નામની સ્ત્રી હતી. તે બ્રાહ્મણ તાપસતાં વ્રત લઈ વનમાં જઈ કંદમૂળ, ફળ વગેરે ખાતો.
બ્રાહ્મણી પણ તેની સાથે રહેતી. તેને ગર્ભ રહ્યો. ત્યાં એક દિવસ કેટલાક સંયમી મુનિ
આવ્યા, થોડીવાર બેઠા. બ્રાહ્મણ અને બ્રાહ્મણી પણ પાસે આવીને બેઠાં. બ્રાહ્મણી ગર્ભવતી,
પીળા શરીરવાળી, ગર્ભના ભારથી દુઃખપૂર્વક શ્વાસ લેતી સાપણ જેવી લાગતી. તેને
જોઈને મુનિને દયા આવી. તેમાંથી મોટા મુનિ બોલ્યા, ‘જુઓ આ પ્રાણી કર્મનાં વશે
જગતમાં ભ્રમણ કરે છે. ધર્મબુદ્ધિથી કુટુંબનો ત્યાગ કરી સંસારસાગર તરવા માટે’ તો હે
તાપસ! તું વનમાં આવીને રહ્યો. તો પછી આ દુષ્ટ કામ કેમ કર્યું. સ્ત્રીને ગર્ભવતી
બનાવી? તારામાં અને ગૃહસ્થમાં શો તફાવત છે? જેમ વમન કરેલા આહારને મનુષ્ય
ફરીવાર ખાતો નથી તેમ વિવેકી પુરુષ ત્યજી દીધેલા કામાદિને ફરી આદરતા નથી. કોઈ
વેષ ધારણ કરે અને સ્ત્રીનું સેવન કરે તો ભયાનક વનમાં શિયાળણી થઈને અનેક કુજન્મ
પામે છે, નરક નિગોદમાં જાય છે. જે કુશીલનું સેવન કરે, સર્વ આરંભમાં પ્રવર્તે અને
મદોન્મત થઈ પોતાને તાપસ માને તે મહાઅજ્ઞાની છે. કામસેવનથી દગ્ધ ચિત્ત અને
આરંભમાં પ્રવર્તતા હોય તેને તપ શેનું હોય? કુદ્રષ્ટિથી ગર્વિત, વેષધારી, વિષયાભિલાષી
જે કહે છે કે હું તપસી છું તે મિથ્યાવાદી છે. વ્રતી શાનો? સુખે બેસવું, સુખે સૂવું,
સૂખપૂર્વક આહારવિહાર કરવો, ઓઢવું, પાથરવું આદિ બધાં કામ કરે અને પોતાને સાધુ
માને તે મૂર્ખ પોતાને ઠગે છે. જે બળતા ઘરમાંથી નીકળીને પાછો તેમાં પ્રવેશ કેવી રીતે
કરાય? જેમ છિદ્ર મળતાં પિંજરામાંથી નીકળેલું પક્ષી પણ ફરી પોતાને પિંજરામાં નાખતું
નથી તેમ વિરક્ત થઈ પાછા કોણ ઇન્દ્રિયોને વશ થાય? જે ઇન્દ્રિયોને વશ થાય છે તે
લોકમાં નિંદાયોગ્ય થાય છે, આત્મકલ્યાણ પામતો નથી. સર્વ પરિગ્રહના ત્યાગી મુનિએ
એકાગ્ર ચિત્તે એક આત્મા જ ધ્યાવવા યોગ્ય છે. તારા જેવા આરંભીથી આત્માનું ધ્યાન
ક્યાંથી થાય? પ્રાણીઓને પરિગ્રહનાં પ્રસંગથી રાગદ્વેષ ઊપજે છે, રાગથી કામ ઊપજે છે,
દ્વેષથી જીવહિંસા થાય છે. કામક્રોધથી પીડિત જીવના મનને મોહ પીડે છે. મૂર્ખને કરવા
યોગ્ય અને ન કરવા યોગ્યની વિવેકરૂપ બુદ્ધિ હોતી નથી. જે અવિવેકથી અશુભ કર્મ
ઉપાર્જે છે તે ઘોર સંસારસાગરમાં ભમે છે. આ સંસર્ગનો દોષ જાણીને જે પંડિત છે તે
શીઘ્ર જ વૈરાગી થાય છે. પોતા વડે પોતાને જાણી વિષયવાસનાથી નિવૃત્ત થઈ
પરમધામને પામે છે. આ પ્રમાણે પરમાર્થરૂપ ઉપદેશનાં વચનો મહામુનિએ કહ્યાં. પછી
બ્રાહ્મણ બ્રહ્મરુચિ નિર્મોહી થઈને મુનિ થયો. પોતાની સ્ત્રી કુરમીનો ત્યાગ કરી ગુરુની
સાથે જ વિહાર કર્યો. તે બ્રાહ્મણી કુરમીએ શુદ્ધ બુદ્ધિથી પાપકર્મથી નિવૃત્ત થઈ શ્રાવકના
વ્રતને આદર્યા. રાગાદિના વશે સંસારનું પરિભ્રમણ થાય છે એમ જાણીને તેણે કુમાર્ગનો
સંગ છોડયો. જિનરાજની ભક્તિમાં તત્પર થઈ. પતિરહિત એકલી, મહાસતી સિંહણની
પેઠે વનમાં ભમતી. તેને દસમે મહિને પુત્ર જન્મ્યો. જ્ઞાનક્રિયાને જાણનારી તે મહાસતી
પુત્રને જોઈ મનમાં વિચારવા લાગી કે આ પુત્ર પરિવારનો સંબંધ અનર્થનું મૂળ છે, એમ
મુનિરાજે કહ્યું હતું તે સત્ય છે. તેથી હું