અરિંજ્યપુરમાં વહ્નિવેગ નામના રાજાની વેગવતી રાણીની અહલ્યા નામની પુત્રીનો
સ્વયંવર મંડપ રચાયો હતો. ત્યાં બન્ને શ્રેણીના વિદ્યાધરો અતિ અભિલાષા રાખીને ગયા
હતા અને તું પણ ઘણી મોટી સંપદા સહિત ગયો હતો. એક ચંદ્રવર્ત નામના નગરનો
ધણી રાજા આનંદમાલ પણ ત્યાં આવ્યો હતો. અહલ્યાએ બધાને છોડીને તેનાં ગળામાં
વરમાળ આરોપી હતી. તે આનંદમાળ અહલ્યાને પરણીને જેમ ઇન્દ્ર ઇન્દ્રાણી સહિત
સ્વર્ગલોકમાં સુખ ભોગવે તેમ મનવાંછિત ભોગ ભોગવતાં હતાં. જે દિવસથી અહલ્યા તેને
પરણી તે દિવસથી તને એના પ્રત્યે ઈર્ષા વધી. તેં એને તારો મોટો શત્રુ માન્યો. કેટલાક
દિવસ તે ઘરમાં રહ્યો. પછી એને એવો વિચાર આવ્યો કે આ દેહ વિનાશિક છે, એનાથી
મને કાંઈ લાભ નથી, હવે હું તપ કરીશ, જેથી સંસારનું દુઃખ દૂર થાય. આ ઇન્દ્રિયના
ભોગ મહાઠગ છે, તેમાં સુખની આશા ક્યાંથી હોય? આમ મનમાં વિચારીને તે જ્ઞાની
અંતરાત્મા સર્વ પરિગ્રહ છોડીને તપશ્ચરણ કરવા લાગ્યો. એક દિવસે તે હંસાવલી નદીને
કિનારે કાયોત્સર્ગ ધારણ કરીને બેઠો હતો ત્યાં તેને તેં જોયો. તેને જોતાં જ તારો ક્રોધાગ્નિ
ભભૂક્યો અને તેં મૂર્ખાએ ગર્વથી તેની મશ્કરી કરીઃ ‘અહો આનંદમાલ! તું કામભોગમાં
અતિઆસક્ત હતો, હવે અહલ્યા સાથે રમણ કોણ કરશે?’ તે તો વિરક્ત ચિત્તે પહાડ
સમાન નિશ્ચળ થઈને બેઠો હતો. તેનું મન તત્ત્વાર્થનાં ચિંતવનમાં અત્યંત સ્થિર હતું. આ
પ્રમાણે તેં પરમ મુનિની અવજ્ઞા કરી. તે તો આત્મસુખમાં મગ્ન હતો, તેણે તારી વાત
હૃદયમાં પેસવા ન દીધી. તેમની પાસે તેનાં ભાઈ કલ્યાણ નામના મુનિ બેઠા હતા તેમણે
તને કહ્યું કે આ નિરપરાધ મુનિની તેં મશ્કરી કરી તેથી તારો પણ પરાજ્ય થશે. ત્યારે
તારી સર્વશ્રી નામની સ્ત્રી જે સમ્યગ્દ્રષ્ટિ અને સાધુની પૂજક હતી તેણે નમસ્કાર કરીને
કલ્યાણ સ્વામીને શાંત કર્યા. જો તેણે તેમને શાંત ન કર્યા હોત તો તું તત્કાળ સાધુના
કોપાગ્નિથી ભસ્મ થઈ જાત. ત્રણ લોકમાં તપ સમાન કોઈ બળવાન નથી. જેવી
સાધુઓની શક્તિ હોય છે તેવી ઇન્દ્રાદિક દેવોની પણ નથી. જે પુરુષ સાધુઓનો અનાદર
કરે છે તે આ ભવમાં અત્યંત દુઃખ પામી નરક નિગોદમાં જ પડે છે, મનથી પણ
સાધુઓનું અપમાન ન કરો. જે મુનિજનનું અપમાન કરે છે તે આ ભવ અને પરભવમાં
દુઃખી થાય છે. જે મુનિઓને મારે અથવા પીડા કરે છે તે અનંતકાળ દુઃખ ભોગવે છે,
મુનિની અવજ્ઞા સમાન બીજું પાપ નથી. મન, વચન અને કાયાથી આ પ્રાણી જેવાં કર્મ
કરે છે તેવાં જ ફળ ભોગવે છે. આ પ્રમાણે પુણ્યપાપ કર્મોનાં ફળ ભલા અને બૂરા લોકો
ભોગવે છે. આમ જાણીને ધર્મમાં વૃદ્ધિ કરો. પોતાના આત્માને સંસારનાં દુઃખથી છોડાવો.
ઇન્દ્ર મહામુનિના મુખેથી પોતાના પૂર્વભવોની કથા સાંભળીને આશ્ચર્ય પામ્યો. તે નમસ્કાર
કરી મુનિને કહેવા લાગ્યો-હે ભગવાન! આપના પ્રસાદથી મેં ઉત્તમ જ્ઞાન મેળવ્યું. હવે
બધાં પાપ ક્ષણમાત્રમાં વિલય પામશે. સાધુઓનાં સંગથી જગતમાં કાંઈ પણ દુર્લભ નથી,
તેમના પ્રસાદથી અનંત જન્મમાં જે નથી મળ્યું તે આત્મજ્ઞાન પણ મળે છે. આમ કહીને
મુનિને વારંવાર વંદના