સુખી થાય તેમ. રાવણ જે માર્ગે નીકળતો તે દેશમાં વાવ્યા વિના જ સ્વયંમેવ ધાન્ય
ઉત્પન્ન થતું, પૃથ્વી અત્યંત શોભાયમાન થતી, પ્રજાજનો ખૂબ આનંદિત થઈ અનુરાગરૂપી
જળથી એની કીર્તિરૂપી વેલને સીંચતા. તે કીર્તિ નિર્મળ સ્વરૂપવાળી હતી. કિસાનો કહેતા
કે આપણા મહાભાગ્ય કે આપણા દેશમાં રત્નશ્રવાનો પુત્ર રાવણ આવ્યો. આપણે દીન
લોકો ખેતીમાં જ આસક્ત, લૂખા શરીરવાળા, ફાટેલાં કપડાંવાળા, કઠણ હાથપગવાળા,
આપણો આટલો સમય સુખસ્વાદરહિત ક્લેશમાં જ ગયો. હવે આના પ્રભાવથી આપણે
સંપદાવાન બન્યા. પુણ્યનો ઉદય આવ્યો કે સર્વ દુઃખોને દૂર કરનાર રાવણનું અહીં
આગમન થયું. જે જે દેશમાં એ કલ્યાણથી ભરપૂર વિચરતો તે તે દેશ સંપદાથી પૂર્ણ થતો.
દશમુખ ગરીબોની ગરીબાઈ જોઈ શકતો નહિ. જેનામાં દુઃખ મટાડવાની શક્તિ ન હોય તે
ભાઈઓની સિદ્ધિ શું કામની? આ તો સર્વ પ્રાણીઓનો મોટો ભાઈ થયો હતો. આ રાવણ
ગુણો વડે લોકોને આનંદ ઉપજાવતો. જેના રાજ્યમાં ઠંડી કે ગરમી પણ પ્રજાને બાધા ન
પહોંચાડે તો ચોર, લૂંટારા, ચાડીખોર કે સિંહગજાદિકની બાધા ક્યાંથી હોય? જેના રાજ્યમાં
પવન, પાણી, અગ્નિની પણ પ્રજાને બાધા નહોતી, બધી બાબતો સુખદાયક જ થતી.
વીજળીરૂપી સોનાની સાંકળ પહેરેલા અને બગલાની પંક્તિરૂપી ધજાથી શોભિત છે.
ઇન્દ્રધનુષ્યરૂપ આભૂષણ પહેરીને જ્યારે વર્ષાઋતુ આવી ત્યારે દશે દિશાઓમાં અંધકાર
થઈ ગયો, રાત્રિ-દિવસનો ભેદ જણાતો નહોતો એ યોગ્ય જ છે. જે શ્યામ હોય તે
શ્યામપણું જ પ્રગટ કરે. મેઘ પણ શ્યામ અને અંધકાર પણ શ્યામ. પૃથ્વી પર મેઘની મોટી
ધારા અખંડ વરસવા લાગી. જે માનિની નાયિકાના મનમાં માનનો ભાર હતો તે
મેઘગર્જન વડે ક્ષણમાત્રમાં વિલય પામ્યો અને મેઘના ધ્વનિથી ભય પામેલી જે માનિની
સ્ત્રી હતી તે સ્વયંમેવ ભર્તારને સ્નેહ કરવા લાગી. મેઘની કોમળ, શીતળ ધારા મુસાફરોને
બાણ જેવી લાગતી. મર્મવિદારક ધારાના સમૂહથી જેમનું હૃદય ભેદાઈ ગયું છે એવા
પ્રવાસીઓ ખૂબ વ્યાકુળ બન્યા, જાણે કે તીક્ષ્ણ ચક્રથી છેદાઈ ગયા હોય. નવીન વર્ષાના
જળથી જડતા પામેલ પથિકો ક્ષણમાત્રમાં ચિત્ર જેવા થઈ ગયા. ગાયના ઉદરમાંથી નિરંતર
દૂધની ધારા વર્ષે છે તે જાણે ક્ષીરસાગરના મેઘ ગાયના ઉદરમાં બેસી ગયા હોય તેમ લાગે
છે. વર્ષાઋતુમાં કિસાનો ખેતીના કામમાં પ્રવર્તે છે. રાવણના પ્રભાવથી તે મહાધનના ધણી
બની ગયા. રાવણ બધાં જ પ્રાણીઓના ઉત્સાહનું કારણ બન્યો.
સ્ત્રીઓનાં ચિત્તને અભિલાષી કરતો જાણે કે સાક્ષાત્ વર્ષાકાળનું સ્વરૂપ જ છે. તેનો
અવાજ ગંભીર છે, જેમ મેઘ ગાજે છે તેમ રાવણ ગર્જના કરે છે. રાવણની આજ્ઞાથી સર્વ
નરેન્દ્રો આવી મળ્યા, હાથ જોડી