બરાબર છે તેમને ઉત્તમ કહે છે. જેમને રાગદ્વેષ નથી, જે સર્વ પરિગ્રહરહિત મહાતપસ્વી
આત્મધ્યાનમાં તત્પર મુનિ છે તેને ઉત્તમ પાત્ર કહે છે. તેમને ભાવથી પોતાની શક્તિ
પ્રમાણે અન્ન, જળ, ઔષધિ આપવી, વનમાં તેમને રહેવા માટે વસ્તિકા કરાવવી અને
આર્યાઓને અન્ન, જળ, ઔષધ, વસ્ત્ર આપવાં. શ્રાવક શ્રાવિકા, સમ્યગ્દ્રષ્ટિઓને બહુ
વિનયથી અન્ન, જળ, વસ્ત્ર, ઔષધ ઇત્યાદિ સર્વસામગ્રી આપવી તે પાત્રદાનની વિધિ છે.
દીન-અંધ વગેરે દુઃખી જીવોને અન્ન, વસ્ત્રાદિ આપવાં, બંધનમાંથી છોડાવવા એ
કરુણાદાનની રીત છે. જોકે એ પાત્રદાનતુલ્ય નથી તો પણ યોગ્ય છે, પુણ્યનું કારણ છે.
પરઉપકાર તે પુણ્ય છે. જેમ સારા ક્ષેત્રમાં વાવેલું બીજ અનેકગણું થઈને ફળે છે તેમ શુદ્ધ
ચિત્તથી પાત્રને કરેલું દાન અધિક ફળ આપે છે. જે પાપી મિથ્યાદ્રષ્ટિ, રાગદ્વેષાદિયુક્ત,
વ્રતક્રિયારહિત મહામાની છે તે પાત્ર નથી અને દીન પણ નથી. તેમને આપવું નિષ્ફળ છે.
નરકાદિનું કારણ છે, જેમ ક્ષારભૂમિમાં વાવેલું બીજ વૃથા જાય છે. જેમ એક કૂવાનું પાણી
શેરડીમાં જઈને મધુરતા પામે છે અને લીમડામાં જઈને કડવું બને છે તથા એક સરોવરનું
જળ ગાયે પીધું હોય તો તે દૂધરૂપ થઈને પરિણમે છે અને સર્પે પીધું હોય તે ઝેરરૂપ
થઈને પરિણમે છે તેમ સમ્યગ્દ્રષ્ટિને ભક્તિથી આપેલું જે દાન તે શુભ ફળ આપે છે અને
પાપી પાખંડી મિથ્યાદ્રષ્ટિ અભિમાની પરિગ્રહી જીવોને ભક્તિથી આપેલું દાન અશુભ ફળ
આપે છે. જે માંસાહારી, મદ્ય પીનારા, કુશીલ સેવનાર પોતાને પૂજ્ય માને તેમનો સત્કાર
ન કરવો, જિનધર્મીઓની સેવા કરવી, દુઃખી જીવોને દેખી દયા કરવી, વિપરીતપણે
વર્તનારા પ્રત્યે મધ્યસ્થ રહેવું. બધા જીવો પર દયા રાખવી, કોઈને કલેશ ઉપજાવવો નહિ.
જે જિનધર્મથી પરાઙમુખ છે, મિથ્યાવાદી છે તે પણ ધર્મ કરવો એમ કહે છે, પરંતુ ધર્મનું
સ્વરૂપ જાણતા નથી. તેથી જે વિવેકી છે તે પરીક્ષા કરીને અંગીકાર કરે છે. વિવેકીનું ચિત્ત
શુભોપયોગરૂપ છે. તે એમ વિચારે છે કે જે ગૃહસ્થ સ્ત્રીસંયુક્ત, આરંભી, પરિગ્રહધારી,
હિંસક, કામક્રોધાદિ સંયુક્ત, અભિમાની અને ધનાઢય છે તથા પોતાને જે પૂજ્ય માને છે
તેમને ભક્તિથી ધન આપવું તેમાં શું ફળ મળે અને તેનાથી પોતે કેટલું જ્ઞાન મેળવે?
અહો, એ તો મોટું અજ્ઞાન છે, કુમાર્ગથી ઠગાયેલા જીવ તેને જ પાત્રદાન કહે છે અને
દુઃખી જીવોને કરુણાદાન કરતા નથી, દુષ્ટ ધનાઢયોને સર્વ અવસ્થામાં ધન આપે છે તે
નકામાં ધનનો નાશ કરે છે. ધનવાનોને આપવાથી શું પ્રયોજન સિદ્ધ થાય? દુઃખીઓને
આપવું કાર્યકારી છે. ધિક્કાર છે તે દુષ્ટોને, જે લોભના ઉદયથી જૂઠા ગ્રંથો બનાવી મૂઢ
જીવોને ઠગે છે. જે મૃષાવાદના પ્રભાવથી માંસનું ભક્ષણ નક્ક્ી કરે છે, પાપી પાખંડી
માંસનો પણ ત્યાગ કરતા નથી તે બીજું શું કરશે? જે ક્રૂર માંસનું ભક્ષણ કરે છે અને જે
માંસનું દાન કરે છે તે ઘોર વેદનાયુક્ત નરકમાં પડે છે, અને જે હિંસાના ઉપકરણ
શસ્ત્રાદિક તથા બંધનના ઉપાય ફાંસી વગેરેનું દાન કરે છે, પંચેન્દ્રિય પશુઓનું દાન કરે છે
અને જે લોકો આ દાનોનું નિરૂપણ કરે છે તે સર્વથા નિંદ્ય છે. જે કોઈ પશુનું દાન કરે
અને તે પશુને બંધનનું,