Padmapuran (Gujarati).

< Previous Page   Next Page >


Page 213 of 660
PDF/HTML Page 234 of 681

 

background image
પદ્મપુરાણ વીસમું પર્વ ૨૧૩
અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, તીડ, પોપટ, ઉંદર, પોતાની સેના અને પારકી સેના આ સાત
ઇતિઓનો ભય સદાય રહેશે, મોહરૂપ મદિરાથી મત્ત, રાગદ્વેષ ભરેલા, વાંકી ભ્રમર
કરનારા, ક્રૂર દ્રષ્ટિવાળા, પાપી, મહાગર્વિષ્ઠ, કુટિલ જીવો થશે. કુવચન બોલનારા, ક્રૂર,
ધનના લોભી જીવો પૃથ્વી પર એવી રીતે વિચરશે જેમ રાત્રે ઘુવડ વિચરે છે અને જેમ
આગિયા થોડો વખત ચમકે છે તેમ થોડા જ દિવસ તેમની ચમક રહેશે. તે મૂર્ખ, દુર્જન,
જિનધર્મથી પરામુખ, કુધર્મમાં પોતે પ્રવર્તશે અને બીજાઓને પ્રવર્તાવશે. પરોપકારરહિત,
પારકા કામમાં આળસુ પોતે ડૂબશે અને બીજાઓને ડૂબાડશે. તે દુર્ગતિગામી પોતાને મહંત
માનશે. તે ક્રૂરકર્મી, ચંડાળ, મદોન્મત, અનર્થમાં હર્ષ માનનાર, મોહરૂપી અંધકારથી અંધ
કળિકાળના પ્રભાવથી હિંસારૂપ કુશાસ્ત્રના કુહાડાથી અજ્ઞાની જીવરૂપ વૃક્ષોને કાપશે. પંચમ
કાળના આદિમાં મનુષ્યોનું શરીર સાત હાથ ઊંચું હશે અને ઉત્કૃષ્ટ આયુષ્ય એકસો વીસ
વર્ષનું થશે. પંચમ કાળને અંતે બે હાથનું શરીર અને વીસ વર્ષનું ઉત્કૃષ્ટ આયુષ્ય રહેશે.
છઠ્ઠા કાળને અંતે એક હાથનું શરીર અને સોળ વર્ષનું આયુષ્ય વધારેમાં વધારે હશે. તે
છઠ્ઠા કાળના મનુષ્યો મહાકુરૂપ, માંસાહારી, ખૂબ દુઃખી, પાપક્રિયામાં રત, મહારોગી, તિર્યંચ
સમાન, મહા અજ્ઞાની રહેશે. કોઈ જાતનો સંબંધ કે વ્યવહાર નહિ રહે, કોઈ રાજા નહિ
રહે, કોઈ ચાકર નહિ રહે, ન રાજા, ન પ્રજા, ન ધન, ન ઘર, ન સુખ, અત્યંત દુઃખી
થશે. અન્યાયકાર્ય કરનારા, ધર્માચારરહિત મહાપાપરૂપ થશે. જેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાનાં
કિરણોની કળા ઘટે છે અને શુક્લ પક્ષમાં વધે છે તેમ અવસર્પિણી કાળમાં ઘટે અને
ઉત્સર્પિણી કાળમાં વધે છે. જેમ દક્ષિણાયનમાં દિવસ નાનો થાય છે અને ઉતરાયણમાં વધે
છે. જેમ કૃષ્ણ પક્ષમાં ચંદ્રમાની કળા ઘટે અને શુક્લ પક્ષમાં વધે તેમ અવસર્પિણી કાળમાં
ઘટે અને ઉત્સર્પિણી કાળમાં વધે છે. દક્ષિણાયનમાં દિવસ કપાય છે અને ઉત્તરાયણ કાળમાં
વધે છે તેમ અવસર્પિણી ઉત્સર્પિણી કાળમાં હાનિવૃદ્ધિ જાણવી. આ તીર્થંકરોના સમયનો
અંતરાલ તને કહ્યો છે.
હે શ્રેણિક! હવે તું તીર્થંકરોના શરીરની ઊંચાઈનું કથન સાંભળ. પ્રથમ તીર્થંકરનું
શરીર પાંચસો ધનુષ્ય, બીજાનું સાડા ચારસો ધનુષ્ય, ત્રીજાનું ચારસો ધનુષ્ય, ચોથાનું સાડા
ત્રણસો ધનુષ્ય, પાંચમાનું ત્રણસો ધનુષ્ય, છઠ્ઠાનું અઢીસો ધનુષ્ય, સાતમાનું બસો ધનુષ્ય,
આઠમાનું દોઢસો ધનુષ્ય, નવમાનું સો ધનુષ્ય, દસમાનું નેવું ધનુષ્ય, અગિયારમાનું એંસી
ધનુષ્ય, બારમાનું સિતેર ધનુષ્ય, તેરમાનું સાઠ ધનુષ્ય, ચૌદમાનું પચાસ ધનુષ્ય, પંદરમાનું
પિસ્તાળીસ ધનુષ્ય, સોળમાનું ચાળીસ ધનુષ્ય, સતરમાનું પાંત્રીસ ધનુષ્ય, અઢારમાનું ત્રીસ
ધનુષ્ય, ઓગણીસમાનું પચીસ ધનુષ્ય, વીસમાનું વીસ ધનુષ્ય, એકવીસમાંનું પંદર ધનુષ્ય,
બાવીસમાનું દસ ધનુષ્ય, તેવીસમાનું નવ હાથ અને ચોવીસમાનું સાત હાથ ઊંચુ હતું. હવે
આગળ આ ચોવીસ તીર્થંકરોના આયુષ્યનું પ્રમાણ કહીએ છીએ. પ્રથમનું ચોર્યાસી લાખ પૂર્વ
(ચોર્યાસી લાખ વર્ષનું એક પૂર્વાંગ અને ચોર્યાસી લાખ પૂર્વાંગનું એક પૂર્વ થાય છે),
બીજાનું બોત્તેર લાખ પૂર્વ, ત્રીજાનું સાંઠ લાખ પૂર્વ, ચોથાનું પચાસ લાખ પૂર્વ, પાંચમાનું
ચાળીસ લાખ પૂર્વ, છઠ્ઠાનું ત્રીસ લાખ પૂર્વ, સાતમાનું