રાવણને વરીને અત્યંત ક્રીડા કરવા લાગી, જેમ વર્ષા પહાડને પામીને અત્યંત વરસે તેમ.
વૈશ્રવણ યક્ષના માનનું મર્દન કરનાર, દિગ્વિજય માટે નીકળેલ, તેને સમસ્ત પૃથ્વીને
જીતતો જોઈ સૂર્ય લજજા અને ભયથી વ્યાકુળ થઈને દબાઈ ગયો.
મેઘમાળાથી આચ્છાદિત થાય છે અને તારા પણ દેખાતા નથી. આ વર્ષાઋતુ સ્ત્રી સમાન
છે, વીજળી તેની કટિમેખલા છે, ઇન્દ્રધનુષ્ય તે વસ્ત્રાભૂષણ છે, પયોધર (મેઘ અને
સ્તન) ને વક્ષસ્થળ છે. રાવણ મહામનોહર કેતકીની વાસ અને પદ્મિની સ્ત્રીઓના
શરીરની સુગંધને પોતાના શરીરની સુગંધથી જીતી લે છે. તેના સુગંધી શ્વાસથી ખેંચાઈને
ભમરાઓ ગુંજારવ કરે છે. ગંગાતટ પર પડાવ નાખીને વર્ષાઋતુ પૂર્ણ કરી. ગંગાના તટ
પર હરિત તૃણ શોભે છે, નાના પ્રકારનાં પુષ્પોની સુગંધ ફેલાઈ રહી છે, ઊંચા ઊંચા વૃક્ષો
શોભે છે. રાવણે અતિ સુખપૂર્વક ચાતુર્માસ પૂર્ણ કર્યું. હે શ્રેણિક! જે પુણ્યાધિકારી મનુષ્ય
છે તેનું નામ સાંભળીને સર્વ લોકો નમસ્કાર કરે છે અને સુંદર સ્ત્રીઓ સ્વયંમેવ આવીને
વરે છે, ઐશ્વર્યના નિવાસ પરમ વૈભવ પ્રગટ થાય છે. તેમના તેજથી સૂર્ય પણ શીતલ
થાય છે; આમ જાણીને, આજ્ઞા માનીને, સંશય છોડીને, પુણ્યપ્રાપ્તિનો યત્ન કરો.
રાવણના દિગ્વિજયનું વર્ણન કરનાર અગિયારમું પર્વ પૂર્ણ થયું.
પુત્રીને પરણાવવાનું મંગલ કાર્ય કરવું યોગ્ય છે. રાવણને પુત્રીના વિવાહની ચિંતામાં
તત્પર જોઈને રાજા હરિવાહને પોતાના પુત્રને પાસે બોલાવ્યો. રાવણે હરિવાહનના પુત્રને
અતિસુંદર અને વિનયવાન જોઈને પોતાની પુત્રી પરણાવવાની ઈચ્છા કરી. રાવણે
પોતાના મનમાં વિચાર્યું કે મથુરા નગરીનો રાજા હરિવાહન સર્વ નીતિશાસ્ત્રોમાં પ્રવીણ છે,
અમારાં ગુણોની કીર્તિમાં તેને પ્રેમ છે, તેનો પ્રાણથીય પ્યારો પુત્ર મધુ પ્રશંસાયોગ્ય છે,
મંત્રીઓએ રાવણને કહ્યું કે હે દેવ! આ મધુકુમાર પરાક્રમી છે, તેના ગુણોનું વર્ણન થાય
તેમ નથી. તેના શરીરમાંથી સુગંધ ફોરે છે, જે સર્વ લોકોનું મન