Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 126 of 660
PDF/HTML Page 147 of 681

 

background image
૧ર૬ અગિયારમું પર્વ પદ્મપુરાણ
આ પુત્રના સંગનો ત્યાગ કરી આત્મકલ્યાણ કરું. આ પુત્ર મહાભાગ્યવાન છે, એના રક્ષક
દેવ છે, આણે જે કર્મ ઉપાર્જ્યા છે તેનું ફળ તે અવશ્ય ભોગવશે. વનમાં અને સમુદ્રમાં
અથવા વેરીઓના ઘેરામાં પડેલા પ્રાણીનું રક્ષણ પણ તેના પૂર્વોપાર્જિત કર્મ જ કરે છે,
બીજું કોઈ નહિ અને જેનું આયુષ્ય અલ્પ હોય તે માતાની ગોદમાં બેઠાં પણ મૃત્યુ પામે
છે. આ બધા સંસારી જીવો કર્મોને આધીન છે. ભગવાન સિદ્ધ પરમાત્મા કર્મકલંકરહિત છે,
આવું જ્ઞાન જેને થયું છે એવી તેણે મહાનિર્મળ બુદ્ધિથી બાળકને વનમાં ત્યજીને,
વિકલ્પરૂપ જડતા ખંખેરીને અલોકનગરમાં પ્રવેશ કર્યો. ત્યાં ઇન્દ્રમાલિની નામની આર્યા
અનેક આર્યાઓની ગુરુ હતી, તેની પાસે આવી તે અર્જિકા બની.
આકાશમાર્ગે જાંભ નામનો એક દેવ જતો હતો તેણે પેલા પુણ્યના અધિકારી,
રૂદનાદિરહિત બાળકને જોયો. દયા લાવીને તેને ઉપાડી લીધો અને ખૂબ આદરથી તેનું
પાલન કર્યું. અને આગમ, અધ્યાત્મશાસ્ત્રો શીખવ્યાં તેથી તે સિદ્ધાંતનું રહસ્ય જાણવા
લાગ્યો. મહાપંડિત થયો. તેને આકાશગામિની વિદ્યા પણ સિદ્ધ થઈ. તે યુવાન થયો,
શ્રાવકનાં વ્રત લીધાં. તે શીલવ્રતમાં અત્યંત દ્રઢ હતો. પોતાનાં માતાપિતા, જે આર્યા અને
મુનિ થયાં હતાં. તેમની વંદના કરતો. નારદ સમ્યગ્દર્શનમાં તત્પર છે, તેણે અગિયારમી
પ્રતિમા લઈ ક્ષુલ્લક શ્રાવકના વેષમાં વિહાર કર્યો, પરંતુ કર્મના ઉદયથી તેને તીવ્ર વૈરાગ્ય
નથી. તે ન ગૃહસ્થી છે ન સંયમી છે. તે ધર્મપ્રિય છે અને કલહપ્રિય પણ છે. તે વાચાળ
છે, ગાયનવિદ્યામાં પ્રવીણ છે, રાગ સાંભળવામાં તેને વિશેષ અનુરાગ છે, મહાપ્રભાવશાળી
છે, રાજાઓ વડે પૂજ્ય છે, તેની આજ્ઞા કોઈ લોપતું નથી, પુરુષો અને સ્ત્રીઓમાં સદાય
તેનું ખૂબ સન્માન છે, અઢી દ્વીપમાં મુનિ અને જિન ચૈત્યાલયોનાં દર્શન કરે, સદાય પૃથ્વી
અને આકાશમાં ફરતા જ રહે છે, તેની દ્રષ્ટિ કૌતુહલ કરવાની છે. તે દેવો દ્વારા વૃદ્ધિ
પામ્યા અને દેવ સમાન તેનો મહિમા છે, પૃથ્વી ઉપર તે દેવર્ષિ કહેવાય છે, વિદ્યાના
પ્રભાવથી સદા તેમણે અદ્ભુત ઉદ્યોત કર્યો છે.
તે નારદ વિહાર કરતાં એકવાર મરુતની યજ્ઞભૂમિ ઉપર જઈ પહોંચ્યા. તેમણે ઘણાં
લોકોની ભીડ જોઈ અને પશુઓને બંધાયેલાં જોયા એટલે દયાભાવ લાવીને યજ્ઞભૂમિ પર
ઊતર્યા. ત્યાં જઈને મરુતને કહેવા લાગ્યાઃ ‘હે રાજા! જીવની હિંસા એ દુર્ગતિનું જ દ્વાર
છે. તે આવું મહાપાપનું કામ કેમ શરૂ કર્યું છે?’ ત્યારે મરુત કહેવા લાગ્યોઃ ‘આ સંવર્ત
બ્રાહ્મણ સર્વ શાસ્ત્રોના અર્થમાં પ્રવીણ, યજ્ઞનો અધિકારી છે, એ બધું જાણે છે, એની સાથે
ધર્મ ચર્ચા કરો, યજ્ઞથી ઉત્તમ ફળ મળે છે.’ એટલે નારદે યજ્ઞ કરાવનારને કહ્યું કે હે
મનુષ્ય! તેં આ શું કાર્ય આરંભ્યું છે? સર્વજ્ઞ વીતરાગે આવા કાર્યને દુઃખનું કારણ કહ્યું છે.
ત્યારે સંવર્ત બ્રાહ્મણ કોપ કરીને કહેવા લાગ્યો કે અરે, તારી મૂઢતા ઘણી મોટી છે, તું
બિલકુલ મેળ વિનાની વાત કરે છે. તેં કોઈને સર્વજ્ઞ અને રાગરહિત વીતરાગ કહ્યા, પણ
તે સર્વજ્ઞ વીતરાગ હોય તે વક્તા ન હોય અને જે વક્તા હોય તે સર્વજ્ઞ વીતરાગ ન
હોય. તથા અશુદ્ધ મલિન જીવનું કહેલું વચન પ્રમાણ