ચક્રવર્તી તેમને છોડાવીને પાછી લાવ્યા. આ આઠેય કન્યા આર્યિકાનાં વ્રત ધારણ કરી
સમાધિમરણ કરી દેવલોક પામી. જે વિદ્યાધર તેમને લઈ ગયો હતો તે પણ વિરક્ત થઈ,
મુનિવ્રત ધારણ કરી આત્મકલ્યાણ કરવા લાગ્યો. આ વૃત્તાંત જોઈને મહાપદ્મ ચક્રવર્તી પદ્મ
નામના પુત્રને રાજ્ય આપીને વિષ્ણુ નામના પુત્ર સહિત વિરક્ત થયા, મહાતપ કરી,
કેવળજ્ઞાન પ્રગટાવી મોક્ષ પામ્યા. તે મહાપદ્મ ચક્રવર્તી અરનાથ સ્વામી મુક્તિ ગયા પછી
અને મલ્લિનાથના ઉપજવા પહેલાં સુભૂમની પછી થયા. વિજય નામના નગરમાં રાજા
મહેન્દ્રદત અભિનંદન સ્વામીના શિષ્ય થઈ, મહેન્દ્ર સ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને
કાંપિલનગરમાં રાજા હરિકેતુની રાણી વિપ્રાના પુત્ર હરિષેણ નામના દસમા ચક્રવર્તી થયા.
તેમણે આખા ભરતક્ષેત્રની પૃથ્વી ચૈત્યાલયોથી શોભાવી અને મુનિ સુવ્રતનાથ સ્વામીના
તીર્થમાં મુનિ થઈને સિદ્ધપદ પામ્યા. રાજપુર નામના નગરમાં રાજા અસિકાંત હતા તે
સુધર્મમિત્ર સ્વામીના શિષ્યમુનિ થઈ બ્રહ્મસ્વર્ગમાં ગયા. ત્યાંથી ચ્યવીને રાજા વિજયની
રાણી યશોવતીના પેટે જયસેન નામના પુત્ર થયા. તે અગિયારમા ચક્રવર્તી હતા. તે રાજ્ય
ત્યજી દિગંબર દીક્ષા ધારણ કરીને રત્નત્રયનું આરાધન કરી સિદ્ધપદ પામ્યા. એ શ્રી
મુનિસુવ્રતનાથ સ્વામી મોક્ષ પામ્યા પછી નમિનાથ સ્વામીના અંતરાલમાં થયા. કાશીપુરીમાં
રાજા સંભૂત સ્વતંત્રલિંગ સ્વામીના શિષ્ય મુનિ થઈને પદ્મયુગલ નામના વિમાનમાં દેવ
થયા. ત્યાંથી ચ્યવીને કાંપિલનગરમાં રાજા બ્રહ્મરથ અને રાણી ચૂલાના પુત્ર બ્રહ્મદત્ત
નામના બારમા ચક્રવર્તી થયા. તે છ ખંડ પૃથ્વીનું રાજ્ય કરી, મુનિવ્રત વિના રૌદ્રધ્યાન
કરીને સાતમી નરકે ગયા. એ શ્રી નેમિનાથ સ્વામી મોક્ષ પામ્યા પછી પાર્શ્વનાથ સ્વામીના
અંતરાલમાં થયા. આ બાર ચક્રવર્તી મહાપુરુષ હોય છે, છ ખંડ પૃથ્વીના સ્વામી હોય છે.
તેમની આજ્ઞા દેવ અને વિદ્યાધરો બધા માને છે. હે શ્રેણિક! તને પુણ્ય અને પાપનું ફળ
પ્રત્યક્ષ બતાવ્યું માટે આ કથન સાંભળીને યોગ્ય કાર્ય કરવું, અયોગ્ય કાર્ય ન કરવું. જેમ
મુસાફર કોઈ માર્ગ પર ન ચાલે તો સુખપૂર્વક સ્થાનકે પહોંચે નહિ તેમ સુકૃત વિના જીવ
પરલોકમાં સુખ પામતો નથી. કૈલાસના શિખર સમાન ઊંચા મહેલોમાં જે નિવાસ કરે છે
તે બધું પુણ્યરૂપ વૃક્ષનું ફળ છે અને જે શીત, ઉષ્ણ, પવન, પાણીની બાધાવાળી
ઝૂંપડીઓમાં વસે છે, દારિધ્રરૂપ કીચડમાં ફસાયા છે તે બધું અધર્મરૂપ વૃક્ષનું ફળ છે.
વિંધ્યાચળ પર્વતના શિખર સમાન ઊંચા ગજરાજ પર બેસીને સેના સહિત ચાલે છે, જેના
ઉપર ચામર ઢોળાય છે એ સર્વ પુણ્યરૂપ વૃક્ષનું ફળ છે. જે મહાતુરંગો ઉપર ચામર ઢોળાય
છે અને અનેક સવાર તથા પાયદળ જેની ચારે બાજુ ચાલે છે તે બધું પુણ્યરૂપ રાજાનું
ચરિત્ર છે. દેવોના વિમાન સમાન, મનોજ્ઞ, રથ પર બેસીને જે મનુષ્ય ગમન કરે છે તે
પુણ્યરૂપ પર્વતનાં મીઠાં ઝરણાં છે. જેના પગ ફાટી ગયા છે, કપડાં મેલાં છે, જે પગપાળા
ચાલે છે બધું પાપરૂપ વૃક્ષનું ફળ છે. જે અમૃતસરખું અન્ન સુવર્ણના ભાજનમાં જમે છે તે
બધું ધર્મરસાયણનું ફળ છે એમ મુનિઓએ કહ્યું છે. જે દેવોના અધિપતિ ઇન્દ્ર અને
મનુષ્યોના અધિપતિ ચક્રવર્તી છે