તૃણ સમાન દેખે છે, પરજીવને પોતાના સમાન દેખે છે, પરનારીને માતા સમાન દેખે છે
તે ધન્ય છે. જે જીવને એવો ભાવ રહે છે કે એવો દિવસ ક્યારે આવશે કે હું જિનેન્દ્રદીક્ષા
લઈ, મહામુનિ થઈ, પૃથ્વી પર નિર્દ્વંદ્વ વિહાર કરું, આ કર્મશત્રુ અનાદિતા છે, તેનો ક્ષય
કરી ક્યારે સિદ્ધપદ પ્રાપ્ત કરું, આવા નિર્મળ ચિત્તવાળાને કર્મ કેવી રીતે રહે? ભયથી
ભાગી જ જાય. કેટલાક વિવેકી સાત-આઠ ભવમાં મુક્તિ જાય છે, કેટલાક બે-ત્રણ
ભવમાં સંસારસમુદ્રથી પાર થાય છે, કેટલાક ચરમશરીરી ઉગ્ર તપથી શુદ્ધોપયોગના
પ્રસાદથી તદ્ભવ મુક્ત થાય છે. જેમ કોઈ માર્ગનો જાણનાર મનુષ્ય ઝડપથી ચાલે તો
ઝડપથી પોતાના સ્થાને પહોંચે અને કોઈ ધીમે ધીમે ચાલે તો ઘણા દિવસે પહોંચે, પરંતુ
જે માર્ગે ચાલે તે પહોંચે ખરો અને જે માર્ગ ન જાણતો હોય અને સો સો યોજન ચાલે
તો પણ ભમ્યા જ કરે, ઇષ્ટસ્થાનમાં પહોંચે નહિ તેમ મિથ્યાદ્રષ્ટિ ઉગ્ર તપ કરે તો પણ
જન્મ-મરણરહિત અવિનાશી પદ પામે નહિ, સંસારવનમાં જ ભટકે. સંસારવન મોહરૂપ
અંધકારથી આચ્છાદિત છે અને કષાયરૂપ સર્પોથી ભરેલું છે. જે જીવને શીલ નથી, વ્રત
નથી, સમ્યક્ત્વ નથી, ત્યાગ નથી, વૈરાગ્ય નથી, તે સંસારસમુદ્ર કેવી રીતે તરે? જેમ
વિંધ્યાચળ પર્વતથી નીકળેલા નદીના પ્રવાહમાં પર્વત સમાન ઊંચા હાથી તણાઈ જાય ત્યાં
એક સસલું કેમ ન તણાય? તેમ જન્મજરામરણરૂપ ભ્રમણના પ્રવાહમાં મિથ્યામાર્ગી
અજ્ઞાની તાપસ વગેરે ડૂબે છે તો પછી તેમના ભક્તોનું તો શું કહેવું? જેમ શિલા જળમાં
તરવા સમર્થ નથી. તેમ પરિગ્રહધારી કુદ્રષ્ટિ શરણાગતોને તારવા સમર્થ નથી. જે
તત્ત્વજ્ઞાની, તપથી પાપને ભસ્મ કરનાર હલકાં થઈ ગયા છે કર્મ જેમનાં તે ઉપદેશથી
પ્રાણીઓને તારવા સમર્થ છે. આ સંસાર-સાગર મહાભયાનક છે. આમાં આ મનુષ્યક્ષેત્ર
રત્નદ્વીપ સમાન છે તે મહાકષ્ટથી પ્રાપ્ત થાય છે માટે બુદ્ધિમાનોએ આ રત્નદ્વીપમાં
નિયમરૂપ રત્ન ગ્રહવા અવશ્ય યોગ્ય છે. પ્રાણી આ દેહને ત્યજી પરભવમાં જશે. જેમ કોઈ
મૂર્ખ દોરો મેળવવા માટે, મહામણિના હારનો દોરો લેવા મહામણિઓનો ચૂરો કરે તેમ આ
જડબુદ્ધિ જીવ વિષયને અર્થે ધર્મરત્નનો ચૂરો કરે છે. જ્ઞાની જીવોએ સદા બાર ભાવનાનું
ચિંતવન કરવું. આ શરીરાદિ સર્વ અનિત્ય છે. આત્મા નિત્ય છે. સંસારમાં અન્ય કોઈ
જીવનું શરણ નથી, પોતાને પોતે જ શરણ છે તથા વ્યવહારથી પંચપરમેષ્ઠીનું શરણ છે.
આ સંસાર મહાદુઃખરૂપ છે, ચાર ગતિમાં ક્યાંય સુખ નથી, એક સુખનું ધામ સિદ્ધપદ છે.
આ જીવ સદા એકલો છે, એનો કોઈ સાથી નથી. સર્વ દ્રવ્યો જુદાં જુદાં છે, કોઈ કોઈને
મળતું નથી. આ શરીર મહા અશુચિ છે, મળમૂત્રનું ભરેલું પાત્ર છે. આત્મા નિર્મળ છે.
મિથ્યાત્વ, અવ્રત, કષાયયોગ, પ્રમાદથી કર્મનો આસ્રવ થાય છે. વ્રત, સમિતિ, ગુપ્તિ,
દશલક્ષણધર્મ, અનુપ્રેક્ષાઓનું ચિંતવન, પરિષહજ્યથી સંવર થાય છે, આસ્રવને રોકવા તે
સંવર. તપથી પૂર્વોપાર્જિત કર્મની નિર્જરા થાય છે. આ લોક ષટ્દ્રવ્યાત્મક, અનાદિ,
અકૃત્રિમ, શાશ્વત છે, લોકના શિખરે સિદ્ધલોક છે, લોકાલોકનો જ્ઞાયક આત્મા છે.
આત્મસ્વભાવ તે જ ધર્મ છે, જીવદયા