મારીને પોતે મર્યો. કોઈના હાથનું શસ્ત્ર શત્રુના ઘાથી તૂટી ગયું તો તેણે પોતાની મુષ્ટિના
પ્રહારથી પણ શત્રુને પ્રાણરહિત કર્યો. તો કોઈ સુભટે શત્રુને હાથથી બથ ભરીને મસળી
નાખ્યા. કોઈ સુભટો દુશ્મનની સેનાની હરોળને ભેદી પોતાના પક્ષના યોદ્ધાઓ માટે માર્ગ
શુદ્ધ કરતા હતા, કોઈ યોદ્ધા યુદ્ધભૂમિમાં પડવા છતાં પણ વેરીને પીઠ દેખાડતા નહિ, સીધા
જ પડતા. રાવણ અને ઇન્દ્રના યુદ્ધમાં હજારો હાથી, ઘોડા, રથ પડયા, પહેલાં જે ધૂળ ઊડી
હતી તે મદોન્મત્ત હાથીનો મદ ઝરવાથી અને સામંતોના રુધિરના પ્રવાહથી દબાઈ ગઈ.
સામંતોનાં આભૂષણોથી, રત્નોની જ્યોતિથી આકાશમાં ઇન્દ્રધનુષ્ય થઈ ગયું. કોઈ યોદ્ધા
ડાબા હાથે પોતાનાં આંતરડાં પકડી મહાભયંકર ખડ્ગ કાઢી શત્રુ ઉપર તૂટી પડતા તો
કોઈ યોદ્ધા પોતાનાં આંતરડાંથી જ કમરને મજબૂત બાંધી, હોઠ કરડતાં શત્રુ ઉપર જતાં,
કોઈ આયુધરહિત થઈ ગયા તો પણ રુધિરથી રંગાઈને વેરીના માથા પર હાથથી પ્રહાર
કરતા. કોઈ રણધીર પાશથી વેરીને બાંધીને પછી છોડી દેતા. કોઈ ન્યાયસંગ્રામમાં તત્પર
વેરીને આયુધરહિત જોઈ પોતે પણ આયુધ ફેંકી ઊભા રહી જતા કેટલાક અંત સમયે
સંન્યાસ ધારણ કરી નમસ્કારમંત્રનું ઉચ્ચારણ કરી સ્વર્ગે ગયા. કોઈ આશીવિષ સર્પ
સમાન ભયંકર યોદ્ધા પડતા પડતા પણ પ્રતિપક્ષીને મારીને મરતા. કોઈ પરમ ક્ષત્રિય
ધર્મને જાણનાર પોતાના શત્રુને મૂર્છિત થયેલો જોઈ પોતે પવન નાખી તેને જાગ્રત કરતા.
આ પ્રમાણે કાયરોને ભય ઉત્પન્ન કરનાર અને યોદ્ધાઓને આનંદ ઉત્પન્ન કરનાર
મહાસંગ્રામ ખેલાયો. અનેક તુરંગ અને યોદ્ધા હણાયા, અનેક રથના ચૂરેચૂરા થઈ ગયા,
હાથીઓની સૂંઢો કપાઈ ગઈ, અશ્વોના પગ તૂટી ગયા, પૂંછડી કપાઈ ગઈ, પ્યાદાં કામ
આવી ગયા. રુધિરના પ્રવાહથી સર્વ દિશા લાલ થઈ ગઈ. આવુ યુદ્ધ થયું તો પણ રાવણે
કિંચિત્માત્ર ગણ્યું નહિ. તેણે સુમતિ નામના સારથિને કહ્યું કે હે સારથિ! તું મારો રથ
ઇન્દ્ર સામે લાવ. સામાન્ય માણસોને મારવાથી શું લાભ? આ તૃણ સમાન સામાન્ય
માણસો ઉપર મારાં શસ્ત્રો ન ચાલે. હું તો આ ક્ષુદ્ર મનુષ્ય પોતાને ઇન્દ્ર કહેવરાવે છે તેને
આજ મારીશ અથવા પકડીશ. એ વિડંબના કરનાર પાખંડ ચલાવી રહ્યો છે તેને તત્કાળ
દૂર કરીશ. એની ધીટતા તો જુઓ, પોતાને ઇન્દ્ર કહેવરાવે છે અને કલ્પિત લોકપાળ
સ્થાપ્યા છે અને આ વિદ્યાધર મનુષ્યોએ દેવ નામ રાખ્યું છે. જુઓ, થોડીક વિભૂતિ આવી
તેથી મૂઢમતિ થયો છે, લોકોના હાસ્યની પણ બીક નથી. નટ જેવો સ્વાંગ ધારણ કર્યો છે.
દુર્બુદ્ધિ પોતાને ભૂલી ગયો છે. પિતાના વિર્ય અને માતાના રુધિરથી હાડમાંસમય શરીર
માતાથી ઉદરથી ઊપજ્યું છે તો પણ પોતાને દેવેન્દ્ર માને છે. વિદ્યાના બળથી એણે એ
કલ્પના કરી છે. જેમ કાગડો પોતાને ગરુડ કહેવરાવે તેમ આ ઇન્દ્ર કહેવરાવે છે. પછી
સુમતિ સારથિએ રાવણનો રથ ઇન્દ્રની સન્મુખ મૂક્યો. રાવણને જોઈને ઇન્દ્રના બધા
સુભટો ભાગી ગયા, રાવણ સાથે યુદ્ધ કરવાને કોઈ સમર્થ નથી. રાવણે સૌને દયાથી કીટ
સમાન દેખ્યા. રાવણની સામે એક ઇન્દ્ર જ ઊભો રહ્યો, કૃત્રિમ દેવો એનું છત્ર જોઈને
ભાગી ગયાઃ જેમ ચંદ્રના