ઉદયથી અંધકાર જતો રહે તેમ. રાવણ વેરીઓથી સહન થાય તેમ નહોતો. જેમ જળનો
પ્રવાહ રોકવાથી રોકાય નહિ અને ક્રોધસહિત ચિત્તનો વેગ મિથ્યાદ્રષ્ટિ તાપસોથી રોકાય
નહિ તેમ સામંતોથી રાવણ રોકાય તેમ નહોતો. ઇન્દ્ર પણ કૈલાશ પર્વત જેવા હાથી ઉપર
બેસીને ધનુષ ધારણ કરી ભાથામાંથી તીર ખેંચતો રાવણની સામે આવ્યો, કાન સુધી
ધનુષ્ય ખેંચીને રાવણ તરફ બાણ ફેંકયું અને જેમ પહાડ પર મેઘ મોટી ધારા વરસાવે તેમ
રાવણ પણ ઇન્દ્રે બાણોની વર્ષા કરી. રાવણે ઇન્દ્રના બાણ આવતાં રસ્તામાં જ કાપી
નાખ્યાં અને પોતાનાં બાણોથી શિર ઉપર મંડપ કર્યો. બાણોને કારણે સૂર્યનાં કિરણો નજરે
પડતાં નહોતાં. આવું યુદ્ધ જોઈ નારદ આકાશમાં નૃત્ય કરવા લાગ્યા, કેમ કે તેમને ઝગડો
થતો હોય તે જોવામાં આનંદ આવે છે. જ્યારે ઇન્દ્રે જાણ્યું કે આ રાવણ સામાન્ય શસ્ત્રોથી
જિતાશે નહિ એટલે ઈન્દ્રે રાવણ પર અગ્નિબાણ ચલાવ્યું તેનાથી રાવણની સેનામાં
આકુળતા ઉત્પન્ન થઈ. જેમ વાંસનું વન સળગે અને તેનો તડતડાટનો અવાજ થાય,
અગ્નિની જ્વાળા ઊઠે તેમ અગ્નિબાણ બળતું બળતું આવ્યું ત્યારે રાવણે પોતાની સેનાની
વ્યાકુળતા મટાડવા તત્કાળ જળબાણ ચલાવ્યું. આથી પર્વત સમાન મોટી જળધારા વરસવા
લાગી, ક્ષણમાત્રમાં અગ્નિબાણ બુઝાઈ ગયું. હવે ઈન્દ્રે રાવણ પર તામસબાણ ચલાવ્યું
તેથી દશેય દિશામાં અંધકાર ફેલાઈ ગયો. રાવણની સેનામાં કોઈને કાંઈ પણ દેખાતું નહિ.
હવે રાવણે પ્રભાસ્ત્ર એટલે પ્રકાશબાણ ચલાવ્યું તેથી ક્ષણમાત્રમાં સકળ અંધકાર નાશ
પામી ગયો. જેમ જિનશાસનના પ્રભાવથી મિથ્યાત્વનો માર્ગ નાશ પામે તેમ. પછી રાવણે
ક્રોધથી ઈન્દ્ર ઉપર નાગબાણ ચલાવ્યું, જાણે કે કાળા નાગ જ છૂટા મૂકયા. જેની જિહ્વા
ભયંકર લબકારા મારતી તે સર્પો ઇન્દ્ર અને તેની સકળ સેનાને વીંટળાઈ વળ્યા. સર્પોથી
વીંટળાયેલો ઇન્દ્ર અત્યંત વ્યાકુળ બન્યો. જેમ ભવસાગરમાં જીવ કર્મજાળથી વીંટળાઈને
વ્યાકુળ થાય છે તેમ. પછી ઇન્દ્રે ગરુડબાણ છોડયું. સુવર્ણ સમાન પીળી પાંખોના સમૂહથી
આકાશ પીળું થઈ ગયું અને તે પાંખોના પવનથી રાવણનું સૈન્ય હાલવા લાગ્યું. જાણે કે
હીંચકે હીંચકી રહ્યા ન હોય! ગરુડના પ્રભાવથી સર્પો અદ્રશ્ય થઈ ગયા, જેમ શુક્લ
ધ્યાનના પ્રભાવથી કર્મનાં બંધ વિલય પામે તેમ. ઇન્દ્ર જ્યારે નાગબંધમાંથી છૂટીને જેઠ
માસના સૂર્ય સમાન અતિદારુણ તાપ ફેલાવવા લાગ્યો. ત્યારે રાવણે ત્રૈલોકયમંડન હાથીને
ઇન્દ્રના ઐરાવત હાથી ઉપર પ્રેર્યો. ઇન્દ્રે પણ ઐરાવતને ત્રૈલોકયમંડન તરફ ધકેલ્યો. બન્ને
હાથી અત્યંત ગર્વથી લડવા લાગ્યા. બન્નેને મદ ઝરતો હતો, બન્નેનાં નેત્ર ક્રૂર હતા, કાન
હલતા હતા, સોનાની સાંકળ વીજળી સમાન ચમકતી હતી એવા બેય હાથી શરદના મેઘ
સમાન ગર્જના કરતા પરસ્પર સૂંઢોથી અદ્ભુત સંગ્રામ કરવા લાગ્યા.
આપી, પકડીને પોતાના હાથી ઉપર લઈ આવ્યો. રાવણના પુત્ર ઇન્દ્રજિતે ઇન્દ્રના પુત્ર
જયંતને પકડયો અને