ત્યજીને મોક્ષપદની પ્રાપ્તિના કારણરૂપ મુનિવ્રતને અંગીકાર કરું. રાવણ શત્રુનો વેષ ધારીને
મારો મોટો મિત્ર બન્યો છે, તેણે મને પ્રતિબોધ કર્યો. હું અસાર સુખના આસ્વાદમાં
આસક્ત હતો. આમ ઇન્દ્ર વિચારતો હતો તે જ સમયે નિર્વાણસંગમ નામના ચારણમુનિ
વિહાર કરતાં આકાશમાર્ગે જતા હતાં. ચૈત્યાલયના પ્રભાવથી તેમનું આગળ ગમન થઈ
શક્યું નહિ, તેથી નીચે ઉતર્યા, ભગવાનના પ્રતિબિંબનાં દર્શન કર્યાં. મુનિ ચાર જ્ઞાનના
ધારક હતા. રાજા ઇન્દ્રે ઉઠીને તેમને નમસ્કાર કર્યા, તે મુનિ પાસે જઈને બેઠો. ઘણો
સમય પોતાની નિંદા કરી. સર્વ સંસારનું વૃત્તાંત જાણનાર મુનિએ પરમ અમૃતરૂપ વચનથી
ઇન્દ્રનું સમાધાન કર્યું કે હે ઇન્દ્ર! જેમ રેંટનો એક ઘડો ભર્યો હોય છે, ખાલી થાય છે અને
જે ખાલી હોય છે તે ભરાય છે તેમ આ સંસારની માયા ક્ષણભંગુર છે, એ બદલાઈ જાય
એમાં આશ્ચર્ય નથી. મુનિના મુખથી ઉપદેશ સાંભળીને ઇન્દ્રે પોતાના પૂર્વ ભવ પૂછયા.
ત્યારે અનેક ગુણોથી શોભતા મુનિએ કહ્યુંઃ હે રાજન! અનાદિકાળનો આ જીવ ચાર
ગતિમાં પરિભ્રમણ કરે છે, જે અનંત ભવ તે ધરે તે તો કેવળજ્ઞાનગમ્ય છે, પણ કેટલાક
ભવનું કથન કરું છું તે તું સાંભળ.
લોકોનું એઠું ખાઈને જીવતી. તેનાં અંગ કુરૂપ, વસ્ત્ર મેલાં-ફાટેલાં, વાળ રુક્ષ, તે જ્યાં
જતી ત્યાં લોકો અનાદર કરતાં, તેને ક્યાંય સુખ નહોતું. અંતકાળે તેને સુબુદ્ધિ ઉપજી,
એક મુહૂર્તનું અનશન લીધું. તે પ્રાણ ત્યાગીને કિંપુરુષ દેવની શીલધરા નામની દાસી થઈ.
ત્યાંથી ચ્યવીને રત્નનગરમાં ગોમુખ નામનાં કણબીની ધરણી નામની સ્ત્રીને પેટે
સહસ્ત્રભાગ નામના પુત્રરૂપે જન્મી. ત્યાં પરમ સમ્યક્ત્વ પામી તેણે શ્રાવકનાં વ્રત લીધાં
અને મરીને શુક્ર નામના નવમા સ્વર્ગમાં ઉત્તમ દેવનો જન્મ મળ્યો. ત્યાંથી ચ્યવીને
મહાવિદેહ ક્ષેત્રના રત્નસંચય નગરમાં મણિ નામના મંત્રીની ગુણાવલી નામની સ્ત્રીને
સામંતવર્ધન નામના પુત્રરૂપે જન્મી. તેણે પિતાની સાથે વૈરાગ્ય અંગીકાર કર્યો. અતિતીવ્ર
તપ કર્યું, તત્ત્વાર્થમાં ચિત્ત લગાવ્યું, નિર્મળ સમ્યક્ત્વ ધારીને કષાયરહિત બાવીસ પરીષહ
સહીને શરીરત્યાગ કર્યો અને નવમી ગ્રૈવયકમાં ગયો. ત્યાં અહમિન્દ્રનાં સુખ ઘણો કાળ
ભોગવી રાજા સહસ્ત્રાર વિદ્યાધરની રાણી હૃદયસુંદરીની કૂખે તું ઇન્દ્ર નામનો પુત્ર થયો,
આ રથનૂપુરમાં જન્મ્યો. પૂર્વના અભ્યાસથી ઇન્દ્રના સુખમાં મન આસક્ત થયું, તું
વિદ્યાધરોનો અધિપતિ ઇન્દ્ર કહેવાયો. હવે તું નકામો ખેદ કરે છે કે હું વિદ્યામાં અધિક
હતો છતાં શત્રુઓથી પરાજિત થયો. હે ઇન્દ્ર! કોઈ બુદ્ધિ વિનાનો કોદરા વાવીને શાલિ
(ચોખા) ની ઇચ્છા કરે તે નિરર્થક છે. આ પ્રાણી જેવાં કર્મ કરે તેવાં ફળ ભોગવે છે. તેં
પૂર્વે ભોગનું સાધન થાય એવાં શુભ કર્મ કર્યાં હતાં તે નાશ પામ્યાં. કારણ વિના કાર્યની
ઉત્પત્તિ થતી નથી. એ બાબતમાં આશ્ચર્ય શેનું હોય? તેં આ જ જન્મમાં અશુભ કર્મ કર્યાં,
તેનું આ અપમાનરૂપ ફળ મળ્યું અને રાવણ તો નિમિત્તમાત્ર છે. તે જે અજ્ઞાનરૂપ ચેષ્ટા
કરી તે શું નથી જાણીતો? તું ઐશ્વર્યના મદથી ભ્રષ્ટ