Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 127 of 660
PDF/HTML Page 148 of 681

 

background image
પદ્મપુરાણ અગિયારમું પર્વ ૧ર૭
ન કહેવાય. જે અનુપમ સર્વજ્ઞ છે જે જોવામાં આવતા નથી માટે વેદ અકૃત્રિમ છે, વેદોક્ત
માર્ગ પ્રમાણ છે. વેદમાં શુદ્ર સિવાયના ત્રણ વર્ણોને યજ્ઞ કરાવવાનું કહ્યું છે. આ યજ્ઞ
અપૂર્વ ધર્મ છે, તે સ્વર્ગનાં અનુપમ સુખ આપે છે. વેદીમાં પશુનો વધ કરવો તે પાપનું
કારણ નથી, શાસ્ત્રમાં કહ્યો છે તે માર્ગ કલ્યાણનું જ કારણ છે. આ પશુઓની સૃષ્ટિ
વિધાતાએ યજ્ઞ માટે જ રચી છે માટે યજ્ઞમાં પશુના વધનો દોષ નથી. સંવર્ત બ્રાહ્મણના
આવાં વિપરીત વચનો સાંભળીને નારદે કહ્યુંઃ ‘હે વિપ્ર! તેં આ બધું અયોગ્ય જ કહ્યું છે,
તારો આત્મા હિંસાના માર્ગથી દૂષિત છે. હવે તું ગ્રંથના અર્થનો સાચો ભેદ સાંભળ. તું કહે
છે કે સર્વજ્ઞ નથી. હવે જો સર્વથા સર્વજ્ઞ ન હોય તો શબ્દ સર્વજ્ઞ, અર્થ સર્વજ્ઞ અને બુદ્ધિ
સર્વજ્ઞ આ ત્રણ ભેદ શા માટે કહ્યા છે? જો સર્વજ્ઞ પદાર્થ હોય તો જ કહેવામાં આવે. જો
સિંહ છે તો ચિત્રમાં જોઈએ છીએ માટે સર્વનાં દેખનાર અને જાણનાર સર્વજ્ઞ છે. સર્વજ્ઞ
ન હોય તો અમૂર્તિક અતીન્દ્રિય પદાર્થને કોણ જાણે? માટે સર્વજ્ઞનું વચન પ્રમાણે છે અને
તેં કહ્યું કે યજ્ઞમાં પશુઓનો વધ દોષ કરનાર નથી તો પશુનો વધ કરતાં તેને દુઃખ થાય
છે કે નહિ? જો દુઃખ થયું હોય તો પાપ લાગે જ, જેમ પારધી હિંસા કરે છે તે જીવોને
દુઃખ થાય છે અને તેને પાપ થાય જ છે. વળી, તે કહ્યું કે વિધાતા સર્વલોકના કર્તા છે
અને આ પશુ યજ્ઞને માટે બનાવ્યાં છે, તો એ કથન પ્રમાણ નથી. ભગવાન તો કૃતકૃત્ય
હોય છે. તેમને સૃષ્ટિ રચવાનું શું પ્રયોજન હોય? અને કહો કે એવી ક્રિડા કરે છે તો તે
કૃતાર્થનું કાર્ય ન હોય. ક્રીડા કરે તેને તો બાળક સમાન ગણવામાં આવે છે અને જો સૃષ્ટિ
રચે તો તે પોતાના જેવી રચે. તે તો સુખપિંડ છે અને આ સૃષ્ટિ દુઃખરૂપ છે. જે કૃતાર્થ
હોય તે કર્તા ન હોય ને જે કર્તા હોય તે કૃતાર્થ ન હોય. જેને કાંઈક ઈચ્છા હોય તે જ
કરે. જેને ઈચ્છા છે તે ઈશ્વર નથી અને ઈશ્વર વિના કરવાને સમર્થ નથી. માટે એમ
નક્કી થયું કે જેને ઈચ્છા છે તે કરવાને સમર્થ નથી અને જે કરવામાં સમર્થ છે તેને
ઈચ્છા નથી, માટે જેને તું વિધાતા-કર્તા માને છે તે કર્મથી પરાધીન તારા જેવો જ છે.
ઈશ્વર તો અમૂર્તિક છે, તેને શરીર હોતું નથી. શરીર વિના તે સૃષ્ટિ કેવી રીતે રચે? જો
યજ્ઞને માટે પશુ બનાવ્યાં હોય તો તેમને વાહનાદિ કાર્યમાં શા માટે જોડવામાં આવે છે?
માટે આ નિશ્ચય થયો કે આ ભવસાગરમાં અનાદિકાળથી આ જીવોએ રાગાદિ ભાવ વડે
કર્મ બાંધ્યા છે અને તેના કારણે તે જુદી જુદી યોનિઓમાં પરિભ્રમણ કરે છે. આ જગત
અનાદિ નિધન છે, કોઈનું કરેલું નથી. સંસારી જીવ કર્માધીન છે અને જો તું એમ પૂછીશ
કે કર્મ પહેલાં છે કે શરીર પહેલું છે? તો જેમ બીજ અને વૃક્ષ છે તેમ શરીર અને કર્મ
જાણવાં. બીજથી વૃક્ષ છે અને વૃક્ષથી બીજ છે. જેમનું કર્મરૂપી બીજ બળી ગયું તેને
શરીરરૂપ વૃક્ષ હોતું નથી અને શરીરવૃક્ષ વિના સુખદુઃખાદિ ફળ પણ આવતાં નથી. માટે
આ આત્મા મોક્ષાવસ્થામાં કર્મરહિત, મન ઇન્દ્રિયોથી અગોચર અદ્ભુત પરમ આનંદ
ભોગવે છે. તે નિરાકાર સ્વરૂપ અવિનાશી છે. તે અવિનાશી પદ દયાધર્મથી જ પ્રાપ્ત થાય
છે. તું કોઈ પુણ્યના ઉદયથી મનુષ્યભવ પામ્યો