કરી. મુનિ આકાશમાર્ગે વિહાર કરી ગયા. ઇન્દ્ર ગૃહસ્થાશ્રમમાં અત્યંત વિરક્ત થયો.
શરીરને પાણીના પરપોટા જેવું અસાર જાણીને, ધર્મમાં નિશ્ચળ બુદ્ધિથી પોતાની અજ્ઞાન
ચેષ્ટાને નિંદતા તે મહાપુરુષે પોતાની રાજ્યવિભૂતિ પુત્રને આપીને પોતાના ઘણા પુત્રો,
અનેક રાજાઓ અને લોકપાલો સહિત સર્વ કર્મોની નાશક જિનેશ્વરી દીક્ષા અંગીકાર કરી,
સર્વ પરિગ્રહનો ત્યાગ કર્યો. નિર્મળ ચિત્તવાળા તેણે પહેલાં જેવું શરીર ભોગમાં લગાવ્યું
હતું તેવું જ તપના સમૂહમાં લગાવ્યું, એવું તપ બીજાથી ન થઈ શકે. મહાપુરુષોની શક્તિ
ઘણી હોય છે. તે જેમ ભોગોમાં પ્રવર્તે છે તેમ વિશુદ્ધ ભાવમાં પણ પ્રવર્તે છે. રાજા ઇન્દ્ર
ઘણો કાળ તપ કરી, શુક્લધ્યાનનાં પ્રતાપથી કર્મોનો ક્ષય કરી નિર્વાણ પધાર્યા.
ગૌતમસ્વામી રાજા શ્રેણિકને કહે છે-જુઓ! મહાન માણસોનાં ચરિત્ર આશ્ચર્યકારી હોય છે.
તે પ્રબળ પરાક્રમના ધારણ ઘણો વખત ભોગ ભોગવી, પછી વૈરાગ્ય લઈ અવિનાશી સુખ
ભોગવે છે, એમાં કોઈ આશ્ચર્ય નથી. તે સમસ્ત પરિગ્રહનો ત્યાગ કરી ક્ષણમાત્રમાં
ધ્યાનના બળથી મોટા પાપનો પણ ક્ષય કરે છે; જેમ ઘણા કાળથી ઈંધનની રાશિનો સંચય
કર્યો હોય તે ક્ષણમાત્રમાં અગ્નિના સંયોગથી ભસ્મ થાય છે. આમ જાણીને હે પ્રાણી!
આત્મકલ્યાણનો પ્રયત્ન કરો. અંતઃકરણ વિશુદ્ધ કરો, મરણનો દિવસ કાંઈ નક્કી નથી,
જ્ઞાનરૂપ સૂર્યના પ્રતાપથી અજ્ઞાન અંધકારને દૂર કરો.
પર્વ પૂર્ણ થયું.
ચૈત્યાલયોની વંદના, કરીને પાછો આવતો હતો. સાત ક્ષેત્ર, છ કુલાચલની શોભા
નિહાળતો, જાતજાતનાં વૃક્ષો, નદી, સરોવર વગેરેનું અવલોકન કરતો, સૂર્યના ભવન
સમાન વિમાનમાં વિરાજમાન થઈ લંકામાં આવવા નીકળ્યો હતો ત્યાં તેણે મહામનોહર,
ઉત્તંગ નાદ સાંભળ્યો, અત્યંત આનંદિત થઈને તેણે મારીચ મંત્રીને પૂછયુંઃ હે મારીચ! આ
સુંદર મહાનાદ શેનો છે? દશેય દિશાઓ કેમ લાલ થઈ ગઈ છે? મારીચે જવાબ આપ્યોઃ
હે દેવ! આ કેવળીની ગંધકુટી છે અને અનેક દેવ દર્શન કરવા આવે છે, આ તેના
મનોહર શબ્દ થઈ રહ્યા છે અને દેવોના મુગટાદિનાં કિરણોથી આ દશે દિશા રંગીન બની
રહી છે. આ સુવર્ણ પર્વત ઉપર અનંતવીર્ય મુનિને કેવળજ્ઞાન પ્રગટ થયું છે. આ વચન
સાંભળીને રાવણ બહુ આનંદ પામ્યો. સમ્યગ્દર્શન સહિત, ઇન્દ્રને જીતનાર, મહાકાંતિનો
ધારક તે આકાશમાંથી કેવળીની વંદના માટે પૃથ્વી પર ઉતર્યો. તેણે વંદના અને