પુત્ર ઇન્દ્રજિતે પોતાની સેનાને ધીરજ આપી અને પોતે જયંતની સામે આવ્યો. ઇન્દ્રજિતે
જયંતનું બખ્તર તોડી નાખ્યું, પોતાનાં બાણથી જયંતને ઘાયલ કર્યો. જયંતનું બખ્તર તૂટી
ગયું હતું, શરીર લોહીથી લાલ થઈ ગયું હતું, એ જોઈને ઇન્દ્ર પોતે યુદ્ધ કરવા તૈયાર
થયો. તે પોતાનાં આયુધથી આકાશને ઢાંકતો, પોતાના પુત્રને મદદ કરવા ઇન્દ્રજિત પર
આવ્યો ત્યારે રાવણને સુમતિ નામના સારથિએ કહ્યું કે હે દેવ! ઐરાવત હાથી ઉપર
બેસી, લોકપાલોથી મંડિત, હાથમાં ચક્ર ધારણ કરી, મુગટનાં રત્નોની પ્રભાથી ઉદ્યોત
કરતો, ઉજ્જવળ છત્રથી સૂર્યને આચ્છાદિત કરતો, ક્ષોભ પામેલા સમુદ્ર સમાન સેના
સહિત આ ઇન્દ્ર આવ્યો છે. ઇન્દ્રજિતકુમાર તેને જીતવાને સમર્થ નથી માટે આપ તૈયાર
થઈને અહંકારી શત્રુનું નિવારણ કરો. રાવણે ઇન્દ્રને સામે આવેલો જોઈને અને પહેલાં
માલીના મરણને યાદ કરીને અને હમણાં જ શ્રીમાલીના વધથી અત્યંત ક્રોધપૂર્વક શત્રુથી
પોતાના પુત્રને ઘેરાયેલો જોઈ પોતે દોડયો, પવન સમાન વેગવાળા રથમાં બેઠો. બન્ને
સેનાના સૈનિકો વચ્ચે વિષમ યુદ્ધ થયું, સુભટોના રોમાંચ ખડા થલ ગયા. પરસ્પર
શસ્ત્રોના પ્રહારથી અંધકાર થઈ ગયો, રુધિરની નદી વહેવા લાગી, પરસ્પર યોદ્ધાઓ
ઓળખાતાય નહિ, કેવળ ઊંચા અવાજથી ઓળખાણ પડતી. ગદા, શક્તિ, બરછી, ત્રિશૂળ,
પાશ, કુહાડા, મુદ્ગર, વજ્ર, પાષાણ, હળ, દંડ, વાંસનાં બાણ અને એવાં જ જાતજાતનાં
શસ્ત્રોથી પરસ્પર યુદ્ધ થયું, શસ્ત્રોના અતિ વિકરાળ યુદ્ધથી અગ્નિ પ્રજવલિત થયો, રણમાં
નાના પ્રકારના શબ્દો થઈ રહ્યા છે. હાથીથી હાથીમરાયા. ઘોડાથી ઘોડા મરાયા, રથોથી
રથો તૂટયા, પગપાળા સૈનિકોએ પગપાળા સૈનિકોને હણ્યા, હાથીની સૂંઢોમાંથી ઉછાળેલ
જળથી શસ્ત્રપાતથી પ્રગટેલ અગ્નિ શાંત થઈ ગયો. પરસ્પર ગજયુદ્ધથી હાથીના દાંત તૂટી
ગયા, ગજમોતી વિખરાઈ ગયાં. યોદ્ધાઓ પરસ્પર રાડો પાડતાં બોલવા લાગ્યાંઃ હે
શૂરવીર! શસ્ત્ર ચલાવ, કાયર કેમ થઈ ગયો? ભડ, મારી તલવારનો પ્રહાર સાંભળ, મારી
સાથે લડ, આ મર્યો, તું હવે ક્યાં જાય છે? તો વળી કોઈ બોલતુંઃ તું આવી યુદ્ધ કળા
ક્યાં શીખ્યો? તલવાર પકડતા પણ આવડતું નથી’ તો કોઈ કહેતુંઃ તું આ મેદાનમાંથી
ભાગી જા, તારી રક્ષા કર, તું શું યુદ્ધકળા જાણે? તારું શસ્ત્ર મને વાગ્યું તો મારી
ખંજવાળ પણ ન મટી, તેં અત્યાર સુધી તારા સ્વામીનું અન્ન મફતનું ખાધું, હજી તે
ક્યાંય યુદ્ધ જોયું લાગતું નથી.’ તો કોઈ કહે છે કે તું કેમ ધ્રુજે છે, સ્થિર થા, મુઠ્ઠી
મજબૂત કર, તારા હાથમાંથી ખડ્ગ પડી જશે. ઇત્યાદિ યોદ્ધાઓમાં અવાજો થતા હતા.
યોદ્ધાઓ ખૂબ ઉત્સાહમાં હતા. તેમને મરવાનો ભય નહોતો, પોતપોતાના સ્વામી આગળ
સુભટો સારુ દેખાડવા પ્રયત્ન કરતા, કોઈનો એક હાથ શત્રુની ગદાના પ્રહારથી તૂટી ગયો
હતો તો પણ એક હાથથી તે લડયા કરતો. કોઈનું મસ્તક કપાઈ ગયું તો પણ ધડ જ લડે
છે, શત્રુના બાણથી છાતી ભેદાઈ ગઈ હોય તો પણ મન હટતું નથી, સામંતોના શિર
પડયાં, તો પણ તેમણે માન ન છોડયું, શૂરવીરોને યુદ્ધમાં મરણ પ્રિય લાગે છે, હારીને
જીવતા રહેવું પ્રિય લાગતું નથી, સુભટોએ યશની રક્ષા અર્થે પ્રાણ ત્યાગ્યા, પણ કાયર
થઈને અપયશ ન લીધો. કોઈ