જ નારદ અને પર્વત રાજાની
પાસે આવ્યા, અનેક લોકો કૌતુહલ જોવા આવ્યા, સામંતો મંત્રીઓ વગેરે રાજ્યના ઘણાં
માણસો ભેગા થઈ