ચંપાપુર, નેમિનાથનું ગિરનાર, મહાવીરનું પાવાપુર અને બાકીના બીજા બધાનું
સમ્મેદશિખર છે. શાંતિ, કુંથુ અને અર આ ત્રણ તીર્થંકરો ચક્રવર્તી પણ હતા અને કામદેવ
પણ હતા. તેમણે રાજ્ય છોડીને વૈરાગ્ય લીધો હતો. વાસુપૂજ્ય, મલ્લિનાથ, નેમિનાથ,
પાર્શ્વનાથ અને મહાવીર આ પાંચ તીર્થંકરો કુમાર અવસ્થામાં વિરક્ત થયા, તેમણે રાજ્ય
પણ ન કર્યું અને લગ્ન પણ ન કર્યાં. અન્ય તીર્થંકરો મહામાંડલિક રાજા થયા, તેમણે
રાજ્ય છોડીને વૈરાગ્ય લીધો. ચંદ્રપ્રભ અને પુષ્પદંત આ બેના શરીરનો વર્ણ શ્વેત હતો,
શ્રી સુપાર્શ્વનાથ પ્રિયંગુ-મંજરી સમાન હરિત વર્ણના હતા, પાર્શ્વનાથના શરીરનો વર્ણ કાચી
ડાંગર સમાન હરિત વર્ણનો હતો, પદ્મપ્રભનો વર્ણ કમળ સમાન લાલ હતો, વાસુપૂજ્યનો
વર્ણ કેસૂડાના ફૂલ સમાન રક્ત હતો, મુનિ સુવ્રતનાથનો વર્ણ અંજનગિરિ સમાન શ્યામ,
નેમિનાથનો વર્ણ મોરના કંઠ સમાન શ્યામ અને બાકીના સોળ તીર્થંકરોના શરીરનો વર્ણ
ગરમ સુવર્ણ સમાન પીળો હતો. આ બધા જ તીર્થંકરો ઇન્દ્ર, ધરણેન્દ્ર, ચક્રવર્તી આદિ દ્વારા
પૂજ્ય અને સ્તુતિ કરવા યોગ્ય હતા, બધાનો સુમેરુના શિખર પાંડુકશિલા ઉપર
જન્માભિષેક થયો હતો, બધાને જ પાંચ કલ્યાણક પ્રગટ થયા હતા, જેમની સેવા સંપૂર્ણ
કલ્યાણની પ્રાપ્તિનું કારણ છે એવા તે જિનેન્દ્રો તારી અવિદ્યા દૂર કરો. આ પ્રમાણે
ગણધરદેવેનું વર્ણન કર્યું ત્યારે રાજા શ્રેણિક નમસ્કાર કરીને વિનંતી કરવા લાગ્યા કે હે
પ્રભો! છયે કાળના વર્તમાન આયુષ્યનું પ્રમાણ જણાવો અને પાપની નિવૃત્તિનું કારણ એવું
જે પરમતત્ત્વ, આત્મસ્વરૂપનું વર્ણન વારંવાર કરો તથા જે જિનેન્દ્રના અંતરાલમાં શ્રી
રામચંદ્ર પ્રગટ થયા તે સર્વનું વર્ણન હું આપની કૃપાથી સાંભળવા ચાહું છું. શ્રેણિકે જ્યારે
આવો પ્રશ્ન કર્યો ત્યારે શ્રી ગણધરદેવ કૃપા વરસાવતા કહેવા લાગ્યા. ગણધરદેવનું ચિત્ત
ક્ષીરસાગરના જળ સમાન નિર્મળ છે. તે બોલ્યા, હે શ્રેણિક! કાળ નામનું દ્રવ્ય છે તે
અનંત કાળથી છે. જેને આદિ અંત નથી તેની સંખ્યા કલ્પનારૂપ દ્રષ્ટાંત પલ્ય-સાગરાદિરૂપે
મહામુનિ કહે છે. એક મહાયોજન પ્રમાણ લાંબો, પહોળો અને ઊંડો ગોળ ખાડો, ઉત્કૃષ્ટ
ભોગભૂમિના તત્કાળ જન્મેલા બકરીના બચ્ચાના રોમના અગ્રભાગથી ભરવામાં આવે
અને તેમાંથી સો સો વર્ષે એકેક રોમ કાઢવામાં આવે તેટલા કાળને વ્યવહારપલ્ય કહે છે.
જોકે આ દ્રષ્ટાંત કલ્પનામાત્ર છે, કોઈએ આમ કર્યું નથી. એક વ્યવહારપલ્યથી અસંખ્યાત
ગુણો ઉદ્ધારપલ્ય છે, તેનાથી સંખ્યાત ગુણો અદ્ધાપલ્ય છે, એવા દસ ક્રોડાક્રોડી પલ્ય વીતે
ત્યારે એક સાગર કહેવાય છે અને દસ ક્રોડાક્રોડી સાગર વીતે ત્યારે એક અવસર્પિણી કાળ
થાય છે તથા દસ ક્રોડાક્રોડી સાગરનો એક ઉત્સર્પિણી કાળ થાય છે. વીસ ક્રોડાક્રોડી
સાગરનો એક કલ્પકાળ કહેવાય છે. જેમ એક માસમાં શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષ બેય
હોય છે તેમ એક કલ્પકાળમાં એક અવસર્પિણી અને એક ઉત્સર્પિણી એ બેય હોય છે. એ
દરેકના છ છ કાળ હોય છે. તેમાં પ્રથમ સુખમાસુખમા કાળ ક્રોડાક્રોડ સાગરનો છે, બીજો
સુખમાં કાળ ત્રણ ક્રોડાક્રોડ સાગરનો છે, ત્રીજો સુખમા દુખમા કાળ બે ક્રોડાક્રોડ સાગરનો