Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 214 of 660
PDF/HTML Page 235 of 681

 

background image
૨૧૪ વીસમું પર્વ પદ્મપુરાણ
વીસ લાખ પૂર્વ, આઠમાનું દસ લાખ પૂર્વ, નવમાનું બે લાખ પૂર્વ, દસમાનું એક લાખ
પૂર્વ, અગિયારમાનું ચોર્યાસી લાખ વર્ષ, બારમાનું બોતેર લાખ વર્ષ, તેરમાનું સાંઠ લાખ
વર્ષ, ચૌદમાનું ત્રીસ લાખ વર્ષ, પંદરમાનું દસ લાખ વર્ષ, સોળમાનું લાખ વર્ષ, સતરમાનું
પંચાણુ હજાર વર્ષ, અઢારમાનું ચોર્યાસી હજાર વર્ષ, ઓગણીસમાનું પંચાવન હજાર વર્ષ,
વીસમાનું ત્રીસ હજાર વર્ષ, એકવીસમાનું દસ હજાર વર્ષ, બાવીસમાનું હજાર વર્ષ,
તેવીસમાનું સો વર્ષ, ચોવીસમાનું બોત્તેર વર્ષનું આયુષ્યપ્રમાણ જાણવું.
હવે ઋષભદેવ પહેલાં જે ચૌદ કુલકર થયા તેમના આયુષ્યકાળનું વર્ણન કરીએ
છીએ. પ્રથમ કુલકરના શરીરની ઊંચાઈ અઢારસો ધનુષ્ય, બીજાની તેરસો ધનુષ્ય,
ત્રીજાની આઠસો ધનુષ્ય, ચોથાની સાતસો પંચોતેર ધનુષ્ય, પાંચમાની સાડા સાતસો
ધનુષ્ય, છઠ્ઠાની સવા સાતસો ધનુષ્ય, સાતમાની સાતસો ધનુષ્ય, આઠમાની પોણા સાતસો
ધનુષ્ય, નવમાની સાડા છસો ધનુષ્ય, દસમાની સવા છસો ધનુષ્ય, અગિયારમાની છસો
ધનુષ્ય, બારમાની પોણા છસો ધનુષ્ય, તેરમાની સાડા પાંચસો ધનુષ્ય, ચૌદમાની સવા
પાંચસો ધનુષ્ય હતી. હવે આ કુલકરોનાં આયુષ્યનું વર્ણન કરે છે. પહેલાનું આયુષ્ય
પલ્યનો દસમો ભાગ, બીજાનું પલ્યનો સોમો ભાગ, ત્રીજાનું પલ્યનો હજારમો ભાગ,
ચોથાનું પલ્યનો દસ હજારમો ભાગ, પાંચમાનું પલ્યનો લાખમો ભાગ, છઠ્ઠાનું પલ્યનો દસ
લાખમો ભાગ, સાતમાનું પલ્યનો કરોડમો ભાગ, આઠમાનું પલ્યનો દસ કરોડમો ભાગ,
નવમાનું પલ્યનો સો કરોડમો ભાગ, દસમાનું પલ્યનો હજાર કરોડમો ભાગ, અગિયારમાનું
પલ્યનો દસહજાર કરોડમો ભાગ, બારમાનું પલ્યનો લાખ કરોડમો ભાગ, તેરમાનું પલ્યનો
દસ લાખ કરોડમો ભાગ, ચૌદમાનું કરોડ પૂર્વનું આયુષ્ય હતું.
હે શ્રેણિક! હવે તું બાર ચક્રવર્તીની વાત સાંભળ. પ્રથમ ચક્રવર્તી ભરત શ્રી
ઋષભદેવના યશસ્વતી અથવા સુનંદાના પુત્ર આ ભરતક્ષેત્રના અધિપતિ હતા. તે
પૂર્વભવમાં પુંડરિકિણી નગરીમાં પીઢ નામના રાજકુમાર હતા. તે કુશસેન સ્વામીના શિષ્ય
બની, મુનિવ્રત ધારણ કરી સર્વાર્થસિદ્ધિમાં ગયા. ત્યાંથી ચ્યવીને છ ખંડનું રાજ્ય કરી,
મુનિ થઈ, અંતમુહૂર્તમાં કેવળજ્ઞાન પ્રગટ કરી, નિર્વાણ પામ્યા. પૃથિવીપુર નામના નગરમાં
રાજા વિજયતેજ યશોધર નામના મુનિ પાસે જિનદીક્ષા ધારણ કરીને વિજય નામના
વિમાનમાં ગયા ત્યાંથી ચ્યવીને અયોધ્યામાં રાજા વિજય, રાણી સુમંગલાના પુત્ર સગર
નામના બીજા ચક્રવર્તી થયા. તે મહાભોગ ભોગવીને, ઇન્દ્ર સમાન દેવ અને વિદ્યાધરો
જેમની આજ્ઞા માનતા હતા તેવા પુત્રોના શોકથી રાજ્યનો ત્યાગ કરીને અજિતનાથ
ભગવાનના સમવસરણમાં મુનિ થઈ, કેવળજ્ઞાન પ્રગટાવી સિદ્ધ થયા. પુંડરિકિણી નગરીમાં
એક શશિપ્રભ નામના રાજા વિમળસ્વામીના શિષ્ય થઈને ગ્રૈવેયકમાં ગયા. ત્યાંથી ચ્યવીને
શ્રાવસ્તી નગરીમાં રાજા સુમિત્ર, રાણી ભદ્રવતીના પુત્ર મધવા ત્રીજા ચક્રવર્તી થયા. તે
લક્ષ્મીરૂપી વેલીને વળગવા માટે વૃક્ષ સમાન હતા. તે ધર્મનાથની પછી અને શાંતિનાથની
પહેલાં થયા. તે સમાધાનરૂપ જિનમુદ્રા ધારણ કરીને સૌધર્મ સ્વર્ગમાં ગયા. ચોથા ચક્રવર્તી શ્રી