દ્વાર પર આવીને ઊભા રહ્યા, દ્વારપાળને હાથ જોડીને ચક્રવર્તીને કહેવરાવ્યું કે સ્વર્ગલોકના
દેવ તમારું રૂપ જોવા આવ્યા છે. તે વખતે ચક્રવર્તી અદ્ભુત શણગાર કરીને બિરાજતા જ
હતા, પણ દેવોના આવવાથી વિશેષ શોભા કરીને તેમને બોલાવ્યા. તેમણે આવીને
ચક્રવર્તીનું રૂપ જોયું અને માથું ધુણાવીને કહેવા લાગ્યા કે એક ક્ષણ પહેલાં અમે સ્નાન
કરતી વખતે જેવું રૂપ જોયું હતું તેવું અત્યારે નથી. મનુષ્યોનાં શરીરની શોભા ક્ષણભંગુર
છે, ધિક્કાર છે અસાર જગતની માયાને! પ્રથમ દર્શનમાં જે રૂપ-યૌવનની અદ્ભુતતા હતી
તે ક્ષણમાત્રમાં વીજળી ચમકીને ઘડીકમાં અદ્રશ્ય થઈ જાય તેમ વિલય પામી ગઈ છે.
સનત્કુમાર દેવોનાં વચન સાંભળી, રૂપ અને લક્ષ્મીને ક્ષણભંગુર જાણી વીતરાગભાવ
ધારણ કરીને મહામુનિ બની ઉગ્ર તપ કરવા લાગ્યા. તેમને મહાન ઋદ્ધિ પ્રગટી,
કર્મનિર્જરાને અર્થે મહાન રોગનો પરીષહ સહન કર્યો. તે ધ્યાનારૂઢ થઈ, સમાધિમરણ
કરીને સ્વર્ગે સિધાવ્યા. તે શાંતિનાથના પહેલાં અને ત્રીજા ચક્રવર્તી મધવાની પછી થયા.
પુંડરિકિણી નગરીમાં રાજા મેઘરથ પોતાના પિતા ધનરથ તીર્થંકરના શિષ્ય મુનિ થઈ
સર્વાર્થસિદ્ધિમાં પધાર્યા. ત્યાંથી ચ્યવીને હસ્તિનાપુરમાં રાજા વિશ્વસેન અને રાણી ઐરાના
પુત્ર શાંતિનાથ નામના સોળમા તીર્થંકર અને પાંચમા ચક્રવર્તી થયા. જગતને શાંતિ
આપનાર તેમનો જન્મકલ્યાણક સુમેરુ પર્વત ઉપર ઇન્દ્રે કર્યો. પછી છ ખંડ પૃથ્વીના
ભોક્તા થયા. રાજ્યને તૃણ સમાન જાણીને છોડયું, મુનિવ્રત લઈને મોક્ષે ગયા. પછી
કુંથુનાથ છઠ્ઠા ચક્રવર્તી અને સત્તરમા તીર્થંકર, અરનાથ સાતમા ચક્રવર્તી અને અઢારમા
તીર્થંકર મુનિ થઈને નિર્વાણ પધાર્યા. તેમનું વર્ણન તીર્થંકરોના વર્ણનમાં અગાઉ કરી ગયા
છીએ. ધાન્યપુર નગરમાં રાજા કનકપ્રભ વિચિત્રગુપ્ત સ્વામીના શિષ્યમુનિ થઈ સ્વર્ગે
ગયા. ત્યાંથી ચ્યવીને અયોધ્યાનગરીમાં રાજા કીર્તિવીર્ય અને રાણી તારાના પુત્ર સુભૂમ
નામના આઠમા ચક્રવર્તી થયા, જેનાથી આ ભૂમિ શોભાયમાન થઈ હતી, તેમના પિતાના
મારનાર પરશુરામે ક્ષત્રિયોને માર્યા હતા અને તેમના મસ્તક સ્તંભ ઉપર લટકાવ્યાં હતાં.
તે પરશુરામને ઘેર સુભૂમ અતિથિનો વેશ લઈને ભોજન માટે આવ્યા. પરશુરામે
નિમિત્તજ્ઞાનીનાં વચનથી ક્ષત્રિયોના દાંત પાત્રમાં મૂકી સુભૂમને બતાવ્યા ત્યારે તે દાંત
ક્ષીરરૂપે પરિણમી ગયા અને ભોજનનું પાત્ર ચક્ર બની ગયું તેનાથી પરશુરામને હણ્યા.
પરશુરામે ક્ષત્રિયોને હણ્યા હતા અને સાતવાર પૃથ્વી નક્ષત્રી કરી હતી એટલે સુભૂમે
પરશુરામને મારી બ્રાહ્મણો પ્રત્યે દ્વેષ કર્યો અને એકવીસ વાર પૃથ્વી બ્રાહ્મણરહિત કરી.
જેમ પરશુરામના રાજ્યમાં ક્ષત્રિયો પોતાનું કુળ છુપાવીને રહ્યા તેમ આના રાજ્યમાં વિપ્રો
પોતાનું કુળ છુપાવીને રહ્યા. સ્વામી અરનાથ મુક્તિ ગયા પછી અને મલ્લિનાથના થવા
પહેલાં સુભૂમ ચક્રવર્તી થયા. તે અતિભોગાસક્ત, નિર્દય પરિણામી અને અવ્રતી હતા તેથી
મરીને સાતમી નરકે ગયા. વીતશોકા નગરીમાં રાજા ચિત્ત સુપ્રભસ્વામીના શિષ્યમુનિ
થઈને બ્રહ્મસ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને હસ્તિનાપુરમાં રાજા પદ્મરથ અને રાણી મયૂરીના
પુત્ર મહાપદ્મ નામના નવમા ચક્રવર્તી થયા. છ ખંડ પૃથ્વીના ભોક્તા, તેમની આઠ પુત્રી
અત્યંત રૂપાળી હતી. તેમને રૂપનો અતિશય ગર્વ